શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Cotton Production: ગુજરાત સહિતના આ રાજ્યોમાં ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન ઘટવાનો અંદાજ, જાણો શું છે કારણ

સિઝન દરમિયાન કપાસનું ઉત્પાદન તેલંગાણામાં 2 લાખ ગાંસડી, ગુજરાત અને કર્ણાટકમાં એક-એક લાખ ગાંસડી અને આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં 50,000 ગાંસડી ઘટવાની ધારણા છે

Cotton Production Decline: દેશના ઘણા કપાસ ઉત્પાદક રાજ્યોમાં પાકની અછતને કારણે આ વર્ષે કપાસનું ઉત્પાદન અગાઉના અંદાજ કરતા ઓછું થઈ શકે છે. કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (CAI) એ આ વર્ષ માટે કપાસ ઉત્પાદન અંદાજમાં ઘટાડો કર્યો છે. સપ્ટેમ્બરમાં પૂરા થતા ચાલુ પાક વર્ષ માટે કપાસના ઉત્પાદનનો અંદાજ 5 લાખ ગાંસડીથી ઘટીને 343.13 લાખ ગાંસડી થયો છે જે મુખ્યત્વે તેલંગાણામાં ઓછા અંદાજિત ઉત્પાદનને કારણે છે. કપાસના પાકનું વર્ષ ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધી ચાલુ રહે છે. ગત સિઝનમાં કપાસનું કુલ ઉત્પાદન 353 લાખ ગાંસડી હતું. આ સાથે યુનિયનનું અનુમાન છે કે આ સમયગાળા દરમિયાન સ્થાનિક વપરાશમાં પણ અગાઉના અંદાજની સરખામણીમાં ઘટાડો જોવા મળી શકે છે.

ગુજરાતમાં કેટલું ઘટી શકે છે ઉત્પાદન

CAI અનુસાર તાજેતરનો અંદાજ અગાઉના અંદાજની સરખામણીમાં 5 લાખ ગાંસડીનો ઘટાડો દર્શાવે છે. સિઝન દરમિયાન કપાસનું ઉત્પાદન તેલંગાણામાં 2 લાખ ગાંસડી, ગુજરાત અને કર્ણાટકમાં એક-એક લાખ ગાંસડી અને આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં 50,000 ગાંસડી ઘટવાની ધારણા છે. CAI એ ઓક્ટોબર 2021 થી જાન્યુઆરી 2022 સુધીના ચાર મહિનામાં કપાસના કુલ પુરવઠાનો અંદાજ 272.20 લાખ ગાંસડીનો છે. જેમાં સિઝનની શરૂઆતમાં 192.20 લાખ ગાંસડીની આવક, 5 લાખ ગાંસડીની આયાત અને 75 લાખ ગાંસડીનો ઓપનિંગ સ્ટોક સામેલ છે. ઑક્ટોબર 2021 થી જાન્યુઆરી 2022 સુધીમાં કપાસનો અંદાજિત વપરાશ 114 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે, જ્યારે 31 જાન્યુઆરી, 2022 સુધી નિકાસ 2.5 મિલિયન ગાંસડી રહેવાનો અંદાજ છે.  CAI દ્વારા અંદાજિત સ્થાનિક વપરાશ તેના અગાઉના 345 લાખ ગાંસડીના અંદાજથી ઘટીને 340 લાખ ગાંસડી થઈ ગયો છે.

કપાસનું ઉત્પાદન ઘટશે તો કોને પડશે મુશ્કેલી

હાલ કપાસના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. વર્ષની શરૂઆતમાં કપાસના ભાવમાં 80 ટકા સુધીનો વધારો થયો હતો. ગયા મહિને જ ઇન્ડસ્ટ્રી એસોસિએશને કપાસની નિકાસ પર નિયંત્રણ, કપાસની આયાત પરની 10 ટકા ડ્યુટી દૂર કરવા અને કપાસ અને અન્ય કાચા માલના ભાવને નિયંત્રિત કરવા માટેની પદ્ધતિ સૂચવી હતી. ઉદ્યોગના મતે, કપાસના ભાવમાં તીવ્ર વધારો ગારમેન્ટ ઉત્પાદકો અને નિકાસકારો માટે મોટો પડકાર છે અને તેઓ તેમના ઓર્ડર ગુમાવી રહ્યા છે. આવી સ્થિતિમાં જો આ વર્ષે પણ કપાસનું ઉત્પાદન ઘટશે તો નિકાસકારો માટે મુશ્કેલી વધી જશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં NDAની સુનામી, ઝારખંડમાં JMM રિપીટ, અમિત શાહે ફડણવીસને આપ્યા અભિનંદન

Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન

Maharashtra Election 2024: આ રણનીતિએ મહારાષ્ટ્રમાં ભાજપને અપાવી પ્રચંડ જીત, આ પાંચ મોટા રહ્યા કારણો

Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 

ABP Premium

વિડિઓઝ

Maharashtra: ભાજપ સરકારે શપથ વિધીનું કરી લીધુ પ્લાનિંગ?, જાણો ક્યારે યોજાશે શપથવિધી?Maharashtra Election Result 2024 : દેવેન્દ્રસિંહ ફડણવીશ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ?Election News  2024: મતદારોને રોકવા સરકાર બેરિકેડિંગ લગાવે, પોલીસ રિવોલ્વર રાખે| CongressVav By Election Result 2024 : 10 હજારથી વધુ લીડથી કોંગ્રેસ વટથી જીતશે | ઠાકરશી રબારીનો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં NDAની સુનામી, ઝારખંડમાં JMM રિપીટ, અમિત શાહે ફડણવીસને આપ્યા અભિનંદન
Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં NDAની સુનામી, ઝારખંડમાં JMM રિપીટ, અમિત શાહે ફડણવીસને આપ્યા અભિનંદન
Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન
Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન
Maharashtra Election 2024: આ રણનીતિએ મહારાષ્ટ્રમાં ભાજપને અપાવી પ્રચંડ જીત, આ પાંચ મોટા રહ્યા કારણો
Maharashtra Election 2024: આ રણનીતિએ મહારાષ્ટ્રમાં ભાજપને અપાવી પ્રચંડ જીત, આ પાંચ મોટા રહ્યા કારણો
Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 
Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 
Jharkhand Election Result: ઝારખંડમાં હેમંત સોરને 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ પાંચ કારણોસર પાછળ રહી BJP

Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ

Maharashtra: મુખ્યમંત્રીની ખુરશી માટે લડાઈ શરૂ, પોસ્ટરો લાગ્યા,જાણો ફડણવીસ,અજિત પવાર,શિંદેની સીટનું પરિણામ

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન મોટી જીત તરફ, કોણ બનશે આગામી મુખ્યમંત્રી?

Embed widget