Gold-Silver Price: ગ્લોબલ માર્કેટમાં ભાવ વધતા સોના-ચાંદીના ભાવમાં ધરખમ વધારો
Gold-Silver Price: ગ્લોબલ માર્કેટમાં ભાવ વધતા સોના-ચાંદીના ભાવમાં ધરખમ વધારો
સોના-ચાંદીના ભાવમાં તેજી યથાવત. પ્રતિ કિલો ચાંદીના ભાવમાં 4 હજારનો વધારો. 10 ગ્રામ સોનાના ભાવ રુપિયા 400 વધીને 75 હજાર 900.
ગ્લોબલ માર્કેટમાં ભાવ વધતા સોના-ચાંદીના ભાવમાં ધરખમ વધારો થયો છે. શનિવારે અમદાવાદમાં સોના ચાંદીના બજારમાં ચાંદીના ભાવમાં ચાર હજારથી વધુનો વધારો નોંધાયને 90 હજારની વિક્રમી સપાટીએ પહોંચી ગયો છે. જ્યારે મુંબઈ બુલિયન માર્કેટમાં ચાંદીનો એક કિલોનોભાવ 90 હજાર 800ની સપાટીએ પહોંચ્યો હતો.આમ વિશ્વ બજારમાં ચાંદીના એક કિલોનાભાવમાં એક જ દિવસમાં ચાર હજારનો ઉછાળો થયો છે. અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ 10 ગ્રામનાવધુ 400 વધીને 75 હજાર 900એ પહોંચી ગયા. વિશ્વ બજારમા પણ કોપરના ભાવ ઉછળી બેવર્ષની ટોચે પહોંચ્યા છે. જ્યારે પ્લેટિનમ અને પેલેડિયમના ભાવમાં પણ તેજી જોવ મળી છે.