Hu to Bolish | હું તો બોલીશ | બાળકોનો જીવ કેમ મૂકો છો જોખમમાં?
CCTVના આ દ્રશ્યો છે વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી તુલસી શ્યામ સોસાયટીના....ધ્યાનથી જુઓ CCTVના આ દ્રશ્યોને...સોસાયટીની શેરીમાંથી પસાર થઈ સ્કૂલવાન...અચાનક સ્કૂલવાનમાંથી પટકાઈ 2 વિદ્યાર્થિની...વિદ્યાર્થિનીઓ પટકાતા મદદે દોડી આવ્યા આસપાસના લોકો...અચાનક સ્કૂલવાનનો દરવાજો ખુલી જતા બે વિદ્યાર્થિની જમીન પર પડાકાઈ....તાત્કાલિક આસપાસ ઉભેલા લોકો દોડી આવ્યા...બંને વિદ્યાર્થીને સારવાર માટે ખસેડી...વીડિયો વાયરલ થતા ટ્રાફિલ પોલીસ અને RTO પ્રશાસન દોડતું થયું....સ્કૂલવાનના ડ્રાઈવર પ્રતીક પઢિયારની ધરપકડ કરાઈ....પ્રતીક પાસે GJ 06 PF 4237 નંબરની સ્કૂલ વાનનું પાર્સિંગ ન હતું...તો, સ્કૂલવાનના માલિક જિજ્ઞેશ જોશીની પણ પોલીસે અટકાયત કરી...જ્યારે સ્કૂલવાન ટેક્સી પાસિંગ ન હોવાથી પોલીસે જપ્ત કરી...સ્કૂલવાનમાં સવાર બાળકો મકરપુરાની ન્યૂ એરા ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં ભણતા હતા....સ્કૂલના સુપરવાઈઝરે માગ કરી કે, બેદરકારીપૂર્વક સ્કૂલવાન ચલાવનારા સામે કાર્યવાહી થવી જોઈએ.
સુરેન્દ્રનગરમાં પ્રશાસનની બેદરકારી...યોગ દિવસને લઈને જવાહર ગ્રાઉન્ડમાં કાર્યક્રમ યોજાયો..જેમાં ભાગ લેવા માટે આસપાસની શાળાના વિદ્યાર્થીઓને લાવવા અને લઈ જવા આઈસર ટ્રકનો ઉપયોગ કરાયો..વાયરલ વીડિયોમાં વિદ્યાર્થીઓ જોખમી રીતે મુસાફરી કરતા જોવા મળ્યા..વીડિયો વાયરલ થતા શિક્ષણ વિભાગના અધિકારીઓ દોડતા થયા...જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ.ઓઝાએ તપાસના આદેશ આપ્યા..