Banaskantha News । પાલનપુર નજીક આવેલા એગોલા ગામને જોડતા રસ્તાની હાલત બિસ્માર
Banaskantha News । પાલનપુર નજીક આવેલા એગોલા ગામને જોડતા રસ્તાની હાલત બિસ્માર
Banaskantha News । પાલનપુર નજીક આવેલા એગોલા ગામને જોડતા રસ્તાની હાલત બિસ્માર, પાલનપુર નજીક આવેલા એગોલા ગામ ને જોડ તો માર્ગ બિસ્માર હાલત માં જોવા મળી રહ્યો છે .જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે.. સાત વર્ષ પહેલા બનાવેલા માર્ગ ઉપર હાલ થીગડા મારીને તંત્ર રાહત અનુભવી રહ્યું છે જોકે સ્થાનિક લોકો અનેક વાર રોડની માગણી કરી ચૂક્યા છે પરંતુ તંત્ર દ્વારા નવીન રોડ બનાવવામાં આવતો નથી જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે..
સરકાર દ્વારા અનેક નવા રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે જો કે બનાસકાંઠામાં હજુ પણ ગામડાઓ ને જોડતા રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. અને જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે પાલનપુર થી અનેક ગામડાઓ ને જોડતા રોડ ઉપર ખાડા પડી ગયા છે.. કપચી અને કાંકરી બહાર નીકળી ગઈ છે અને તેને લઈને અનેકવાર આ વિસ્તારના ગ્રામજનોએ તંત્ર ને રજૂઆતો કરવા છતાં હજુ સુધી કામગીરી કરવામાં આવતી નથી અને જેના કારણે આ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો વિદ્યાર્થીઓ અને રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે..