અમદાવાદમાં યોજાશે WWE જેવી ફાઇટ, દેશભરના 25 રેસલરો એકબીજા સામે ટકરાશે, જાણો સ્થળ ને ટિકીટ ફી વિશે....
આ ઇવેન્ટમાં દુનિયાભરના રેસલરો ભાગ લે છે, અને આનું આયોજન મોટાભાગે અમેરિકા, યુરોપ અને એશિયાના અમૂક જ દેશોમાં કરવામાં આવે છે
![અમદાવાદમાં યોજાશે WWE જેવી ફાઇટ, દેશભરના 25 રેસલરો એકબીજા સામે ટકરાશે, જાણો સ્થળ ને ટિકીટ ફી વિશે.... Wrestling event will be held like as a WWE in Ahmedabad SG highway road on the 25th february, Sports News અમદાવાદમાં યોજાશે WWE જેવી ફાઇટ, દેશભરના 25 રેસલરો એકબીજા સામે ટકરાશે, જાણો સ્થળ ને ટિકીટ ફી વિશે....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/08/a936152fee8ad852c590ba236c7c9df4170736759290977_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Wrestling Event, WWE: દુનિયાની નંબર વન રેસલિંગ ઇવેન્ટ WWE ખુબ જ જાણીતી છે. આ ઇવેન્ટમાં દુનિયાભરના રેસલરો ભાગ લે છે, અને આનું આયોજન મોટાભાગે અમેરિકા, યુરોપ અને એશિયાના અમૂક જ દેશોમાં કરવામાં આવે છે, પરંતુ હવે આવી જ એક WWE ઇવેન્ટનું આયોજન અમદાવાદમાં પણ કરવામાં આવ્યુ છે. આગામી 25 ફેબ્રુઆરીએ અમદાવાદમાં WWE જેવી ફાઇટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં દેશભરના 25 રેસલરો એકબીજા સામે ટકરાશે, જો તમે આ ઇવેન્ટનો લ્હાવો લેવા માંગતા હોય તો તમારે 299 થી 5000 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. જાણો અહીં આ ઇવેન્ટ અમદાવાદમાં ક્યાં યોજાશે, ને શું છે ખાસ....
અત્યારે ટીવી પરની સ્પૉટ્સ ચેનલોમાં રેસલિંગ ઇવેન્ટની ધૂમ ચાલી રહી છે, આમાં પણ WWE એ દુનિયાની સૌથી જુની અને સૌથી લોકપ્રિય રેસલિંગ ઇવેન્ટ છે. કેટલાક લોકો એવા છે જે આ ઇવેન્ટ જોવા અને ઇવેન્ટમાં ભાગ લેવા ઇચ્છે છે, જો તમે પણ આવી રેસલિંગ ઇવેન્ટને જોવા ઇચ્છતા હોય તો તમારા માટે ખાસ ખબર છે, કેમ કે અમદાવાદમાં આગામી 25 ફેબ્રુઆરીએ WWE જેવી ફાઇટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે.
ઇવેન્ટની વાત કરીએ તો, આ ઇવેન્ટ WWE જેવી ફાઇટ ઇવેન્ટ છે. આગામી 25 ફેબ્રુઆરીએ આ ઇવેન્ટ અમદાવાદના એસજી હાઇવે પર આવેલા આરએમ ફાર્મમાં યોજાશે. આ ઇવેન્ટમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી 25 રેસલરો ભાગ લેશે. તમામ રેસલરો એકબીજા સામે રિંગમાં ટકરાશે. અમદાવાદના SG હાઇવેના આર.એમ. ફાર્મમાં આ ઇવેન્ટ સાંજ 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ચાલશે. આ રેસલિંગ ફાઇટને એકસાથે 10 હજાર કરતાં વધુ લોકો જોઈ શકે તે પ્રકારનું ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. આ રેસલિંગ ફાઇટ જોવા માટે પ્રેક્ષકે 299થી લઈને 4,999 સુધી રૂપિયા ખર્ચવા પડશે. આ રેસલિંગ ફાઇટમાં વિજેતા બનનાર રેસલરને અંદાજે 6 થી 7 લાખ રૂપિયાનો બેલ્ટ આપવામાં આવશે. આ ફાઈટ જોવા માટે રાજ્યના મોટા ગજાના નેતા પણ આવી શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)