CSKનું ટેન્શન વધ્યુ, ધોનીના કયા માનીતા ખેલાડીને વિદેશમાંથી ભારત આવવા નથી મળી રહ્યાં ડૉક્યૂમેન્ટ, જાણો શું છે મામલો
કાશી વિશ્વનાથન કહે છે કે BCCI આ મામલામાં અમારી બધી જ મદદ કરી છે, આશા છે કે તેને ટ્રાવેલ ડૉક્યૂમેન્ટ મળી જશે અને ભારત આવી જશે.
નવી દિલ્હીઃ આઇપીએલની 2022ની સિઝન શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, દરેક ટીમના કેમ્પમાં વિદેશી ખેલાડીઓ જોડાઇ રહ્યાં છે, પરંતુ આ બધાની વચ્ચે ચેન્નાઇ સુપર કિંગ્સનુ ટેન્શન વધી ગયુ છે, કેમ કે હજુ સુધી CSK ના કેમ્પમાં ધોનીનો માનીતી ખેલાડી અને સ્ટાર ઓલરાઉન્ડર નથી જોડાઇ શક્યો. ઇંગ્લેન્ડનો મોઇલ અલી એવા ખેલાડીઓમાને એક છે, જેને CSK એ આ વખતે હરાજી પહેલા જ રિટેન કરી લીધો હતો. ભારતીય પીચો પર મોઇન અલી બહજુ જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો છે.
પરંતુ હવે CSK ના કેમ્પમાં ટેન્શનનુ વાતાવરણ ઉભુ થયુ છે, કેમકે ઓલરાઉન્ડર મોઇન અલી ઇંગ્લેન્ડથી હજુ સુધી ભારત નથી આવી શક્યો. ચેન્નાઇની ટીમ અને ધોની તેની રાહ જોઇ રહ્યો છે. પરંતુ વાત એમ છે કે 34 વર્ષીય મોઇન અલીને ઇંગ્લેન્ડના દૂતાવાસે ડૉક્યૂમેન્ટ ક્લિયર ના થવાના કારણે રોકી રાખ્યો છે.
CSK ના સીઇઓ કાશી વિશ્વનાથને બતાવ્યુ કે, મોઇન અલીએ 28 ફેબ્રુઆરીએ વિઝા માટે એપ્લાય કરી દીધુ હતુ, તેની એપ્લિકેશનને જમા થયે 20 દિવસથી વધુ થઇ ગયા છે. તે ભારતમાં સતત અવરજવર કરતો રહે છે, આમ છતાં તેના ટ્રાવેલિંગના ડૉક્યૂમેન્ટ તેને નથી આપવામાં આવી રહ્યાં. અમે આશા રાખીએ છીએ કે તે જલદીમાં જલદી ટીમ સાથે જોડાઇ જશે, મોઇન અલીએ અમને કહ્યું છે કે ડૉક્યૂમેન્ટ મળતાં જ તે બીજી જ ફ્લાઇટમાં ભારત પહોંચી જશે.
કાશી વિશ્વનાથન કહે છે કે BCCI આ મામલામાં અમારી બધી જ મદદ કરી છે, આશા છે કે તેને ટ્રાવેલ ડૉક્યૂમેન્ટ મળી જશે અને ભારત આવી જશે.
આ પણ વાંચો............
2 રુપિયા આપી 26 દિવસ એક્સ્ટ્રા વેલિડિટી, Vi યૂઝર્સ માટે શાનદાર પ્લાન, ડેટા- કોલિંગ ફ્રી
આ રીતે ફક્ત 3 શબ્દો ગૂગલ પર કરો સર્ચ, ફ્રીમાં જાણી શકશો ઈન્ટરનેટ સ્પીડ
ગરમીમાં ફ્રિજનું ઠંડું પાણી પીવાની આદત છે, તો નુકસાન જાણી લો
ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં નોકરીની શાનદાર તક, આ જગ્યાઓ પર બહાર પડી ભરતી, મળશે સારો પગાર