શોધખોળ કરો

World Health Day 2024: એવરયંગ રહેવા માટે રૂટીનમાં આ એક એક્ટિવિટીને કરી જુઓ સામેલ, સ્કિન પર આવશે નેચરલ ગ્લો

 વૃદ્ધાવસ્થાને રોકવી એ આપણા હાથમાં નથી, પરંતુ તેના લક્ષણોને ઓછા કરવા ચોક્કસ આપણા હાથમાં છે. જાણીએ કેવી રીતે

World Health Day 2024: 7  એપ્રિલે વર્લ્ડ હેલ્થ ડે ઉજવવામાં આવે છે. જેનો હેતુ લોકોને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે. WHO એ આ વર્ષે વર્લ્ડ હેલ્થ ડેની થીમ માય હેલ્થ માય રાઈટ રાખી છે. જીવનશૈલીમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારોની મદદથી, તમે ન માત્ર સ્વસ્થ રહી શકો છો પરંતુ વૃદ્ધત્વને પણ નિયંત્રણમાં રાખી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે.

 વૃદ્ધાવસ્થાને રોકવી એ આપણા હાથમાં નથી, પરંતુ તેના લક્ષણોને ઓછા કરવા ચોક્કસ આપણા હાથમાં છે. પૂરતી ઊંઘ, સંતુલિત આહાર, તણાવ અને કસરત.આ 4 મૂળભૂત બાબતો છે, જેની મદદથી તમે વૃદ્ધત્વને સરળતાથી નિયંત્રિત કરી શકો છો. જો કે વર્કઆઉટને લઈને ઘણી મૂંઝવણ છે કે, કઈ કસરત કરવી જોઈએ, જેનાથી ઈજા થવાની શક્યતા ઓછી થશે અને ફાયદો પણ થશે, તો આજે આપણે આવા જ કેટલાક વર્કઆઉટ વિશે જાણીશું.

 નિષ્ણાતો માને છે કે યોગ લાંબા સમય સુધી યુવાન દેખાવામાં મદદ કરે છે. આવા આસન જેમાં પગ માથાની ઉપરથી નીચેની તરફ હોય, આવા આસન ચહેરા તરફ રક્ત પરિભ્રમણ વધારે છે, જેનાથી કરચલીઓ ઓછી થાય છે. આ સિવાય અમુક પ્રકારના ફેશિયલ યોગ પણ વધતી ઉંમરની અસરને ઘટાડવામાં અસરકારક છે.

 સ્વસ્થ અને યુવાન ત્વચા માટે કાર્ડિયો કરવું ખૂબ જ સારું છે. સ્વિમિંગ, સાઇકલિંગ અને ડાન્સિંગ એ શ્રેષ્ઠ કાર્ડિયો વર્કઆઉટ્સમાંનું એક છે. આ કુદરતી મૂડ બૂસ્ટર હોર્મોન એન્ડોર્ફિનને મુક્ત કરે છે.

 સંશોધનમાં જાણવા મળ્યું છે કે દરરોજ થોડાક કિલોમીટર ચાલવાથી ડિમેન્શિયા જેવી ખતરનાક બીમારી થવાની શક્યતા એક તૃતીયાંશ ઘટી જાય છે. ફિટ રહેવા માટે ચાલવું એ પણ એક સરળ વિકલ્પ છે, જે શરીરને લાંબા સમય સુધી યુવાન રાખે છે અને હૃદયને પણ સ્વસ્થ રાખે છે.

 સ્ક્વોટિંગ એ વૃદ્ધત્વને રોકવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આ વર્કઆઉટ કરવાથી સ્નાયુઓ મજબૂત અને ચુસ્ત રહે છે. જે લોકો કસરત નથી કરતા તેમના સ્નાયુઓ વધતી ઉંમર સાથે ઢીલા થવા લાગે છે, જેના કારણે ચહેરા અને શરીરને જોઈને ઉંમર જાણી શકાય છે.

 સ્નાયુઓ મજબૂત કરવા માટે  પુશઅપ્સ એ એક ઉત્તમ કસરત છે, જે તમામ ઉંમરના લોકો કરી શકે છે. જો તમે યોગ્ય પુશઅપ્સ કરી શકતા નથી, તો તમે તેને તમારા ઘૂંટણ વાળીને અથવા દિવાલના ટેકાથી કરી શકો છો. ઉંમરની અસરને પણ આ કસરતથી નિયંત્રિત કરી શકાય છે. આ ઉપરાંત સ્ટેમિના પણ વધે છે.

 સાયકલિંગ એ પણ શરીરને ફિટ રાખવા માટે એક મનોરંજક અને ફાયદાકારક પ્રવૃત્તિ છે. આમ કરવાથી તમે તમારા હાડકાં, સાંધા અને સ્નાયુઓને મજબૂત બનાવી શકો છો. જો તમે કોઈપણ પ્રકારનું વર્કઆઉટ કરી શકતા નથી, તો ફક્ત તમારા રૂટિનમાં સાયકલ ચલાવવાનો સમાવેશ કરો. આનાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે, હૃદય રોગનો ખતરો ઓછો થાય છે અને કમર નીચેની ચરબી ઓછી થાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Assembly Elections 2024 Live: મુકેશ અંબાણીએ મુંબઈમાં પરિવાર સાથે મતદાન કર્યું, જાણો 3 વાગ્યા સુધીમાં કેટલું થયું વોટિંગ
Assembly Elections 2024 Live: મુકેશ અંબાણીએ મુંબઈમાં પરિવાર સાથે મતદાન કર્યું, જાણો 3 વાગ્યા સુધીમાં કેટલું થયું વોટિંગ
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anand Crime: બોરસદમાં ચોરી કરવા આવેલા તસ્કરોએ ખાલી હાથે ભાગવું પડ્યું... Watch VideoDahod:આધાર અને રેશનકાર્ડ અપડેટ માટે દાહોદમાં લાગી લાંબી લાઈન| Abp AsmitaVadodara Crime: સતત બીજા દિવસે ઘર પર પથ્થર મારો અને ઝીંકાઈ સોડાની બોટલ | Abp AsmitaParag Shah:હિંદુઓ જાગી ગયા છે..મહારાષ્ટ્ર સરકાર તો મહાયુતિ જ બનાવી રહી છે..

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Assembly Elections 2024 Live: મુકેશ અંબાણીએ મુંબઈમાં પરિવાર સાથે મતદાન કર્યું, જાણો 3 વાગ્યા સુધીમાં કેટલું થયું વોટિંગ
Assembly Elections 2024 Live: મુકેશ અંબાણીએ મુંબઈમાં પરિવાર સાથે મતદાન કર્યું, જાણો 3 વાગ્યા સુધીમાં કેટલું થયું વોટિંગ
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
Grahan 2025: વર્ષ 2025માં ક્યારે થશે સૂર્ય અને ચંદ્રગ્રહણ, અહીં જાણો તારીખ અને સમય
Grahan 2025: વર્ષ 2025માં ક્યારે થશે સૂર્ય અને ચંદ્રગ્રહણ, અહીં જાણો તારીખ અને સમય
પેન્શનધારકોને લાઇફ સર્ટિફિકેટ માટે ધક્કા ખાવા નહી પડે, ઘરે બેઠા મળશે સુવિધા
પેન્શનધારકોને લાઇફ સર્ટિફિકેટ માટે ધક્કા ખાવા નહી પડે, ઘરે બેઠા મળશે સુવિધા
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Embed widget