Accident: મેળામાંથી પરત ફરતા બાઇકને ડમ્પરે મારી ટક્કર, યુવકની નજર સામે જ મંગેતર અને સાળીનું કમકમાટીભર્યુ મોત
Accident News: કાજરડા ગામે મેળામાં ફર્યા બાદ પરત ફરતા સૂરજબારી પુલ પર અકસ્માત થયો હતો. જેમાં મંગેતર મુસ્કાન સિકંદર મુલ્લા અને સાળી જશીબેન સિકંદર મુલ્લાનું મોત થયું હતું.
Accident: રાજ્યમાં ગોઝારા અકસ્માતનો સિલસિલો યથાવતછે. મોરબીના માળિયાનાં હરીપર નજીક અકસ્માત થયો હતો. ડમ્પરે ત્રિપલ સવારી બાઈકને ઠોકર મારતાં બે નાં મોત, એક ને ઈજા થઈ હતી.
સલમાન પીરની દરગાહે મેળો હોવાથી યુવાન મંગેતરને તેડવા ગયો હતો. કાજરડા ગામે મેળામાં ફર્યા બાદ પરત ફરતા સૂરજબારી પુલ પર અકસ્માત થયો હતો. જેમાં મંગેતર મુસ્કાન સિકંદર મુલ્લા અને સાળી જશીબેન સિકંદર મુલ્લાનું મોત થયું હતું. જ્યારે બાઈક ચાલક અકબર ગફૂર માણેક ને ઈજા પહોંચી હતી. માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કચ્છમાં પણ અકસ્માત
કચ્છના સુરજબારી પાસે અકસ્માતમાં 2 લોકોના અકસ્માતમાં મોત થયા છે. બાઇકને અજાણ્યા વાહને અડફેટે લીધું હતું. બનાવમાં 2 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા, એક ને ઇજા પહોંચી હતી. સુરજબારી બ્રિજ પાસે દેવ સોલ્ટ પાસે અકસ્માત સર્જાયો હતો.
પાદરા-જંબુસર હાઇવે પર ઇકો કાર અને મોટર સાઇકલ વચ્ચે અકસ્માત થયો હતો. પાદરા-જંબુસરના લોહી તરસ્યા હાઇવેએ વધુ બે લોકોના જીવ લીધા હતા. કુરાલ અને અભોર વચ્ચે થયેલા અકસ્માતમાં મોટર સાયકલ સવાર સહિત 2 લોકોના મોત થયા હતા. બંને મૃતક આભોર ગામના રહેવાસી હતા. વડુ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકોને પોસ્ટ મોર્ટમ અર્થે વડુ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
ટ્રાફિક પોલીસે એક તારણ કાઢ્યું છે કે, અકસ્માતો પાછળ સૌથી વધુ કારણ શું છે. મોબાઇલ ઉપર વાત કરવી અને ઓવર સ્પીડિંગના કારણે અકસ્માત થઈ રહ્યા છે અને લોકો મરી રહ્યા છે. 2022 અને ચાલુ વર્ષે કેટલા લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો તેના આંકડા પર નજર કરીએ. દેશ માટે અકસ્માતના કારણે થતા મોત ખૂબ જ ચિંતાજનક છે. સૌથી વધુ લોકો અકસ્માતમાં મોતને ભેટી રહ્યા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો વર્ષ 2022માં 1793 લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. તેમાંથી 488 લોકો મોતને ભેટ્યા હતા. જ્યારે 720 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને અને 585 સામાન્ય ઈજાગ્રસ્ત થયા હતા. વર્ષ 2023માં નવેમ્બર સુધીમાં 1693 લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાંથી 480 લોકો મોતને ભેટ્યા હતા. જ્યારે 642 લોકો ગંભીર રીતે તો 574 લોકો સામાન્ય ઇજાગ્રસ્ત થયા હતા.