શોધખોળ કરો

ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-10 : વસનજીને ધોબી પછાટ આપી ધનજી કોટીયાવાલાની પાલિકામાં એન્ટ્રી

વસનજીના રાજીનામા બાદ પોરબંદર નગરપાલિકાને પ્રથમ ખારવા સમાજના ધનજીભાઈ કોટીયાવાલા  પ્રમુખ  મળ્યા. ધનજીભાઈ ખૂબ જ ગરીબ પરિવારથી આવતા હતા.

30 જૂન 1974ના રોજ પોરબંદર નગરપાલિકામાં વસનજી ઠકરાર વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી હતી.  જેને લઈને શહેરીજનોમાં ચર્ચાનો વિષય બન્યો. નારણ મેપા,નારણ સુધા અને સરમણ મુંજાની ધાકના પગલે અવિશ્વાસ દરખાસ્ત પસાર નહીં થાય તેવો વસનજીને ભરોસો હતો.  પરંતુ વિપક્ષના સભ્યોએ દરખાસ્ત પસાર કરતા તેમણે રાજીનામુ આપવાની ફરજ પડી. આ રીતે દિલ્હી સુધી પોતાનુ રાજકીય કદ ધરાવતા વસનજીએ સ્થાનિક રાજકારણમાં ધોબી પછાટ ખાવાનો વારો આવ્યો.   વસનજીના રાજીનામા બાદ પોરબંદર નગરપાલિકાને પ્રથમ ખારવા સમાજના ધનજીભાઈ કોટીયાવાલા  પ્રમુખ  મળ્યા. 

ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-10 : વસનજીને ધોબી પછાટ આપી ધનજી કોટીયાવાલાની પાલિકામાં એન્ટ્રી

ખૂબ જ સજ્જન અને નખશીખ પ્રમાણીક એવા ધનજીભાઈ ખારવા સમાજમાં ખૂબ જ મોભાદાર સ્થાન ધરાવતા હતા. ધનજીભાઈ ખૂબ જ ગરીબ પરિવારથી આવતા હતા. ભણવામાં ખૂબ જ હોશિયાર એવા ધનજીભાઈએ પોતાની મહેનતથી એ સમયે વકીલાતનો અભ્યાસ કરી ખારવા સમાજના પ્રથમ એટવોકેટ બન્યા. ધનજીભાઈ પોરબંદર શહેરની દિશા અને દશા બદલવાના ઈરાદા સાથે  નગરપાલિકાના પ્રમુખનો તાજ પહેર્યો પરંતુ તેમની પ્રમાણીકતા તેમના માટે અભિષાપ સાબિત થઈ. ધનજીભાઈ વિશે વધુ જાણીએ એ પહેલા વસનજી ઠકરારે પાલિકા પ્રમુખ પદનો તાજ  કઈ રીતે ગુમાવ્યો તેના કારણો વિશે જાણીએ. 

ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-10 : વસનજીને ધોબી પછાટ આપી ધનજી કોટીયાવાલાની પાલિકામાં એન્ટ્રી

વિરોધ વધતા પ્રમુખનો તાજ ગુમાવ્યો

શહેરમાં ખારવા અને મેર ગેંગ ઉપરાંત મેમણવાડામાં રહેતા મમુમિયાં પંજુમિયાંની ગેંગ પણ સક્રિય હતી. ખારવા અને મેર ગેંગ ફિલ્મોની ટિકિટની કાળાબજારી અને દારુ સહિતના ગુનાઓ સાથે સંકળાયેલી જયારે મમુમિયાં પંજુમિયાંની ગેંગ દાણચોરી અને ગેરકાયદેસર હથિયાર સહિતની પ્રવૃતિઓમાં સંકળાયેલી હતી.  વસનજી ખૂબ હોશિયાર રાજનેતા અને વેપારી હતા.  ગેંગના મુખ્ય લોકોને તેઓ સાચવતા હતા. દરેક ધર્મના લોકોને તેઓ સાચવતા જેથી કરીને શહેરમાં તેમનો દબદબો જળવાઈ રહે. વસનજીએ પોતાના બે વર્ષના શાસન દરમિયાન શહેરના વિકાસ માટે અનેક કામો કર્યા હતા. તેમણે ભવિષ્યની પેઢી સુશિક્ષીત બને તે માટે નગરપાલિકા દ્રારા સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળા પણ શરુ કરી હતી.  શહેરીજનો માટે અનેક સુવિધાઓ વસાવી પરંતુ સાથે-સાથે પોતાના આક્રમક સ્વભાવના કારણે દુશ્મનો પણ બનાવ્યા.

ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-10 : વસનજીને ધોબી પછાટ આપી ધનજી કોટીયાવાલાની પાલિકામાં એન્ટ્રી

વસનજીના પગમાં બેસતા ગેંગસ્ટરો  

વસનજી ઠકરાર સમય અને પરિસ્થિતિને અનુકુળ કામ કરતા રાજનેતા હતા. વિધાનસભામાં બે વખત હાર મળ્યા બાદ વસનજી જાણી ગયા હતા કે જો રાજકારણમાં લાંબો સમય સુધી ટકી રહેવું હોય તો લોકો જેનાથી ડરતા હોય તેવા ગેંગસ્ટરોને પોતાના કબજામાં રાખવા જરુરી છે. તેમણે આ રાજમંત્ર નગરપાલિકાની રાજનીતિ માટે ખૂબ સારી રીતે અમલી બનાવ્યો. ગુંડાગીરી કરનાર ગુંડાઓના સરદારને તેઓ સાચવતા. વસનજી  ગેંગસ્ટરોની સામે જ્યારે કેસ કે ફરીયાદ નોંધાઈ ત્યારે  તેમની પડખે ઉભા રહે. ગેંગસ્ટરો વિરુધ્ધ કોઈ પોલીસ ફરિયાદ થાય અને પોલીસ ખાતાની કનડગત શરુ થાય ત્યારે વસનજી પોતાની કુનેહથી મધ્યસ્થી કરી ગુંડાઓની મદદ કરતા. પોલીસની જરુર મુજબ ગેંગસ્ટર અથવા તેમના સાગરીતોને પોલીસ સમક્ષ હાજર કરી પોતે મદદમાં આવ્યા ન હોત તો મોટી મુસિબતમાં ફસાઈ જવાનો અહેસાસ ગેંગસ્ટરોને કરાવતા. 

ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-10 : વસનજીને ધોબી પછાટ આપી ધનજી કોટીયાવાલાની પાલિકામાં એન્ટ્રી

સત્તાનો સ્વાદ ચાખવા વસનજીને 8 વર્ષ લાગ્યા

રેશનિંગની દુકાન ધરાવતા વસનજી 1964થી પોરબંદર નગરપાલિકાના સભ્ય બનેલા પરંતુ સત્તાનો સ્વાદ ચાખવા માટે તેમણે આઠ વર્ષ સુધી રાહ જોવી પડી. બે વખત વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કરી ચૂકેલા વસનજી તેમની કુનેહથી જે રીતે ગેંગોનો સાથ સહકાર મેળવ્યો તેને હવે સત્તાના શિખર સુધી પહોંચવાનું માધ્યમ બનાવ્યું હતું. વસનજી ઠકરાર વર્ષ 1972માં પહેલી વખત નગરપાલિકાના પ્રમુખ બન્યા. પોતાના આઠ વર્ષના સુધરાઈના સભ્ય દરમિયાન તેઓ ખારવા અને મેર ગેંગ પર સંપૂર્ણ રીતે કબજો જમાવી ચૂકયા હતા. ખારવા અને મેર ગેંગ વચ્ચે ચાલતી નાની-મોટી માથાકુટો થતી પરંતુ જયારે વસનજીની વાત આવે ત્યારે તમામ ગેંગ એકજૂટ થઈને કામ કરતી. નગરપાલિકાના સભ્યથી પ્રમુખ સુધીની સફર દરમિયાન વસનજી જાણી ચૂકયા હતા કે લોકોના દિલમાં રાજ કરવુ હોય તો શહેરનો વિકાસ કરવો જરુરી છે પરંતુ સાથે-સાથે લોકોમાં ગેંગની ધાક જો રહશે તો તેમને કયારેય કોઈ આંચ નહીં આવે. આ મંત્રને સિધ્ધ કરવા તેમણે શહેરના વિકાસ કામો સાથે પોતાની રાજકીય કારર્કિદીનો વિકાસ પણ શરુ કર્યો. 

ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-10 : વસનજીને ધોબી પછાટ આપી ધનજી કોટીયાવાલાની પાલિકામાં એન્ટ્રી

વસનજી નગરપાલિકામાં પોતાનુ ધાર્યુ કરવા લાગ્યા

જે લોકો તેમના કરતા મજબૂત હતા તેવા લોકોને પાતોની સાથે રાખવા અને જો સાથ ન આપે તો ગેંગના સહારે તેમને શાંતિથી બેસાડી દેવાની નીતિ તેમણે શરુ કરી. ખારવા અને મેર ગેંગના સહારે વસનજી નગરપાલિકામાં પોતાનુ ધાર્યુ કરવા લાગ્યા હતા. પોતાની રાજકીય સફરમાં તેમને અડચણરુપ આવતા લોકોને હવે કોઈપણ ભોગે શાંત કરવાની આવડત તેઓ હવે કેળવવા લાગ્યા હતા.નગરપાલિકામાં કોઈ અધિકારી કે સભ્ય કે પછી સ્થાનીક રહેવાસી તેમના કાર્યશૈલીનો વિરોધ કરે અને તેને મનાવવા જો ન માને તો વસનજી માટે અંતિમ વિકલ્પ હતો ગેંગસ્ટરો.ખારવાવાડ વિસ્તાર માંથી કોઈ વિરોધ કરે તો નારણ મેપા અને નારણ સુધા દ્રારા તેમની શાન ઠેકાણે લાવે અને જો શહેરના અન્ય વિસ્તારમાં કોઈ અડચણરુપ હોય તો સરમણ મુંજા અને તેના મામા રામા ઓડેદરા ઉર્ફે રામા નિરાશ્રીતનો સહારો લેવામાં આવતો.  

ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-10 : વસનજીને ધોબી પછાટ આપી ધનજી કોટીયાવાલાની પાલિકામાં એન્ટ્રી

ગેંગસ્ટરોના મોભી બન્યા વસનજી

શહેરમાં ખારવાવાડમાં કાર્યરત નારણ મેપા અને નારણ સુધાની ગેંગ વચ્ચે વેરઝેર વધવા લાગ્યા. ભાઈ કરશન અને બાબલની હત્યા પછી નારણ મેપા બદલો લેવા માટે એક સમયના તેના સાથીદાર નારણ સુધાને મજબુત બનતો રોકવા તમામ પ્રયત્નો કરે છે. શહેરની વિવિધ ટોકીઝોમાં ફિલ્મોની કાળાબજારીને લઈને બંને ગેંગ વચ્ચે હવે છાશવારે મારામારીના બનાવો બનવા લાગે છે. એકબીજાના સાગરીતો ગેંગના મોભીના હુકમનુ પાલન કરતા રહે છે અને તેના પગલે શહેરના કિર્તીમંદિર પોલીસ સ્ટેશનના રજીસ્ટરમાં ગુના સંબંધિત એફઆઈઆરનું પ્રમાણ વધવા લાગ્યું. બીજી તરફ સરમણ મુંજાની મેર ગેંગ શહેરના ખારવાવાડ સિવાયના વિસ્તારો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પોતાની ધાક જમાવવા લાગ્યા હતા. શહેરમાં ખારવા અને મેર ગેંગ વચ્ચે કયારેક નાના છમકલા થતાં તે વસનજી ઠકરારના પ્રમુખ બન્યા બાદ વધવા લાગ્યા. ખારવા અને મેર ગેંગ વચ્ચે ચકમક થાય ત્યારે વસનજી મધ્યસ્થ બની સમાધાન કરાવી પોતાનો હાથ ઉપર રાખતા.

ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-10 : વસનજીને ધોબી પછાટ આપી ધનજી કોટીયાવાલાની પાલિકામાં એન્ટ્રી

વસનજીએ પોતાની રાજકીય વગ દિલ્હી સુધી વધારી

1972 થી 1974 સુધીના બે વર્ષ સુધી વસનજી પોરબંદર નગરપાલિકાના પ્રમુખ તરીકે રહ્યા અને આ રીતે પોતાનુ વર્ચસ્વ વધારી રાજનેતા તરીકે એક અલગ છાપ ઉભી કરી. પાલિકાના રાજકારણમાં હવે હુકમનો એક્કો ગણાવા લાગ્યા હતા. તેમની રાજકીય વગ દિલ્હી સુધી હતી. મોટા ગજાના નેતાઓ સાથે તેમનો ધરોબો વધતો ગયો પરિણામે પોરબંદર જેવા નાના શહેરમાં તેમના આમંત્રણને માન આપી દિલ્હીના નેતાઓ તેમના મહેમાન બનતા. 

ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-10 : વસનજીને ધોબી પછાટ આપી ધનજી કોટીયાવાલાની પાલિકામાં એન્ટ્રી

ચોરવાડ લેતા વેરાવળ ખોયુ

દિગ્ગજ નેતા અને બાદમાં દેશના પ્રધાનમંત્રી બનેલા ચંદ્રશેખર પોરબંદરના મહેમાન બન્યા હતા. સુદામા ચોકમાં ચંદ્રશેખરને સાંભળવા માટે મોટી જનમેદની ઉમટી હતી. વસનજી દિલ્હીથી ચંદ્રશેખરને બોલાવી સભા કરતા તેમની એક અલગ છાપ ઉભી કરવામાં સફળ રહ્યા. પેલી એક કહેવત છે ને કે ચોરવાડ લેતા વેરાવળ ખોયુ. આ રીતે વસનજી દિલ્હીમાં પોતાનુ રાજકીય કદ વધારવા જતાં પ્રમુખ તરીકેનો તાજ ગુમાવવાનો વારો આવ્યો.વિપક્ષ તેમના વિરુધ્ધમાં શહેરના રાજમાર્ગો પર સુત્રો લખે અને આ વિરોધ દર્શાવતા પોસ્ટરો જોવા રાત્રે લોકો મહાત્મા ગાંધી રોડ પર ઉમટી પડતા. તેમના વિરુધ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો જે પસાર થઈ જતા તેમને રાજીનામું આપવાનો વારો આવ્યો હતો.

ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-11 માં ખારવા સમાજના નખશિખ પ્રમાણીક એવા ધનજીભાઈ વિશે જાણીશુ અને ગેંગસ્ટરોના નિશાને તેઓ કેવી રીતે ચડી ગયા  તેના વિશે વાંચીશુ....

એક સમયે દાણચોરી માટે કુખ્યાત હતું પોરબંદર, માફિયાઓના રાજમાં જેલો કરવી પડતી બંધ (ભાગ-1)

ગેંગ્સ ઓફ પોરબંદર પાર્ટ 2 : ગાંધીજીની જન્મભૂમિ કઈ રીતે બની હિંસાનું કેંદ્ર

ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ -3: પોરબંદરના પ્રખ્યાત રાણો,પાણો અને ભાણો અને ખમીરવંતા ખારવાનો ઈતિહાસ

ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-4: દાણચોરીનો દરિયો પોરબંદર 

ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-5 : દાણચોરીના બેતાજ બાદશાહ  

ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-6 : પોરબંદરના ડોન નારણ મેપાના ભાઈની હત્યાથી શરુ થઈ ગેંગવોર 

ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-7 : ખારવાવાડની એ હત્યા જેણે જશુ ગગનને બનાવ્યો ડોન

ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-8 : એક ફોન અને દબોચાયો ડોન, 30 મિનિટમાં જશુ ગગન જેલમાં

ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-9 : પોરબંદરના આ રાજનેતાથી ગેંગસ્ટરો પણ થરથર કાપતા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
Embed widget