શોધખોળ કરો

India Medal Tally, Olympic 2020: બજરંગ પૂનિયા બ્રોન્ઝ મેડલ માટે રમશે, ભારતને અત્યાર સુધી મળ્યા પાંચ મેડલ

India Medal Tally Standings, Tokyo Olympic 2020: ટોક્યો ઓલિમ્પિકનો આજે 15મો દિવસ છે. ટોક્યો ઓલિમ્પિકમાં  ભારતના ખાતામાં અત્યાર સુધીમાં  5 મેડલ આવ્યા છે.

India Medal Tally Standings, Tokyo Olympic 2020: ટોક્યો ઓલિમ્પિકનો આજે 15મો દિવસ છે. ટોક્યો ઓલિમ્પિકમાં  ભારતના ખાતામાં અત્યાર સુધીમાં  5 મેડલ આવ્યા છે. જેમાં બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત મેડલ ટેલીમાં 66માં ક્રમે છે. અમેરિકા 31 ગોલ્ડ, 36 સિલ્વર અને 31 બ્રોન્ઝ એમ 98  મેડલ સાથે પ્રથમ ક્રમે છે. તો ચીન 36 ગોલ્ડ, 26 સિલ્વર અને 17 બ્રોન્ઝ મળી કુલ 79 મેડલ સાથે બીજા ક્રમે છે.   જાપાન 24 ગોલ્ડ, 11 સિલ્વર અને 16 બ્રોન્ઝ એમ મળી કુલ 51 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.

બજરંગ પુનિયાની સેમી ફાઇનલમાં હાર

ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાની સેમી ફાઇનલમાં હાર થઈ છે. હવે પુનિયાને બ્રોન્ઝ માટે રમવું પડશે. 65 કિલોગ્રામ વર્ગની ફ્રી સ્ટાઇલ સેમિફાઇનલમાં અઝરબેઝાનના હાજી આલિએવ સામે પુનિયાનો 5-12થી પરાજય થયો હતો. અગાઉ બજરંગ પૂનિયાની ક્વાર્ટર ફાઈનલમાં જીત થઈ હતી. બજરંગ પૂનિયાએ ક્વાર્ટર ફાઈનલમાં ઇરાનના ખેલાડીને હરાવ્યો છે. હવે પુનિયાની જાપાનના ખેલાડી સાથે ફાઇનલમાં ટક્કર થશે. જાપાનના ટુકોટો ઓટોગુરુએ રશિયાના ખેલાડીને સેમિફાઇનલમાં હરાવ્યો હતો. 

ભારતીય મહિલા હોકી ટીમની હાર

ભારતીય મહિલા હોકી ટીમની બ્રિટેન સામે હાર થઈ છે. બ્રોન્ઝ મેડલ માટે રમાયેલી મેચમાં ભારતની 4-3થી હાર થઈ છે. આ સાથે જ ભારતના બ્રોન્ઝ મેડલ જીતવાની આશા પર પાણી ફરી વળ્યું છે.

પ્રથમ બે ક્વાર્ટરમાં ભારતની નબળી શરૂઆત રહી હતી. ભારતીય મહિલા હોકી ટીમ 0-2થી પાછળ ચાલી રહી હતી. જોકે બાદમાં ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર વાપસી કરી હતી અને ત્રણ ગોલ ફટકારીને ટીમ 3-2થી લીડ મેળવી લીધી હતી. જોકે બાદમાં ફરીથી બ્રિટેને ગેમમાં વાપસી કરી હતી અને એક ગોલ ફટકારીને 3-3થી મેચ બરાબરી પર લાવી દીધી હતી. જોકે બાદમાં ચોથા ક્વાર્ટરમાં ફરી બ્રિટને વાપસી કરી હતી અને વધુ એક ગોલ ફટકારીની બ્રિટેને 4-3થી લીડ મેળવી લીધી હતી.

આ પહેલા મહિલા હોકી ટીમનો સેમી ફાઇનલમાં પરાજય થયો હતો. આર્જેન્ટિના સામે ભારતનો 2-1થી પરાજય થયો હતો. બાદમાં આજે બ્રિટેન સામે બ્રોન્ઝ મેડલ માટે મેચમાં રમવા ટીમ ઉતરી હતી.

ભારતીય મહિલા હોકી ટીમે આર્જિન્ટિના સામેની સેમી ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વર્લ્ડ નંબર ટુ આર્જેન્ટિના સામેની સેમી ફાઈનલ મેચમાં ભારત વતી ગુરજિત કૌરે બીજી જ મિનિટે પહેલો ગોલ ફટકારીને ભારતને શાનદાર શરૂઆત કરાવી હતી. જોકે, આ પછી આર્જેન્ટિનાએ સારી રમત બતાવીને 2 ગોલ કર્યા હતા. અને અંતે સેમી ફાઈનલમાં ભારતીય મહિલા હોકી ટીમની 2-1થી હાર થઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત
Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત
Embed widget