Ahmedabad : હીનાનાં પહેલાં લગ્ન જુહાપુરાના બિઝનેસમેન સાથે થયેલાં પણ માસીના દીકરા સાથે સંબંધ હોવાથી ભાગી ગઈ હતી ને........
મહેંદી પેથાણીના લગ્ન અમદાવાદના જુહાપુરામાં બિઝનેસમેન આદિલ સાથે થયા હતા. જો કે સાડા ત્રણ વર્ષ પહેલા તે ગુમ થઈ ગઈ હતી. આ અંગે તેના પતિ આદિલ પંજવાણીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદઃ પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા પાસે ત્યજી દેવાયેલા શિવાંશના પિતા સચિન દીક્ષિતને રાજસ્થાનના કોટા શહેર ખાતેથી ઝડપી લેવાયા બાદ એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. સચિને શિવાંશની માતા મહેંદી ઉર્ફે હીનાની ગળુ દબાવી હત્યા કરી નાંખી હોવાનો ખુલાસો થયા પછી હવે વધુ એક મોટો ધડાકો થયો છે. જાણવા મળ્યા પ્રમાણે, હીનાનાં પહેલા લગ્ન જુહાપુરાના બિઝનેસમેન આદિલ પંજવાણી સાથે થયા હતા.
મહેંદી પેથાણીના લગ્ન અમદાવાદના જુહાપુરામાં બિઝનેસમેન આદિલ સાથે થયા હતા. જો કે સાડા ત્રણ વર્ષ પહેલા તે ગુમ થઈ ગઈ હતી. આ અંગે તેના પતિ આદિલ પંજવાણીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે પાછળથી તે મળી આવી હતી. મહેંદીને તેની માસીના દીકરા સાથે પ્રેમસબંધ હોઈ તેની સાથે રહેવા ચાલી ગઈ હતી. આથી આદિલે મહેંદીની સાથે છુટાછેડા લીધા હતા ત્યારબાદ તે સચિન દીક્ષિતની સાથે લીવઈનમાં રહેતી હોવાનુ સૂત્રોમાંથી જાણવા મળે છે.
દિવ્ય ભાસ્કરે મહેંદીના પ્રથમ પતિ આદિલ પંજવાણીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે, હું મહેંદીને ખૂબ પ્રેમ કરતો હતો. મા વિનાની મહેંદીને મે હંમેશા ખુશ રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે મને છોડીને ચાલી ગઈ હતી. તેના મોત વિશેના અહેવાલ વાંચી મને ખૂબ દુઃખ થયું છે.
ગાંધીનગર પાસેના પેથાપુરમાં મળી આવેલા ત્યજી દેવાયેલા બાળક શિવાંશની મમ્મીના મામલે બહુ મોટો ધડાકો થયો છે. શિવાંશની માતા હીના ઉર્ફે મહેંદીની હત્યા તેના જ પતિ સચિને કરી દીધો હોવાની કબૂલાત કરી છે. આ માહિતી ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાએ આપી છે.
સચિને હત્યા કરી પછી લાશને સૂટકેસમાં ભરીને ઘરમા જ મૂકી દીધી હતી. સચિને વડોદરામાં દર્શના ઓવરસીસ ખાતે હિનાની હત્યા કરી હતી. સચિને ગળું દબાવીને હીનાની હત્યા કર્યા બાદ લાશને બેગમાં પેક કરી હતી અને રસોડામાં રાખી દીધી હતી. પોલીસે માહિતી આપી છે કે, સચિનની માનસિક હાલત બહુ સારી નથી. તેણે લાશને નિકાલ કર્યા વિના રસોડામાં જ રાખી હતી તેથી પોલીસ હવે લાશનો કબજો લેવાની કાર્યવાહી હાથ ધરશે.
મહેંદી ઉર્ફે હીના પેથામી સાથે પ્રેમમાં હતાં. 2016થી બંને સાથે રહેતાં હતાં
શિવાંશની માતા હીનાની તેના જ પ્રેમી સચિને હત્યા કરી નાંખી એ મુદ્દે પોલીસે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, સચિન દીક્ષિત 2016માં હિના ઉર્ફે મહેંદીના પરિચયમાં એક શોરૂમમમાં ગયો ત્યારે આવ્યો હતો. હીના પેથાણી શોરૂમમાં નોકરી કરતી હતી તેથી તેની સાથે પરિચય થયો હતો ને બંને વચ્ચે શરીર સંબંધ બંધાયો હતો. બંને 2019 થી સાથે રહેતા હતા અને બે મહિના પહેલાં સચિને વડોદરામાં નોકરી લીધી હતી. સચિન 5 દિવસ વડોદરા અને 2 દિવસ ગાંધીનગર રહેતો હતો.
આઈજી અભય ચુડાસમાએ માહિતી આપી હતી કે, સચિન પોતાના વતન ઉત્તર પ્રદેશ જવાનો હતો તેથી હીના ઉર્ફે મહેંદી ગુસ્સે થઈ ગઈ હતી. આ મુદ્દે તહીનાએ સચિનને કહ્યું હતું કે, તુ વતન નના જઈશ અને મારી સાથે જ રહે આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ને ગુસ્સામાં આવેલા સચિને હીના ઉર્ફે મહેંદીની હત્યા કરી નાંખી હતી. સચિને હીનાની ગળું દબાવીને હત્યા કરી હતી પણ લાશનો નિકાલ નહોતો કર્યો. સચિને લાશ સૂટકેસમાં રાખી હતી ને પોલીસ લાશને કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.