Coronavirus Cases LIVE: UP CM યોગી આદિત્યનાથ આવ્યા કોરોનાની ઝપેટમાં
LIVE

Background
સુરતમાં માત્ર 14 દિવસના બાળકને કોરોના ભરખી ગયો
સુરતમાં માત્ર 14 દિવસના બાળકનું મોત થતાં પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો. જન્મના ત્રીજા દિવસે તબિયત લથડ્યા બાદ 11 દિવસની સારવાર બાદ મોત થયું હતું. ઉચ્છલના નવજાતનું સુરત સિવિલમાં (Civil Hospital) સારવાર દરમિયાન મોત થતાં માતાએ હૈયાફાટ રૂદન કર્યુ હતું. બાળકની માતાના આક્રંદથી સુરત સિવિલ કેમ્પસમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ભાજપના વધુ એક મુખ્યમંત્રી આવ્યા કોરોનાની ઝપેટમાં
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોનાની (Yogi Adityanath Corona Positive) ઝપેટમાં આવ્યા છે. સીએમે ખુદ ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે કહ્યું, શરૂઆતના લક્ષણો બાદ મેં ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું સેલ્ફ આઈસોલેશનમાં (Isolation) છું અને ડોક્ટરોની સૂચનાનું પાનલ કરી રહ્યો છું.યોગીએ ટ્વીટર લખ્યું, રાજ્ય સરકારની તમામ ગતિવિધિ સામાન્ય રીતે ચાલી રહી છે. આ દરમિયાન જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે પોતાની તપાસ કરાવી લે.
દેશમાં ટીકા ઉત્સવ અંતર્ગત કેટલા લોકોને અપાઈ રસી
દિલ્હીના મંત્રી કૈલાશ ગેહલોત કોરોનાની ઝપેટમાં
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 84,04,128 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 11,61,722 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 95,65,850 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
