IPL: આ દિગ્ગજ બેટ્સમેને Rajasthan Royals ના માલિક પર લગાવ્યો સનસનીખેજ આરોપ, મને લાફો માર્યો અને કહ્યું ઝીરો પર આઉટ થવા માટે કરોડો રૂપિયા નથી આપ્યા
IPL News: રોયલ્સના એક માલિકે મને કહ્યું, 'રોસ, અમે તમને શૂન્ય પર આઉટ થવા માટે મિલિયન ડોલર ચૂકવ્યા નથી' અને મારા ચહેરા પર ત્રણ-ચાર વાર થપ્પડ મારી.
IPL: ન્યૂઝીલેન્ડના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન રોસ ટેલરે પોતાની આત્મકથામાં વધુ એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. "બ્લેક એન્ડ વ્હાઇટ" નામના પુસ્તકમાં ટેલરે આઈપીએલમાં તેની સાથે બનેલી એક અપ્રિય ઘટના વિશે વાત કરી હતી. તેણે તેના પુસ્તકમાં લખ્યું છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝી સાથેના કાર્યકાળ દરમિયાન રાજસ્થાન રોયલ્સના એક માલિકે તેને મોઢા પર થપ્પડ મારી હતી. કારણ કે તે પંજાબ કિંગ્સ (કિંગ્સ ઇલેવન પંજાબ) સામેની મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો. જો કે તેણે એ પણ કહ્યું કે થપ્પડ જોરથી મારવામાં આવી ન હતી, પરંતુ તેને મજાક જેવું લાગ્યું નહીં.
તેણે લખ્યું,"જ્યારે તમને આ પ્રકારના પૈસા મળે છે, ત્યારે તમે સાબિત કરવા માટે તલપાપડ થાઓ છો કે તમે તેના મૂલ્યના છો અને જે લોકો તમને આ પ્રકારના પૈસા ચૂકવી રહ્યા છે તેમની તમાપી પાસે ઘણી અપેક્ષાઓ છે. આ પ્રોફેશનલ રમત છે અને તેનું વળતર મળે તેમ ઈચ્છીએ છીએ.
મોહાલીમાં રાજસ્થાન રોયલ્સ વિ કિંગ્સ ઇલેવન પંજાબ મેચ-
રોસ ટેલરે લખ્યું, “195 રનનો પીછો કરતા હું શૂન્ય પર આઉટ થઈ ગયો અને અમે લક્ષ્યની નજીક પણ ન પહોંચી શક્યા. આ પછી ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને ટીમ મેનેજમેન્ટ હોટલના ટોપ ફ્લોર પરના બારમાં હતા. વોર્નીની સાથે લિઝ હર્લી પણ હતી. રોયલ્સના એક માલિકે મને કહ્યું, 'રોસ, અમે તમને શૂન્ય પર આઉટ થવા માટે મિલિયન ડોલર ચૂકવ્યા નથી' અને મારા ચહેરા પર ત્રણ-ચાર વાર થપ્પડ મારી.
તેણે આગળ લખ્યું, "તે હસી રહ્યો હતો. જો કે તેણે જોરથી થપ્પડ મારી ન હતી. પરંતુ મેં તેને મજાક હોવાનું પણ નહોતું માન્યું. સંજોગો પ્રમાણે હું તેની સાથે કોઈ મુદ્દો બનાવવાનો ન હતો, પરંતુ હું કરી શક્યો નહીં. કલ્પના કરો કે તે પ્રોફેશનલ છે આ રમત વાતાવરણમાં થઈ રહી છે.
'Rajasthan Royals owner slapped me 3-4 times': Former New Zealand batter Ross Taylor
— ANI Digital (@ani_digital) August 14, 2022
Read @ANI Story | https://t.co/hEZwSog6Vb#RajasthanRoyals #RossTaylor #IPL #Cricket pic.twitter.com/07sXUyQC87