RR vs RCB: હર્ષલની બોલિંગ પર રિયાન પરાગે તોફાની બેટિંગ કર્યા બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી, જુઓ વીડિયો
ટોસ જીતીને બેંગ્લોરના કેપ્ટન ડુપ્લેસીસે પહેલાં બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ત્યારબાદ પહેલાં બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરુઆત ખરાબ રહી હતી.
IPL 2022 ની 39મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીતીને બેંગ્લોરના કેપ્ટન ડુપ્લેસીસે પહેલાં બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ત્યારબાદ પહેલાં બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરુઆત ખરાબ રહી હતી. જો કે, યુવા ઓલરાઉન્ડર રિયાન પરાગની (અણનમ 56) ની શાનદાર ઇનિંગ્સની મદદથી રાજસ્થાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. રિયાન પરાગે છેલ્લી ઓવરમાં હર્ષલ પટેલની બોલિંગ પર 1 ફોર અને 2 સિક્સર ફટકારીને કુલ 18 રન ફટકાર્યા હતા.
ઇનિંગ્સના છેલ્લા બોલે ડીપ મિડવિકેટ પર મોટી સિક્સ ફટકારીને રિયાન પરાગ જ્યારે પેવેલિયન પરત ફરી રહ્યો હતો ત્યારે બોલર હર્ષલ પટેલ તેની પાસે કંઈક કહેતો દેખાયો હતો. આ પછી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જો કે, કેટલાક સાથી ખેલાડીઓ વચ્ચે આવી જતાં આ બોલાચાલી બાદ મામલો શાંત થયો હતો. જો કે, બ્રોડકાસ્ટરે તરત જ બ્રેક લીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં રિયાન પરાગ અને હર્ષલ પટેલ વચ્ચેની ચકમકનો અંદાજ દર્શકોને સમજાઈ ગયો હતો. આ બોલાચાલીનો વીડિયો અને ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
Riyan Parag v/s Harshal Patel fight full gaali galoch pic.twitter.com/5StAYO805p
— Piña Colada (@shekhariyat) April 26, 2022
Looks like Harshal Patel couldn't digest some hitting from a 20 year Old 🍿
— AA (@TheUpperCut_) April 26, 2022
pic.twitter.com/zQ6chQKRB4
Harshal patel and riyan parag fight from stadium#riyanparag #harshalpatel #ipl #RRVSRCB #rcbvsrr #pune pic.twitter.com/2ICjMqO84O
— Jayesh #Rinku Stan acc (@Jayesh_2009) April 26, 2022
મેચમાં બેંગ્લોર તરફથી મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ અને વાનિન્દુ હસરંગાએ બે-બે વિકેટ લીધી હતી. આ સાથે જ હર્ષલ પટેલે એક વિકેટ લીધી હતી. અગાઉ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને પાવરપ્લેમાં ત્રણ વિકેટ ગુમાવીને 43 રન બનાવ્યા હતા. દરમિયાન, દેવદત્ત પડિકલ (7), રવિચંદ્રન અશ્વિન (17) અને જોસ બટલર (8) જલ્દી પેવેલિયન પરત ફર્યા હતા. આ દરમિયાન રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને થોડી બાઉન્ડ્રીઓ મારી હતી. પરંતુ 9.3 ઓવરમાં કેપ્ટન સેમસન (27) હસરાંગાના બોલ પર બોલ્ડ થયો હતો. જેના કારણે રાજસ્થાનને 68 રન પર ચોથો ઝટકો લાગ્યો હતો.