(Source: ECI/ABP News/ABP Majha)
IND vs NZ: કેપ્ટન રોહિતે કેમ કુલદીપ યાદવ પાસે ના કરાવી પુરેપુરી ઓવરો, સામે આવ્યુ આ કારણ
કેપ્ટન રોહિત શર્માએ ફૂલ ફૉર્મમાં ચાલી રહેલા ફિરકી બૉલર કુલદીપ યાદવને આ મેચમાં પુરેપુરી 10 ઓવર ન હતી કરાવી, આમ કરાવવા પાછળ હવે રોહિત શર્માએ ખાસ જવાબ આપ્યો છે.
India vs New Zealand 1st ODI: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ ચાલી રહી છે, ગઇકાલે ભારતીય ટીમે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ વનડેમાં 12 રનોથી જીત મેળવી હતી, જોકે આ મેચ છેલ્લી ઓવર સુધી ગઇ અને અંતે ભારતે કીવી ટીમને ઓલાઉટ કરીને જીત હાંસલ કરી હતી, જોકે, આ મેચમાં એક ઘટનાએ તમામનું ધ્યાન ખેંચ્યુ છે, અને તે છે કુલદીપ યાદવની બૉલિંગ.
ખરેખરમાં, કેપ્ટન રોહિત શર્માએ ફૂલ ફૉર્મમાં ચાલી રહેલા ફિરકી બૉલર કુલદીપ યાદવને આ મેચમાં પુરેપુરી 10 ઓવર ન હતી કરાવી, આમ કરાવવા પાછળ હવે રોહિત શર્માએ ખાસ જવાબ આપ્યો છે. જાણો કારણ
ઓવરો પુરી ના કરાવવાનું કારણ -
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની પ્રથમ વનડેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ચોથા બૉલિંગ ચેન્જમાં કુલદીપ યાદવને બૉલ સોંપ્યો હતો, કુલદીપ યાદવ સારી બૉલિંગ કરી, અને કીવી ટીમને બાંધી રાખી હતી, જોકે, આમ છતાં કુલદીપ યાદવને પુરેપુરી ઓવરો માટે ન હતી આપવામાં આવી. કુલદીપ યાદવની વાત કરીએ તો તેને પ્રથમ વનડેમાં 8 ઓવરો ફેંકી જેમાં એક મેડન સાથે તેને 43 રન આપીને 2 મહત્વની વિકેટો ઝડપી હતી. જોકે, 10 ઓવરોનો કોટા પુરો ન હતો થયો.
કુલદીપ યાદવની પુરેપુરી ઓવરના ના કરાવવા પાછળ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, જ્યારે હું કુલદીપ યાદવને બૉલિંગમાં લાવવાનું વિચારી રહ્યો હતો, તે સમયે માઇકલ બ્રેસવેલ જોરદાર એટેક કરી રહ્યો હતો, અને બ્રેસવેલ ડાબોડી બેટ્સમેન હતો, અને કુલદીપ યાદવ પણ ડાબોડી બૉલર આ કારણે કુલદીપ પર બ્રેસવેલ જોરદાર પ્રહાર કરી શકતો હતો, આ કારણે કુલદીપ યાદવે બૉલિંગ આપવાનુ મે ઉચિત ના સમજ્યુ, અને અમારો તે પ્લાન બરાબર સાચો ઠર્યો હતો.
VIDEO: Shubman Gillને સૂવા નથી દેતો Ishan Kishan, રોહિતને આપેલા ઇન્ટરવ્યૂમાં કર્યા અનેક ખુલાસાઓ
IND vs NZ Rohit Sharma Shubman Gill Ishan Kishan: શુભમન ગીલે હૈદરાબાદમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં ભારતની શાનદાર જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે બેવડી સદી ફટકારીને ઘણા રેકોર્ડ તોડ્યા હતા. ટીમ ઈન્ડિયાની જીત બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એક ફ્રેમમાં બેવડી સદી ફટકારનાર ત્રણ ખેલાડીઓને લાવ્યું હતું. બીસીસીઆઇએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં રોહિત શર્મા, ઈશાન કિશન અને શુભમન રસપ્રદ ઈન્ટરવ્યૂ લેતા જોવા મળી રહ્યા છે. આ ઈન્ટરવ્યૂમાં શુભમ અને ઈશાને ઘણા રસપ્રદ રહસ્યો જાહેર કર્યા હતા.
પોતાની બેવડી સદીનો ઉલ્લેખ કરતાં શુભમને કહ્યું કે, હું ખૂબ જ સારું અનુભવી રહ્યો છું. હું શ્રીલંકા શ્રેણી વિશે વિચારી રહ્યો હતો કે તે પ્રથમ અને ત્રીજી વનડેમાં કેવી રીતે આઉટ થયો. આ મેચમાં મને વધુ લાંબી ઇનિંગ્સ રમવાની તક મળી હતી.
વિકેટ પડવા અંગે તેણે કહ્યું હતું કે હું કંઈ અલગ વિચારતો નહોતો. જ્યારે વિકેટો પડી રહી હોય ત્યારે બોલર દબાણમાં હોતો નથી. અને તેના માટે ડોટ બોલ ફેંકવાનું સરળ બની જાય છે. આ દરમિયાન રોહિતે મજાકમાં ઈશાન કિશન તરફ જોયું અને કહ્યું કે તે અહીં શું કરી રહ્યો છે.
ઈશાને શુભમનને પૂછ્યું કે તારી મેચ પહેલાની દિનચર્યા શું છે? આના પર શુભમને જવાબ આપ્યો, "યે બંદા (ઇશાન કિશન) મારી મેચ પહેલાની દિનચર્યા બગાડે છે." મને ઊંઘવા નથી દેતો. તે iPad પર ઇયરપોડ્સ લગાવતો નથી. ફિલ્મ ફુલ વોલ્યુમમાં જોવે છે. હું તેને કહું છું કે ભાઈ તારો અવાજ ઓછો કર. તો તે કહે છે કે તું મારા રૂમમાં સૂવે છે તો તારે હું કહું તેમ રહેવું પડશે.
1⃣ Frame
— BCCI (@BCCI) January 19, 2023
3️⃣ ODI Double centurions
Expect a lot of fun, banter & insights when captain @ImRo45, @ishankishan51 & @ShubmanGill bond over the microphone 🎤 😀 - By @ameyatilak
Full interview 🎥 🔽 #TeamIndia | #INDvNZ https://t.co/rD2URvFIf9 pic.twitter.com/GHupnOMJax