(Source: ECI/ABP News/ABP Majha)
Winter tips: શિયાળામાં દૂધમાં ઘી નાખીને પીવાથી આ 5 બીમારીથી મળે છે છૂટકારો, અજમાવી જુઓ
શિયાળાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે અને અનેક પ્રકારની બીમારીઓ શરીરને પરેશાન કરવા લાગે છે. આ ઋતુમાં સાંધાનો દુખાવો, શરદી, ફ્લૂ, ઊંઘની સમસ્યા, ત્વચાની સમસ્યા અને શ્વાસની તકલીફ થઈ શકે છે.
Winter tips: શિયાળાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે અને અનેક પ્રકારની બીમારીઓ શરીરને પરેશાન કરવા લાગે છે. આ ઋતુમાં સાંધાનો દુખાવો, શરદી, ફ્લૂ, ઊંઘની સમસ્યા, ત્વચાની સમસ્યા અને શ્વાસની તકલીફ થઈ શકે છે. આવી સ્થિતિમાં જો ખાવા-પીવામાં ધ્યાન ન રાખવામાં આવે તો શરીરને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. પોષક તત્વોથી ભરપૂર દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ, રિબોફ્લેવિન, વિટામીન A, D, K, E, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયોડિન, ઘણા ખનિજો, ચરબી અને ઉર્જા પણ હોય છે, જે સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. ઘીમાં વિટામિન A, D, E હોય છે. શિયાળાના ઘીમાં વિટામિનનું પ્રમાણ વધે છે.
ઠંડા વાતાવરણમાં મોસમી રોગોથી બચવા માટે દૂધ સાથે ઘીનું સેવન કરો. જો તમે ઠંડીમાં ગરમ દૂધમાં એક ચમચી ઘી નાખીને પીશો તો શરીરને ઘણા ફાયદા થઈ શકે છે. દૂધમાં ઘીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે અને ઊંઘ સારી રહે છે. ચાલો જાણીએ કે રાત્રે દૂધમાં ઘી નાખીને પીવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.
સાંધાના દુખાવામાં રાહત
જો આપ શિયાળામાં સાંધાના દુખાવાથી પરેશાન રહેતા હો તો દૂધમાં ઘીનું સેવન કરો. દૂધ સાંધામાં બળતરા ઘટાડે છે અને સોજો ઘટાડે છે. આ દૂધનું સેવન કરવાથી હાડકા મજબૂત બને છે.
અનિંદ્વામાં કારગર
જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો દૂધમાં ઘી નાખીને તેનું સેવન કરો. સૂતા પહેલા એક કપ ગરમ દૂધમાં ઘી ભેળવીને પીવાથી મગજના જ્ઞાનતંતુઓ શાંત રહે છે અને તમે ખૂબ જ હળવાશ અનુભવો છો. ઘી તણાવ ઓછો કરે છે અને મૂડ સારો રાખે છે.
પાચનમાં સુધાર
દૂધમાં ઘી ભેળવીને પીવાથી શરીરની અંદર એન્ઝાઇમ બહાર આવે છે, જેનાથી પાચનક્રિયા સુધરે છે. આ ઉત્સેચકો પાચનક્રિયાને યોગ્ય રાખે છે અને પેટની સમસ્યાઓથી પણ છુટકારો અપાવે છે.
મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે
એક ગ્લાસ દૂધમાં ઘી પીવાથી મેટાબોલિઝમ વધે છે અને આપને ભૂખ ઓછી લાગે છે અને આપનું વજન નિયંત્રણમાં રહે છે.
સ્કિન ઇશ્ચરાઇઝ કરે છે
દૂધ સાથે ઘીનું સેવન કરવાથી ત્વચાને ઘણા ફાયદા થાય છે. ઘી અને દૂધ કુદરતી મોઇશ્ચરાઇઝર છે. જે ત્વચાને પોષણ આપે છે અને મોઇશ્ચરાઇ કરે છે. રોજ દૂધમાં ઘી ભેળવીને પીવાથી સ્કિન પર વૃદ્ધત્વની અસર ઓછી થાય છે અને સ્કિનની ડ્રાયનેસ દૂર થાય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )