IPL 2021, CSK Team: ચેન્નઈ સુપર કિંગ્સને મોટો ઝટકો, આ ફાસ્ટ બોલર ટૂર્નામેન્ટમાંથી અચાનક થઈ ગયો બહાર
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સીઝન 9 એપ્રિલથી શરુ થઈ રહી છે. ત્યારે આ ટૂર્નામેન્ટની શરુઆત પહેલા એમએસ ધોની (MS Dhoni)ની ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ(Chennai Super Kings) ને મોટો ઝટકો લાગ્યો છે.
IPL 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સીઝન 9 એપ્રિલથી શરુ થઈ રહી છે. ત્યારે આ ટૂર્નામેન્ટની શરુઆત પહેલા એમએસ ધોની (MS Dhoni)ની ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ(Chennai Super Kings) ને મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ (Josh Hazlewood) અચાનક ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. હેઝલવુડ અંગત કારણો આપી ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત લઈ લીધું છે.
હેઝલવુડે (Hazlewood) આઈપીએલ 2021 (IPL2021)માંથી પોતાનું નામ પરત લેવાની જાણકારી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને ઈન્ટરવ્યૂમાં આપી હતી. તેણે કહ્યું હતું, હું છેલ્લા 10 મહિનાથી બાયો બબલમાં છું. એવામાં હવે હું ક્રિકેટથી વિરામ લેવા માંગું છું. વાસ્તવમાં હવે હું મારા પરિવાર સાથે થોડો સમય પસાર કરવા માંગુ છું. હવે હું આવતા બે મહિના ઓસ્ટ્રેલિયામાં રહીશ.
હેઝલવુડે વધુમાં કહ્યું કે, આગળ અમારે વેસ્ટ ઇન્ડીઝ અને બાંગ્લાદેશના પ્રવાસ પર જવાનું છે. તેના બાદ ટી 20 વર્લ્ડ કપ અને ત્યારબાદ એસિઝ શ્રેણી રમવાની છે. એનો મતલબ એ છે કે આગામી એક વર્ષ ખૂબ જ વ્યસ્ત રહેશે. તેથી જ મેં આઈપીએલ 2021 થી અલગ થવાનું નક્કી કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, ચેન્નઈ સુપર કિંગ્સે (CSK)આઈપીએલ 2020ની હરાજીમાં હેઝલવુડને ખરીદ્યો હતો. જો કે, ગત વર્ષે તેને માત્ર ત્રણ મેચ જ રમવા મળી હતી. તેમાં એક વિકેટ લેવામાં સફળ થયો હતો. ગત વર્ષે આઈપીએલનું આયોજન યૂએઈમાં કરવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે ભારતમાં જ યોજાઈ રહી છે. એવામાં હેઝલવુડ ચેન્નઈ માટે ખૂબજ ઉપયોગી સાબિત થઈ શકતો હતો.
ધોનીનો સાથ મળતાં જ પુજારાએ બદલી બેટિંગ સ્ટાઇલ, નેટ્સમાં ફટકાર્યા ઉપરાછાપરી છગ્ગા, વીડિયો વાયરલ
દિગ્ગજ સુનિલ ગાવસ્કરે IPL 2021માં કઇ ટીમને ચેમ્પિયન બનવાની કરી ભવિષ્યવાણી, જાણો કેમ