Coronavirus Cases LIVE: દિલ્હીમાં 31 મે સુધી લંબાવાયું લોકડાઉન, પોઝિટિવિટી રેટ 2.5 ટકા
Gujarat Coronavirus Cases Updates: મે મહિનાના ૨૨ દિવસમાં રાજ્યમાં ૨,૧૬,૮૯૯ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે જ્યારે ૨,૩૪૦ના મૃત્યુ થયા છે.
LIVE
Background
ગુજરાતમાં કોરોનાના વળતા પાણીની શરૂઆત થઈ હોય તેમ કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં. સતત ત્રીજા દિવસે 4,500થી ઓછા કેસ નોંધાયા હતા. શનિવારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪,૨૦૫ નવા કેસ સામે આવ્યા હતા જ્યારે ૪૧ દિવસ બાદ સૌથી ઓછા ૫૪ના મૃત્યુ થયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૭,૮૪,૬૭૬ જ્યારે કુલ મરણાંક ૯,૫૨૩ છે. આ પૈકી એક્ટિવ કેસ ૮૦,૧૨૭ છે જ્યારે ૬૭૯ દર્દી વેન્ટિલેટર પર છે. શનિવારે વધુ ૮,૪૪૫ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ હવે વધીને ૮૮.૫૭% છે. મે મહિનાના ૨૨ દિવસમાં રાજ્યમાં ૨,૧૬,૮૯૯ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે જ્યારે ૨,૩૪૦ના મૃત્યુ થયા છે.
દિલ્હીમાં લોકડાઉન લંબાવાયું
યુપીમાં કોરોના કેસ ઘટ્યા
કર્ણાટકમાં ઓક્સિજન સિલિન્ડરની કાળાબજારી કરતાં બે ઝડપાયા
દેશમાં કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ
ABP Asmita પરિવારના યુવા પત્રકાર અજય વસાવાનું દુખદ નિધન
એક દુખદ સમાચાર એબીપી અસ્મિતા પરિવારે આજે એક કર્મઠ સાથી ગુમાવ્યા છે. એબીપી અસ્મિતાની ડિજિટલ ટીમમાં કાર્યરત એવા યુવા પત્રકાર અજયભાઈ વસાવાનું શનિવારે અકાળે નિધન થયું છે. રિસર્ચ કરી રીપોર્ટ તૈયાર કરાવવામાં મહારથ ધરાવનાર 28 વર્ષીય અજયભાઈ વસાવાના નિધનના સમાચારથી માત્ર એબીપી અસ્મિતાએ જ નહીં પરંતુ ગુજરાતના પત્રકારત્વ જગતને મોટી ખોટ પડી છે. ગુજરાતી ભાષા પર પ્રભુત્વ ધરાવનાર અજયભાઈ વસાવાએ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના સાતકાશી ગામથી શિક્ષણ મેળવી અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલીઝમ કર્યું હતું. હરહંમેશ છેવાડાના માનવીની ચિંતા કરી ગ્રામીણ વિસ્તારોના રીપોર્ટ તૈયાર કરનાર આ હોનહાર જર્નાલીસ્ટની વિદાય અમને હરહંમેશ સાલશે. આ દુખની ઘડીમાં અજયભાઈના પરિવારને દુખ સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ આપે તેવી પ્રાર્થના. અજયભાઈના પરિવાર સાથે એબીપી અસ્મિતા પરિવાર પણ દુખની લાગણી અનુભવે છે. સ્વર્ગસ્થના દિવ્ય આત્માને પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના.