IND vs SA: T20 સીરીઝની પહેલી મેચમાં કોરોનાએ દેખા દીધી, દ. આફ્રિકાનો આ ખેલાડી થયો કોરોના પોઝિટીવ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 ટી20 મેચોની સીરીઝની પહેલી મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
india vs south africa: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 ટી20 મેચોની સીરીઝની પહેલી મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે ટીમ ઈન્ડિયા પહેલાં બેટિંગ કરવા ઉતરી છે. જો કે આ ટી20 સીરીઝની પહેલી મેચમાં જ દક્ષિણ આફ્રિકા માટે ખરાબ સમાચાર આવ્યા છે.
ટોસ દરમિયાન દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ જણાવ્યું કે, એડેન માર્કરમ કોરોના પોઝિટીવ આવ્યો છે. માર્કરમ કોરોના પોઝિટીવ હોવાથી બહાર થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, એડેન માર્કરમ 2022ની આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો અને તેણે આ લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. માર્કરમ કોરોના પોઝિટીવ આવતાં દક્ષિણ આફ્રિકા માટે મોટું નુકસાન ગણી શકાય.
દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવનઃ ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિંટન ડી કોક, (વિકેટકીપર), રીઝા હેંડ્રિક્સ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, વેન પાર્નેલ, ડ્વેન પ્રિટોરિયસ, કગીસો રબાડા, કેશવ મહારાજ, એનરિક નોર્ટઝે, તબરેજ શમ્સી.
ભારતની પ્લેઈંગ ઈલેવનઃ ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, ઋષભ પંત (કેપ્ટન, વિકેટકિપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, ભુવેનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ.
આ પણ વાંચોઃ
IND vs SA T20 Score Live: વિસ્ફોટક ઈનિંગ બાદ ઈશાન કિશન આઉટ, જાણો લાઈવ અપડેટ્સ
પાકિસ્તાનઃ મૃત્યુની એક રાત પહેલાં ખુબ રડ્યા હતા પાક. સાંસદ આમિર લિયાકત, કહ્યું હતું - હું મરી જઈશ...
Coronavirus : દેશમાં વધતા કોરોના વાયરસના કેસો અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સતર્ક, આરોગ્ય સચિવે રાજ્યોને લખ્યો પત્ર
IND vs SA: દિલ્હીમાં ભીષણ ગરમીના કારણે BCCIએ લીધો મોટો નિર્ણય, ખેલાડીઓને મળી રાહત
Presidential Election 2022: રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે ચૂંટણી ?