શોધખોળ કરો

Health :મેંદાની બનેલી વાનગી ખાવાના શોખિન છો તો સાવધાન, શરીર પર થાય છે ગંભીર અસર, રિસર્ચમાં ખુલાસો

Maida Side Effects: પ્રોસેસિંગ દરમિયાન લોટમાંથી બ્રાન અને જર્મ્સ દૂર કરવામાં આવે છે. જેના કારણે તેમાં રહેલા વિટામીન, મિનરલ્સ અને ફાઈબર પણ નાશ પામે છે.

Maida Side Effectsઆજકાલ મોટી સંખ્યામાં લોકો નૂડલ્સ, પિઝા, સમોસા, નાન અને મોમોઝના રૂપમાં સફેદ લોટનું આડેધડ સેવન કરી રહ્યા છે. મોટાભાગે મેંદાના લોટથી જ સ્ટ્રીટ ફૂડ, જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ બને છે. મેંદો  એક રિફાઇન્ડ લોટ છે, જેને 'સફેદ ઝેર' કહેવું જરા પણ અતિશ્યોક્તિ ભર્યુ નથી.  જે લોકો ઝીણા લોટની બનેલી વસ્તુઓ ખાય છે તેઓ પણ જાણે છે કે તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. પરંતુ તેમ છતાં તેઓ તેને ખાય છે, કારણ કે તેમાંથી બનેલી ખાદ્ય વસ્તુઓ મસાલેદાર અને સ્વાદિષ્ટ હોય છે. એટલે કે, લોકો સ્વાદ ખાતર આરોગ્યને નેવે  મૂકી દે છે.  ચાલો જાણીએ કે સફેદ લોટ સ્વાસ્થ્ય માટે આટલો ખતરનાક કેમ માનવામાં આવે છે.

પ્રોસેસિંગ દરમિયાન  લોટમાંથી બ્રાન અને જર્મ્સ દૂર કરવામાં આવે છે. જેના કારણે તેમાં રહેલા વિટામીન, મિનરલ્સ અને ફાઈબર પણ નાશ પામે છે.. લોટમાં કાર્બોહાઈડ્રેટ હોય છે. તેમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. એટલું જ નહીં, તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ વધારે છે, જેના કારણે ડાયાબિટીસના દર્દીઓ તેનું સેવન કરી શકતા નથી. કારણ કે તે અચાનક બ્લડ શુગર લેવલ વધારી શકે છે. જેટલું પોષણ ઘઉંના લોટમાં હોય છે એટલું પોષણ મેંદામાં નથી હોતું.

લોટમાં હાનિકારક રસાયણો હોય છે

આજકાલ કારખાનાઓમાં લોટ બને છે. લોટને ગાઢ સફેદ રંગ આપવા માટે બેન્ઝોઈલ પેરોક્સાઇડ જેવા હાનિકારક રસાયણોથી બ્લીચ કરવામાં આવે છે. એટલું જ નહીં, લોટને વધુ નરમ બનાવવા માટે 'એલોક્સન' નામનું કેમિકલ ઉમેરવામાં આવી રહ્યું છે. જ્યારે તમે આવા લોટનું સેવન કરો છો, ત્યારે આ રસાયણો તમારા શરીરમાં પ્રવેશીને તમારા સ્વાસ્થ્યને ખરાબ રીતે નુકસાન પહોંચાડે છે.

તેને પચવામાં ઘણો સમય લાગે છે

 રિફાઈન્ડ લોટને પચવામાંપણ  વધુ સમય લાગે છે. જોકે, તેના પાચનનો સમય અલગ-અલગ લોકોમાં અલગ-અલગ રીતે જોવામાં આવે છે. આખા અનાજ અથવા ઉચ્ચ ફાઇબર ખાદ્ય પદાર્થોની સરખામણીમાં મેંદો ઝડપથી પચી જાય છે. મેંદાને પચવામાં લગભગ 10-12 કલાક જેટલો સમય લાગે છે.

ગેરફાયદા શું છે?

મેંદાને માનવ સ્વાસ્થ્ય માટે બિલકુલ ફાયદાકારક માનવામાં આવતો નથી. કારણ કે તેને ખાવાથી શરીરને પોષણ મળતું નથી. તેની સીધી અસર રોગપ્રતિકારક શક્તિ પર થાય છે અને જો રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય તો શરીર અનેક ગંભીર રોગોનો શિકાર બની શકે છે.

હાર્વર્ડ યુનિવર્સિટીના એક રિસર્ચ અનુસાર, વધુ પડતો લોટ ખાવાથી મગજ પર ખરાબ અસર પડે છે. વિચારવાની અને સમજવાની ક્ષમતા નબળી પડવા લાગે છે. ભવિષ્યમાં ડિમેન્શિયા થઈ શકે છે. હાડકાં નબળાં થવા લાગે છે. જો તમે મેંદાના લોટનું વધુ પડતું સેવન કરો છો, તો પછી તમને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્થૂળતા અને હૃદય રોગનું પણ જોખમ વધી જાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારતની જીત પર પાકિસ્તાનમાં રોવા-ધોવાનું શરૂ, અકળાયેલો આફ્રિદી બોલ્યો- 'મને ખબર જ હતી, નવાઇ નથી...'
ભારતની જીત પર પાકિસ્તાનમાં રોવા-ધોવાનું શરૂ, અકળાયેલો આફ્રિદી બોલ્યો- 'મને ખબર જ હતી, નવાઇ નથી...'
Bhupesh Baghel: છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેલ બઘેલના ઘરે EDના દરોડા, 14 લોકેશન પર ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન
Bhupesh Baghel: છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેલ બઘેલના ઘરે EDના દરોડા, 14 લોકેશન પર ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન
Gold Price: હોળી અગાઉ મોંઘા થયા સોના-ચાંદી, હવે આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ ગોલ્ડ
Gold Price: હોળી અગાઉ મોંઘા થયા સોના-ચાંદી, હવે આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ ગોલ્ડ
CT 2025: એવોર્ડ સેરેમનીમાં પીસીબી અધિકારી 'ગાયબ' રહેતા આઇસીસીએ આપી સ્પષ્ટતા, યજમાન પાકિસ્તાનને સંભળાવ્યું
CT 2025: એવોર્ડ સેરેમનીમાં પીસીબી અધિકારી 'ગાયબ' રહેતા આઇસીસીએ આપી સ્પષ્ટતા, યજમાન પાકિસ્તાનને સંભળાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kheda SSC Exam : ખેડામાં બોર્ડની પરીક્ષામાં ચોરીનો વીડિયો વાયરલ, શિક્ષણમંત્રીએ શું કહ્યું?Vinchhiya Koli Maha Sammelan : કોળી મહાસંમેલનમાં અમિત ચાવડાએ સરકારને શું આપ્યું અલ્ટીમેટમ?Share Market : કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં સારી શરૂઆતCanada PM Mark Carney : માર્ક કાર્ની બનશે કેનેડાના નવા વડાપ્રધાન, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતની જીત પર પાકિસ્તાનમાં રોવા-ધોવાનું શરૂ, અકળાયેલો આફ્રિદી બોલ્યો- 'મને ખબર જ હતી, નવાઇ નથી...'
ભારતની જીત પર પાકિસ્તાનમાં રોવા-ધોવાનું શરૂ, અકળાયેલો આફ્રિદી બોલ્યો- 'મને ખબર જ હતી, નવાઇ નથી...'
Bhupesh Baghel: છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેલ બઘેલના ઘરે EDના દરોડા, 14 લોકેશન પર ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન
Bhupesh Baghel: છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેલ બઘેલના ઘરે EDના દરોડા, 14 લોકેશન પર ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન
Gold Price: હોળી અગાઉ મોંઘા થયા સોના-ચાંદી, હવે આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ ગોલ્ડ
Gold Price: હોળી અગાઉ મોંઘા થયા સોના-ચાંદી, હવે આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ ગોલ્ડ
CT 2025: એવોર્ડ સેરેમનીમાં પીસીબી અધિકારી 'ગાયબ' રહેતા આઇસીસીએ આપી સ્પષ્ટતા, યજમાન પાકિસ્તાનને સંભળાવ્યું
CT 2025: એવોર્ડ સેરેમનીમાં પીસીબી અધિકારી 'ગાયબ' રહેતા આઇસીસીએ આપી સ્પષ્ટતા, યજમાન પાકિસ્તાનને સંભળાવ્યું
વાલીઓ પરથી ઘટી શકે છે આર્થિક ભારણ, પાઠ્યપુસ્તકો 45 ટકા સુધી થશે સસ્તા
વાલીઓ પરથી ઘટી શકે છે આર્થિક ભારણ, પાઠ્યપુસ્તકો 45 ટકા સુધી થશે સસ્તા
IND vs NZ Final: કોહલી ખિતાબ જીત્યા બાદ મોહમ્મદ શમીની માતાને પગે લાગ્યો, આ રીતે જીત્યું ફેન્સનું દિલ  
IND vs NZ Final: કોહલી ખિતાબ જીત્યા બાદ મોહમ્મદ શમીની માતાને પગે લાગ્યો, આ રીતે જીત્યું ફેન્સનું દિલ  
શિકાગોથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી, અધવચ્ચેથી પરત ફર્યું વિમાન
શિકાગોથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી, અધવચ્ચેથી પરત ફર્યું વિમાન
ચિકન ખાનારા થઇ જાવ સાવધાન, બર્ડ ફ્લૂને લઇને કેન્દ્ર સરકારે જાહેર કર્યું એલર્ટ
ચિકન ખાનારા થઇ જાવ સાવધાન, બર્ડ ફ્લૂને લઇને કેન્દ્ર સરકારે જાહેર કર્યું એલર્ટ
Embed widget