Ahmedabad: ઈન્સ્ટાગ્રામ પર યુવતી સાથે મિત્રતા કરી ન્યૂડ ફોટા મેળવ્યા, બાદમાં બ્લેકમેઈલ કરી અને....
અમદાવાદ શહેરમાં એક યુવક પહેલા સોશિયલ મીડિયા પર યુવતી સાથે મિત્રતા કરતો હતો. બાદમાં યુવતીઓના ન્યૂડ ફોટો મેળવીને તેમને બ્લેકમેઈલ કરતો હતો.
અમદાવાદ: અમદાવાદ શહેરમાં એક યુવક પહેલા સોશિયલ મીડિયા પર યુવતી સાથે મિત્રતા કરતો હતો. બાદમાં યુવતીઓના ન્યૂડ ફોટો મેળવીને તેમને બ્લેકમેઈલ કરતો હતો. અમદાવાદ પોલીસે જય નાગોર નામના આ યુવકની ધરપકડ કરી છે. આરોપી જયે બોપલમાં રહેતી એક યુવતીને ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કેળવી હતી. તેની વાતોમાં આવી યુવતીએ એક અઠવાડિયામાં જ પોતાના ન્યૂડ ફોટો મોકલ્યા હતા.
ત્યારબાદ આરોપી જયે યુવતીને બ્લેકમેઈલ કરી રોકડ, સોનું સહિત 3 લાખ, 20 હજાર રુપિયા પડાવ્યા હતા. આખરે યુવતીની ફરિયાદ બાદ પોલીસે જયની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ કરતા સામે આવ્યું છે કે આરોપીએ આનંદનગર વિસ્તારમાં રહેતી અન્ય એક યુવતીને પણ બ્લેકમેઈલ કરી તેની પાસેથી પૈસા પડાવ્યા છે.
ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં 1 કરોડની લૂંટથી ચકચાર, પોલીસે નાકાબંધી કરી
ભૂજ: પૂર્વ કચ્છના ગાંધીધામમાં ફરી એક વખત આંગડિયા પેઢીમાં લૂંટની ઘટના બની છે. ગાંધીધામના પી.એમ આંગડિયા પેઢીમાં આ લૂંટની ઘટના બની છે. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આ લૂંટની ઘટના બની હતી. અજાણ્યા શખ્સો દ્વારા આંગડિયા પેઢીમાં આવી લૂંટ કરવામાં આવી હતી.
અંદાજે 1 કરોડની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાઇ છે. ગાંધીધામમાં આવર-નવાર આંગડિયા પેઢીમાં લૂંટના બનાવો અટકાવવા હવે માંગ ઉઠી છે. આ અગાઉ પણ ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં લૂંટના બનાવો બની ચૂક્યા છે.
ગાંધીધામમા એક કરોડથી વધુની લૂંટની ઘટના બનતા સમગ્ર કચ્છમાં ચકચાર મચી ગઈ છે. બપોરના સમયે પીએમ આંગડિયા પેઢીમાં લૂંટની ઘટના બની હતી. આ લૂંટની ઘટનાને લઈ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. ચાર આરોપીઓએ આ લૂંટને અંજામ આપ્યો હોય તેવા અહેવાલ છે. 1 કરોડ રુપિયાની લૂંટની ઘટનાને લઈ પોલીસે આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી છે.
કચ્છ જિલ્લામાં આ પહેલા પણ ઘણી વખત આંગડિયા પેઢીમાંથી લૂંટની ઘટના સામે આવી છે, ત્યારે ફરી એક વખત કચ્છના ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં લૂંટની ઘટના બની છે. સમગ્ર કચ્છમાં આ લૂંટની ઘટનાને લઈ ચકચાર મચી ગઈ છે.
Kutch: લૂંટ, મર્ડર બાદ હવે ફાયરિંગની ઘટનાથી અંજારમાં ભયનો માહોલ, પોલીસે નબીરાની કરી ધરપકડ
કચ્છમાં એક પછી એક ગુનાખોરીની પ્રવૃત્તિઓને વેગ મળી રહ્યો છે, લૂટ, મર્ડર બાદ હવે પૂર્વ કચ્છ અંજારમાં ફાયરિંગની ઘટનાથી શહેરમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે, જોકે, આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક ધોરણે નબીરા ધરપકડ કરી લીધી હતી.
ઘટના એવી છે કે, ગઇ રાત્રે પૂર્વ કરછ અંજારમાં એક સનસનીખેજ ચોંકાવનારી ફાયરિંગની ઘટના ઘટી હતી, અંજારના જીઆઈડીસીમાં આવેલ પેટ્રોલ પંપની બાજુમાં મોડી રાત્રે કારચાલકે એક યુવાન ઉપર અચાનક ફાયરિંગ કરી દીધુ હતુ. જોકે, આ ફાયરિંગ કયા કારણોસર કરવામાં આવ્યુ તે અંગે હજુ કોઇ માહિતી સામે આવી નથી. પોલીસે ફાયરિંગ કરનારા આરોપીની ધરપકડ કરી લીધી છે અને આ અંગે તપાસ પણ હાથ ધરી છે.
નોંધનીય છે કે, પૂર્વ કચ્છ અંજારમાં છેલ્લા દિવસોથી ફાયરિંગ, લૂંટ અને મર્ડર જેવા અનેક ગુનાખોરીના બનાવો સામે આવ્યા છે, અને આવી ઘટનાઓથી શહેરમાં લોકોમાં ભયનો માહોલ સર્જાઇ ગયો છે.