શોધખોળ કરો

Mehsana : બાળકીની હત્યામાં ચોંકાવનારો ખુલાસોઃ હત્યારાનું નામ અને હત્યાનું કારણ જાણી વરસાવસો ફીટકાર

મહેસાણા લિંક રોડ પર બાળકીની હત્યા કરેલ લાશ મળવાનો મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે તપાસ દરમિયાન બાળકીની માતાની ધરપકડ કરી છે. બાળકીની હત્યા  તેની જ માતાએ કરી હોવાનું સામે આવ્યુ છે.

મહેસાણાઃ મહેસાણા લિંક રોડ પર બાળકીની હત્યા કરેલ લાશ મળવાનો મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે તપાસ દરમિયાન બાળકીની માતાની ધરપકડ કરી છે. બાળકીની હત્યા  તેની જ માતાએ કરી હોવાનું સામે આવ્યુ છે.  માતાને અન્ય પુરુષ સાથે લગ્ન કરવા હોવાથી બાળકી અડચલ રૂપ બનતા બાળકીને ગળે ટૂંપો આપી હત્યા કરી નાંખી હતી. સમગ્ર મામલે પોલીસે બાળકીની માતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા જિલ્લામાં ફરી એકવાર માતા બની પોતાના સંતાનની હત્યારી.

ગાંધીનગર લીંક રોડ ઉપર ગોકુલધામ ફેલટ સામે બાળકીની હત્યા કરી નાંખવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. સાડા ત્રણ વર્ષીય બાળકીની હત્યા કરી નાંખવામાં આવી છે. નજીકમાં ઝુંપડામાં રહેતા મજૂરની દીકરીની હત્યા કરવામાં આવી છે. રાત્રે 3 વાગે ગુમ થયા બાદ સવારે  મૃતદેહ મળ્યો. ગળે ફાંસો આપી હત્યા કરાઈ હોવાનું એફએસએલનું કહેવું છે. બાળકીના ગળામાં દુપટ્ટો વીંટાયેલો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતો. 

મહેસાણા પોલીસ એ ડીવીઝન અત્યારે તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, અઢી વર્ષીય બાળકીની લાશ મળી આવી છે. આ બનાવ કઈ રીતે બન્યો છે, તેની તપાસમાં અમારી ટીમ લાગેલી છે. એફએસલના મત મુજબ, ગળે ટૂંપો આપીને બાળકીની હત્યા નીપજાવવામાં આવી છે. હવે એના પાછળનું કારણ શું છે અને શા માટે આ બાળકીની હત્યા કરવામાં આવી છે, તે દિશામાં તપાસ ચાલી રહી છે. તમામ એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે.

Vadodara : સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવક યુપી ભગાડી ગયો ને કરી લીધા લગ્ન, 17 વર્ષે બની ગઈ માતા ને પછી......

વડોદરાઃ શહેરમાં ફ્રૂટની લારી ચલાવતા યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરી લીધાનું અને અત્યારે સગીરાના 5 માસનો બાળક પણ હોવાનું સામે આવ્યું છે. બે વર્ષથથી સગીરાના અપહરણ કેસમાં ભાગતાં ફરતા આરોપીને વડોદરાની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા પકડી લેવામાં આવ્યો છે. વર્ષ 2020માં યુવક વડોદરામાં ફ્રૂટની લારી ચલાવતો હતો. આ સમયે તેણે 16 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. 

તેમજ યુવતી પ્રેમજાળમાં ફસાઇ જતાં તેને લઈને પોતાના વતન યુપીના કનૌજ ભગાડી ગયો હતો. સગીર દીકરીને યુવક ભગાડી જતાં પિતાએ વડોદરાના હરણી પોલીસ સ્ટેશનમાં પુત્રીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં પોલીસે બાતમીને આધારે યુવકને ઉત્તર પ્રદેશથી ઝડપી લીધો છે. તેની સાથે સગીરા પણ મળી આવી છે. હજુ પણ સગીરાની ઉંમર 17 વર્ષ 6 માસ જ છે. 

વડોદરાની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઇ એન.ડી સોલંકીએ મીડિયાને માહિતી આપી હતી કે, આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે સગીરા સાથે તેણે લગ્ન કરી લીધા છે અને તેને પાંચ મહિનાનું બાળક પણ છે. સગીરાને પ્રેમજાળમાં ફસાવવામાં આવી ત્યારે તે 16 વર્ષની હતી અને હાલ સગીરા એક બાળકની માતા છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar News: પોરબંદરના ફટાણા ગામમાં ચકચારી ઘટના, પત્નીની હત્યા કરી પતિએ આત્મહત્યા કર્યાની આશંકાBhavnagar Ragging Case: ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગ! જુનિયરનું અપહરણ કરી આખી રાત માર્યા!Surat News: સુરતના અમરોલીમાં સામૂહિક આત્મહત્યાથી ચકચારPM Modi Full Speech In Navsari : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, મહિલાઓને આપી મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન કોણ? આ ગુજરાતી ખેલાડી સહિત બે નામ રેસમાં સૌથી આગળ
રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન કોણ? આ ગુજરાતી ખેલાડી સહિત બે નામ રેસમાં સૌથી આગળ
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન,  લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Embed widget