Petrol Diesel Price Today: IOCLએ જાહેર કર્યાં, પેટ્રોલ ડિઝલના લેટેસ્ટ રેટ, ચેક કરો,આપના શહેરમાં કેટલી છે કિમત
Petrol Price in Delhi: તેલ કંપનીઓએ સતત 12મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
Petrol Price Today: સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના નવા દર જાહેર કર્યા છે. તેલ કંપનીઓએ સતત 12મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી. , આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ આજે 82.17 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. આ સિવાય WTI ક્રૂડ 80.96 ડોલર પ્રતિ બેરલ પર છે.
પેટ્રોલ ભરાવતા પહેલા ચેક કરો
જો તમે પણ તમારી કારની ટાંકી ભરવા જઈ રહ્યા છો, તો તે પહેલા તમારે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત તપાસવી જોઈએ. તમે IOC ની સત્તાવાર વેબસાઇટ દ્વારા નવી કિંમત ચેક કરી શકો છો.
મહાનગરમાં પેટ્રોલ ડિઝલના લેટસ્ટ રેટ્સ
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 103.97 રૂપિયા અને ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર છે.તો મુંબઈમાં પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે, જ્યારે ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ 104.67 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.79 રૂપિયા પ્રતિ લિટર છે.આ સિવાય ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 101.40 રૂપિયા અને ડીઝલની કિંમત 91.42 રૂપિયા પ્રતિ લીટર છે.
હાલમાં મોટાભાગના રાજ્યોમાં તેલની કિંમત 100 રૂપિયાથી વધુ છે. દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર સહિત ઘણા રાજ્યોમાં તેલના ભાવ 100 રૂપિયાથી વધુ છે.તમને જણાવી દઈએ કે IOCL દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરે છે. કંપનીની વેબસાઇટ https://associates.indianoil.co.in/PumpLocator/ અને SMS દ્વારા તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો ચકાસી શકો છો.
તમે ઘરે બેઠા જ તમારા મોબાઈલ ફોન પરથી SMS મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. આ માટે તમારે તમારા મોબાઈલ નંબરથી 9224992249 નંબર પર SMS મોકલવાનો રહેશે, ત્યારબાદ તે દિવસના લેટેસ્ટ રેટ તમને મેસેજના રૂપમાં આવશે. આ મેસેજ મોકલવા માટે તમારે RSP<space> પેટ્રોલ પંપ ડીલર કોડ 92249 92249 પર મોકલવો પડશે. જો તમે દિલ્હીમાં છો અને મેસેજ દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણવા માંગો છો, તો તમારે RSP 102072 પર 92249 92249 પર મોકલવો પડશે.