Buzz: પાકિસ્તાન સામે ભારતે કોણે કોણે ઉતારવા જોઇએ મેદાનમાં ? ICCએ શેર કરી ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન, જુઓ
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આ ટીમમાં મોટો ફેરફાર કર્યો છે, અને ધાકડ ખેલાડીઓને બહાર કરી દીધા છે. જેમાં પંત, અશ્વિન, શમી અને હુડ્ડાના નામ સામેલ છે.
T20 WC 2022, IND vs PAK: ટી20 વર્લ્ડકપ 2022 (T20 World Cup 2022)ની શરૂઆત થઇ ચૂકી છે, અને ટૂર્નામેન્ટની પહેલી મેચ એટલે કે સુપર 12ની મેચ આગામી 22 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમો વચ્ચે સિડની ગ્રાઉન્ડ પર રમાશે. આના ઠીક સૌથી મોટી મેચ ભારત-પાકિસ્તાનની મેચ 23 ઓક્ટોબરે રમાશે. આ મેચ માટે હવે આઇસીસી પણ દિવાનુ થયુ છે અને તેને બઝ ક્રિએટ કરવા માટે ભારતની ખાસ પ્લેઇંગ ઇલેવન પસંદ કરી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આ ટીમમાં મોટો ફેરફાર કર્યો છે, અને ધાકડ ખેલાડીઓને બહાર કરી દીધા છે. જેમાં પંત, અશ્વિન, શમી અને હુડ્ડાના નામ સામેલ છે.
શમી અને પંતને કરાયા બહાર -
આઈસીસીએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને ડાબોડી બેટર રિષભ પંતને જગ્યા નથી આપી. પંતની જગ્યાએ દિનેશ કાર્તિકને વિકેટકીપર બેટ્સમેન તરીકે પસંદ કર્યો છે, જ્યારે શમીના બદલે ટીમમાં અર્શદીપ સિંહને સ્થાન આપ્યુ છે.
બેટિંગ લાઇન અપ બદલી -
ભારતીય ટીમના ટૉપ ઓર્ડરમાં આઇસીસીએ ફેરફાર કર્યો છે, જેમાં ઓપનિંગમાં કેપ્ટન રોહિત શર્માની સાથે કેએલ રાહુલ, અને બાદમાં નંબર ત્રણ પર વિરાટ કોહલીને સ્થાન આપ્યુ છે. આ પછી સૂર્યકુમાર યાદવને રાખ્યો છે. વળી, સ્પીન બૉલિંગમાં યુજેવેન્દ્ર ચહલની સાથે અક્ષર પટેલને સામેલ કર્યો છે, જ્યારે રવિચંદ્નન અશ્વિનને બહાર કરી દેવામાં આવ્યો છે.
ICCએ પસંદ કરેલી ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન -
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટ કીપર), અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ.
આઇસીસી કૉમેન્ટ્રી પેનલના નામોની યાદી -
રવિ શાસ્ત્રી (ભારત), સુનીલ ગાવસ્કર (ભારત), હર્ષા ભોગલે (ભારત), એડમ ગિલક્રિસ્ટ (ઓસ્ટ્રેલિયા), અતહર અલી ખાન (બાંગ્લાદેશ), ઈયાન બિશપ (વેસ્ટ ઈન્ડિઝ), ઈયાન સ્મિથ (ન્યુઝીલેન્ડ), પોમ્મી મબાંગવા (ઝિમ્બાબ્વે), પ્રેસ્ટન મોમસેન (સ્કોટલેન્ડ), ઈસા ગુહા (ઈંગ્લેન્ડ) , બાજીદ (પાકિસ્તાન), બ્રાયન મુર્ગાટ્રોયડ (નેધરલેન્ડ), માર્ક હોવર્ડ (ઓસ્ટ્રેલિયા), રસેલ આર્નોલ્ડ (શ્રીલંકા), કાર્લોસ બ્રેથવેટ (વેસ્ટ ઈન્ડિઝ), મેલ જોન્સ (ઓસ્ટ્રેલિયા), સેમ્યુઅલ બદ્રી (વેસ્ટ ઈન્ડિઝ), ડેલ સ્ટેન (દક્ષિણ આફ્રિકા) ), માઈકલ એથર્ટન (ઈંગ્લેન્ડ), શેન વોટ્સન (ઓસ્ટ્રેલિયા), ડેની મોરીસન (ન્યુઝીલેન્ડ), માઈકલ ક્લાર્ક (ઓસ્ટ્રેલિયા), શોન પોલક (દક્ષિણ આફ્રિકા), ડર્ક નાન્સ (ડચ), નાસિર હુસૈન (ઈંગ્લેન્ડ), સાઈમન ડૂલે (ન્યુ. ઝીલેન્ડ), ઇઓન મોર્ગન (ઇંગ્લેન્ડ) ), નતાલી જર્મનોસ (દક્ષિણ આફ્રિકા) અને નિઆલ ઓ’બ્રાયન (આયર્લેન્ડ).