શોધખોળ કરો
Advertisement
Surat Stone Pelting |સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં, 27 તોફાની તત્વોની ધરપકડ
Surat Stone Pelting | સુરતમાં મોડી રાત્રે થયેલા તોફાન બાદ હાલમાં સ્થિતિ અંકુશમાં આવી ગઇ છે. મળતી જાણકારી અનુસાર, રવિવારે મોડી સાંજે સુરતમાં સૈયદપુરા વિસ્તારના ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારા બાદ સ્થિતિ વણસી હતી. રાતભર પોલીસે કરેલા પ્રયાસથી સુરતના તમામ વિસ્તારોમાં શાંતિ છે. ત્રણ સગીરોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યાનો આરોપ લાગ્યો હતો. પથ્થરમારા બાદ ગુસ્સે થયેલા લોકોએ સૈયદપુરા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. સતત એક કલાક સુધી ગણેશ ભક્તોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સુરત પોલીસે પાંચ પથ્થરબાજો સહિત 27 અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં આવી છે.
કેટલાક લોકોએ વાહનોમાં તોડફોડ કરી આગજનીનો પણ પ્રયાસ કર્યો હતો. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચના અને સતર્કતા સાથે પોલીસે સ્થિતિ સંભાળી હતી. શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પણ નિર્દેશ આપ્યા હતા. 1 હજાર જેટલા પોલીસ કર્મચારીઓએ સૈયદપુરા સહિતના વિસ્તારોમાં રાતભર કોમ્બિંગ કર્યું હતું. પથ્થરબાજો ધરપકડથી બચવા માટે દરવાજો લોક કરીને ઘરમાં છૂપાયા હતા. પોલીસે ઘરના તાળા તોડીને તોફાનીઓની અટકાયત કરી હતી. સ્થિતિ અંકુશમાં આવ્યા બાદ રાત્રિના બે વાગ્યે હર્ષ સંઘવી ગણેશ પંડાલ પર પહોંચ્યા હતા. હર્ષ સંઘવી, સુરતના મેયર અને પોલીસ કમિશનરે મોડી રાત્રે આરતી કરી હતી.
સુરત
Surat: લ્યો બોલો.. હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોર
Surat Traffic Police: સુરતમાં ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી, નો પાર્કિંગમાંથી પોલીસનું ટુ વ્હીલર ટોઈંગ કર્યું
Khyati Hospital Scam: ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ PMJAY યોજનામાંથી સુરતની સનસાઈન હોસ્પિટલને કરાઈ સસ્પેન્ડ
Surat news: સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયું
Surat Murder Case: સુરતના ચોકબજારમાં પારસ સોસાયટીમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દુનિયા
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion