હાર્દિકે એ પણ કબૂલ્યું કે તેને સૂરત જેલમાં હતો ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી પોતાના પક્ષમાં જોડાવાની ઓફર આવી હતી પણ પોતે નેતા નહીં પણ સામાજિક કાર્યકર છે અને તેને રાજકારણ પણ પસંદ નથી તેથી કોઈ પક્ષમાં જોડાવાનો સવાલ પેદા થતો નથી.
2/5
હાર્દિકે ઉમેર્યું કે સૂરત જેલમાંથી બહાર નિકળતી વખતે મારે ગુજરાતની બહારનું કોઇ સરનામુ સત્તાવાળાને આપવાનું હતું કે જેથી જરૂર પડે મારો સંપર્ક કરી શકાય. એ કારણસર મેં ડાંગી સમાજના પુષ્કર લાલ ડાંગીનું સરનામુ આપ્યું હતું પણ તેનો અર્થ એ નથી કે હું છ મહિના સુધી આ જ ઘરમાં રહેવા માટે બંધાયેલો છું.
3/5
હાર્દિકે એક ટોચના અખબારને આપેલી મુલાકાતમાં કહ્યું કે પોતે આતંકવાદી નથી પણ સમાજિક નેતા છે. ઉદયપુરના આઇજી આનંદ શ્રીવાસ્તવ અને એસપી રાજેન્દ્ર ગોયલ જામીનની શરતોને ખોટી રીતે સમજ્યા છે તેથી ઉદયપુર પોલીસ મને રોકવાનો ખોટો પ્રયાસ કરી રહી છે.
4/5
ઉદયપુરઃ રાજસ્થાનની ભાજપ સરકારે જેલમાંથી મુક્ત થયેલા પાટીદાર આગેવાન હાર્દિક પટેલને નજરકેદ કરી દીધો છે ત્યારે હાર્દિકે ફૂંફાડો માર્યો છે કે તે ગુજરાત સિવાય દેશના કોઇપણ રાજ્યમાં જવા માટે સ્વતંત્ર છે અને તેના માટે તેને કોઈ પણ સરકારની મંજૂરી લેવાની જરૂર નથી.
5/5
હાર્દિકે એમ પણ જણાવ્યું કે ઉદયપુર આવ્યા પછી હું જે મકાનમાં છું તે પોલીસની નજરમાં છે પણ અહીં આઝાદી છે, કોઇ પ્રકારની રોકટોક નથી. મને મળવા આવતા લોકોની પૂછપરછ પોલીસ કરે છે કેમ કે પોલીસ પર ભાજપ સરકારનું દબાણ છે. પોલીસ તેનું કામ કરી રહી છે તો તેમને તેમનું કામ કરવા દો.