શોધખોળ કરો

Gujarat News: ગુજરાતમાં ગ્રીન મિથેનોલ અને ગ્રીન ઇથેનોલના ઉત્પાદન માટે થયા રેકોર્ડ 1,000 કરોડના MoU, રાજ્ય બનશે વધુ મજબૂત

ગુજરાત હાલમાં ભારતની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં 15% યોગદાન આપે છે, જે તેને સૌથી ઝડપથી વિકસતા પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદક ક્ષેત્રોમાંનું એક બનાવે છે.

ગાંધીનગર, 29 નવેમ્બર, 2023: ગુજરાત સરકાર જાન્યુઆરી 2024માં 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ સમિટની તૈયારી કરી રહી છે. અત્યાર સુધીમાં 6 આંતરરાષ્ટ્રીય અને 8 રાષ્ટ્રીય સ્તરના રોડ શૉ અને પ્રતિનિધિમંડળની મુલાકાતો હાથ ધરવામાં આવી છે. આ રોડ શોના પ્રતિનિધિમંડળો વિવિધ ક્ષેત્રોમાં વન-ટૂ-વન મીટિંગ્સ, રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ અને સેમિનાર દ્વારા 1000 થી વધુ કંપનીઓ સાથે મુલાકાત કરી ચુક્યા છે.

આ મુલાકાતોએ ગુજરાત સરકારને વડાપ્રધાનના “વિકસિત ભારત @2047”ના વિઝનમાં યોગદાન આપવા માટે ગુજરાતનો રોડમેપ દર્શાવવાની તેમજ તેની વિકાસ યાત્રામાં ભાગીદાર બનવા માટે આમંત્રિત કરવાની તક પૂરી પાડી છે. ગુજરાત સરકારના પ્રતિનિધિમંડળની આ મુલાકાતોએ રાજ્યની વિકાસયાત્રા પ્રદર્શિત કરવાની, ભવિષ્યના વિકાસ માટેના રાજ્યના વિઝનને શેર કરવાની અને ગુજરાતની વિકાસયાત્રામાં ભાગીદાર બનવા માટે તેમને આમંત્રિત કરવાની અનન્ય તક પૂરી પાડી છે.

VGGS 2024 રોડ શો અને પ્રતિનિધિમંડળની મુલાકાતોમાંથી ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એનર્જી સેક્ટર માટેની મુખ્ય વાતો:
ગુજરાત હાલમાં ભારતની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં 15% યોગદાન આપે છે, જે તેને સૌથી ઝડપથી વિકસતા પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદક ક્ષેત્રોમાંનું એક બનાવે છે. આ ઉપરાંત ગુજરાત સરકારે તાજેતરમાં રિન્યુએબલ એનર્જી પોલિસી 2023 પણ લોન્ચ કરી છે. આ નીતિ રાજ્યને તેની ઉર્જા જરૂરિયાતોના 50% રિન્યુએબલ ઉર્જા સ્ત્રોતોમાંથી મેળવવા માટે સક્ષમ બનાવશે, જે 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનને 45% ઘટાડવાના ભારતના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદ કરશે.

ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન તરફ આગળ વધતાં, ગુજરાત સરકારે જમીન ફાળવણી નીતિ પણ જાહેર કરી છે જે રાજ્યને ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા માટે સંખ્યાબંધ પ્રોત્સાહનો પ્રદાન કરે છે. આ નીતિ અનુસાર, ગ્રીન હાઇડ્રોજન કંપનીઓએ તેમના પ્લાન્ટ શરૂ કર્યાના પાંચ વર્ષમાં પ્લાન્ટ ઉત્પાદન ક્ષમતાના 50% અને આઠ વર્ષમાં 100% ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન ક્ષમતા પ્રાપ્ત કરવી પડશે.

આ લક્ષ્યો હાંસલ કરવા માટે ગુજરાત સરકારે ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરની અગ્રણી વૈશ્વિક કંપનીઓ અને મુંબઈ, નવી દિલ્હી, કોલકાતા અને ચંદીગઢની રાષ્ટ્રીય ઊર્જા અને ગ્રીન હાઇડ્રોજન કંપનીઓ સાથે ઘણી બેઠકો યોજી હતી. પ્રતિનિધિમંડળે ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એનર્જી ક્ષેત્ર માટે ગુજરાતનું વિઝન શેર કર્યું હતું અને ગુજરાતમાં ઉપલબ્ધ વિવિધ તકોની ચર્ચા કરી હતી.

ચર્ચા દરમિયાન રોકાણમાં રસ દાખવનારી કંપનીઓ અલ્ટરનેટીવ ફ્યુઅલ પ્રોડક્શન, ગેસ/ટેક્નોલોજી સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ, લિથિયમ-આયન બેટરી ઉત્પાદન, સોલાર પીવી મોડ્યુલ્સ ઉત્પાદન, ડીકાર્બોનાઇઝેશન ઈનીશિએટીવ અને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન જેવા વિવિધ પેટા-ક્ષેત્રોની જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદરૂપ છે. વધુમાં, ડેનિશ મેરીટાઇમ કંપનીઓએ પણ ગુજરાતના બંદરો પરથી ગ્રીન મિથેનોલ અને ગ્રીન ઇથેનોલ ખરીદવામાં રસ દાખવ્યો છે.

વધુમાં, વેલસ્પન અને કિરી ઇન્ડસ્ટ્રીઝ જેવી ભારતીય કંપનીઓએ ગુજરાતથી યુરોપમાં ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયાની નિકાસની સુવિધા માટે લિલી નેવિટાસ (જર્મની) અને સુન્ડ્રૉનિક્સ (જર્મની) સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. શિપિંગ માટે ગ્રીન ફ્યુઅલની વિશાળ સંભાવનાને ઓળખીને, શક્તિ ગ્રુપે ગુજરાતમાં ગ્રીન મિથેનોલ અને ગ્રીન ઇથેનોલના ઉત્પાદન માટે રૂ. 1,000 કરોડના રોકાણ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.

ગુજરાતની રોકાણકાર મૈત્રીપૂર્ણ નીતિઓ, VGGS 2024 અંતર્ગત સાઇન કરાયેલા MOU અને રાજ્યમાં અત્યાર સુધી આકર્ષિત રોકાણ ગુજરાત માટે વૈશ્વિક ગ્રીન હાઇડ્રોજન કેપિટલ બનવાનો માર્ગ મોકળો કરી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

"દરેકને મરવું છે, પણ ગંગાના કિનારે મરે…..": મહાકુંભની નાસભાગ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi:બજેટ સત્રના પ્રારંભમાં જ PM મોદીએ બજેટને લઈને શું કહી દીધી મોટી વાત?| Abp AsmitaSurendranagar Group Clash: સગાઈ પ્રસંગમાં ટોળાનો હુમલો, પથ્થરમારો અને ધડાધડ ફાયરિંગMaheshgiri Vs Girish Kotecha:‘ગિરનારને અપવિત્ર કરવાનું કામ કર્યું તને છોડીશ નહીં... ધમકી શેનો આપે છે’Mahakumbh 2025 News: મહાકુંભ 2025ને લઈને સૌથી મોટા સમાચાર, યોગી સરકારે કર્યો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"દરેકને મરવું છે, પણ ગંગાના કિનારે મરે…..": મહાકુંભની નાસભાગ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
8મું પગારપંચ: 'બાબુ' થી 'સાહેબ', કોના પગારમાં કેટલો વધારો થશે? જાણો આંકડા
8મું પગારપંચ: 'બાબુ' થી 'સાહેબ', કોના પગારમાં કેટલો વધારો થશે? જાણો આંકડા
ઠંડીનો વધુ એક રાઉન્ડ અને ગાજવી સાથે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ઠંડીનો વધુ એક રાઉન્ડ અને ગાજવી સાથે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Maharashtra GBS: પૂણેમાં GBSનો કહેર, 36 વર્ષના યુવકનું હોસ્પિટલમાં મોત, જાણો લક્ષણો
Maharashtra GBS: પૂણેમાં GBSનો કહેર, 36 વર્ષના યુવકનું હોસ્પિટલમાં મોત, જાણો લક્ષણો
Ashram 3 Part 2 Teaser: 'બાબા નિરાલા' ના રોલમાં ફરી ધમાલ મચાવશે બોબી દેઓલ, 'આશ્રમ 3' ભાગ 2 નું ટીઝર રિલીઝ
Ashram 3 Part 2 Teaser: 'બાબા નિરાલા' ના રોલમાં ફરી ધમાલ મચાવશે બોબી દેઓલ, 'આશ્રમ 3' ભાગ 2 નું ટીઝર રિલીઝ
Embed widget