શોધખોળ કરો

KKR vs SRH: આ 5 કારણોને લીધે IPL 2024ની ફાઈનલમાં હાર્યું સનરાઇઝર્સ હૈદરાબાદ

IPL 2024 Final KKR vs SRH: કોલકાતા નાઇટ રાઇડર્સે IPL 2024 ટાઇટલ જીત્યું. શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળની KKRએ ફાઇનલમાં હૈદરાબાદને હરાવીને ટ્રોફી જીતી હતી.

5 Reasons Why SRH Lost Final Against KKR: સનરાઇઝર્સ હૈદરાબાદ IPL 2024 ની ફાઇનલ મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે હારી ગયું, જે MA ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઇ ખાતે રમાઈ હતી. ટાઇટલ મેચમાં KKR એ હૈદરાબાદ સામે 8 વિકેટે એકતરફી જીત નોંધાવી હતી. આ મેચમાં પેટ કમિન્સની કપ્તાનીમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ઘણી ભૂલો કરી હતી, જેના કારણે તેને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તો ચાલો જાણીએ આ મેચમાં હૈદરાબાદની હારના સૌથી મોટા પાંચ કારણો શું હતા.

1- ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી

ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, જે તેના માટે સંપૂર્ણપણે ખોટો સાબિત થયો. ટોસ હાર્યા બાદ કેકેઆરના કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું હતું કે આ લાલ માટીની પીચ છે, જ્યાં તે પહેલા બોલિંગ કરવા માંગે છે. કમિન્સે પિચને ઓળખવામાં ભૂલ કરી હતી.

2- મિશેલ સ્ટાર્કનો તોડ ન શોધી શક્યા
કોલકાતાનો મિચેલ સ્ટાર્ક હૈદરાબાદ માટે મોટી સમસ્યા સાબિત થયો. સ્ટાર્કનો તોડ ન શોધી શકવો હૈદરાબાદ માટે મુસીબત સાબિત થયો. સ્ટાર્કે જ અભિષેક શર્માના રૂપમાં હૈદરાબાદને પહેલો ઝટકો આપ્યો હતો. સ્ટાર્કે પહેલી જ ઓવરમાં ખતરનાક આઉટ સ્વિંગ બોલ પર અભિષેકને બોલ્ડ કર્યો હતો.

3- પ્લાન B નહોતો
હૈદરાબાદે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન આક્રમક બેટિંગ કરી હતી, જે તેમને ફાઇનલમાં મોંઘી સાબિત થઈ હતી. ટીમ પાસે આક્રમક બેટિંગ સિવાય બીજો કોઈ પ્લાન 'બી' નહોતો. વાસ્તવમાં, વિકેટના પ્રારંભિક પતન પછી, ટીમ માટે કોઈપણ બેટ્સમેન એન્કરની ભૂમિકા ભજવીને દાવને આગળ ન લઈ શક્યો. બધાએ ઝડપી બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો અને ઝડપથી વિકેટ ગુમાવી, જેના કારણે તેઓ 18.3 ઓવરમાં 113 રનમાં ઓલઆઉટ થઈ ગયા.

4- બંને ઓપનર ફ્લોપ રહ્યા હતા

IPL 2024માં જ્યારે પણ હૈદરાબાદે મોટો સ્કોર બનાવ્યો ત્યારે ટીમના ઓપનરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ ઓપનરો નિષ્ફળ જતા જ ટીમ બેકફૂટ પર આવી ગઈ અને ફાઈનલ મેચમાં પણ એવું જ થયું. હૈદરાબાદના બંને ઓપનર KKR સામેની ટાઈટલ મેચમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા. અભિષેક શર્મા પહેલી જ ઓવરમાં ખાતું લીધા વગર આઉટ થયો હતો. આ પછી ટ્રેવિસ હેડ બીજી ઓવરમાં ગોલ્ડન ડક પર આઉટ થયો હતો.

5- સારા સ્પિનરોની ગેરહાજરી

ઝડપી બોલરોની સાથે, સ્પિનરો પણ ચેન્નાઈની પીચ પર, ખાસ કરીને લાલ માટીની પીચ પર મહત્વની ભૂમિકા ભજવે છે. લાલ માટીની પીચ પર સ્પિનરોને સારો ટર્ન મળે છે. પરંતુ હૈદરાબાદ પાસે ઘણા સારા સ્પિનરો નહોતા, જેના કારણે તેઓ ટોટલનો બચાવ કરતી વખતે ટક્કર ન આપી શક્યા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Accident : દેવ દિવાળીએ ગુજરાતમાં માતમ, અલગ અલગ 3 અકસ્માતમાં 8ના મોતPorbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે "ચાય પે ચર્ચા"
Health Tips: દૂધ કે પાણી... કઈ વસ્તુમાં પલાળીને ખાવાથી મળે છે અખરોટના વધુ ફાયદા
Health Tips: દૂધ કે પાણી... કઈ વસ્તુમાં પલાળીને ખાવાથી મળે છે અખરોટના વધુ ફાયદા
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Embed widget