Gujarat Corona Live update: અમદાવાદ સિવિલ હોસ્પિટલના વધુ 8 ડોક્ટર સંક્રમિત, એમ, એસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સહિત 4 લોકો સંક્રિમત
રાજ્યમા સતત કોરોના કેસ વધી રહ્યાં છે. રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5677 કેસ નોંધાયા છે. બીજી તરફ 1359 દર્દીઓ રિકવર પણ થયા છે.
LIVE
Background
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5677 કેસ નોંધાયા છે. બીજી તરફ 1359 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,22,900 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 96.14 ટકાએ પહોંચ્યો છે
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 11 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 264 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 11657 લોકોને પ્રથમ અને 30372 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 2 તબીબો અને 3 નર્સ કોરોના સંક્રમિત, 4 દર્દી ઓક્સિજન પર, જાણો વધુ વિગત
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે તબીબો અને ત્રણ નર્સ કોરોના સંક્રમિત થયા છે. સિવિલના કોરોના વોર્ડમાં દર્દની સંખ્યા વધી રહી છે. ચાર દર્દીઓ ઓક્સિજન પર છે. રાજકોટ ની પારીજાત રેસીડેન્સી માં બઁગાળ થી આવેલ પરિવાર ના પાંચનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અમદાવાદની હોસ્પિટલોમાં કોરોનાના હવે ૧૯૪ દર્દી હાલ સારવાર હેઠળ છે. બે દિવસમાં હોસ્પિટલાઇઝ્ડ દર્દીમાં ૫૦%નો વધારો થયો છે.
ખાનગી હોસ્પિટલોમાં ૧૧૯, એસવીપીમાં 52 જ્યારે સિવિલમાં ૨૩ દર્દી સારવાર હેઠળ છે.
અમદાવાદમાં હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને રાહત, અમદાવાદ મ્યુનિએ કર્યો આ મહત્વનો નિર્ણય
કોરોના નો ત્રીજી લહેર વચ્ચે વેરાવળ માં મેરેથોન દોડ યોજાઇ જેમાં કોવિડ ની ગાઈડ લાઇનના લીરેલીરા ઉડતાં જોવા મળ્યાં.સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર, નગરપાલિકા પ્રમુખ પિયુષ ફોફડી સહિત ના રાજકીય પદાધિકારીઓ એ લીલી ઝંડી આપી હતી જો કે અહીં માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના ઉડ્યા ધજાગરા ઉડ્યાં હતા. ભાજપ ના જ જવાબદાર પદાધિકારીઓ દ્વારા કોવિડ ના નિયમોની એસીતેસીના થતી જોવા મળી હતી. સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર મુક પ્રેક્ષક ની ભૂમિકામાં જોવા મળ્યુ.
કોરોના નો ત્રીજી લહેર વચ્ચે વેરાવળ માં મેરેથોન દોડ યોજાઇ જેમાં કોવિડ ની ગાઈડ લાઇનના લીરેલીરા ઉડતાં જોવા મળ્યાં.
સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર, નગરપાલિકા પ્રમુખ પિયુષ ફોફડી સહિત ના રાજકીય પદાધિકારીઓ એ લીલી ઝંડી આપી હતી જો કે અહીં માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના ઉડ્યા ધજાગરા ઉડ્યાં હતા. ભાજપ ના જ જવાબદાર પદાધિકારીઓ દ્વારા કોવિડ ના નિયમોની એસીતેસીના થતી જોવા મળી હતી. સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર મુક પ્રેક્ષક ની ભૂમિકામાં જોવા મળ્યુ.
ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો, એક્ટિવ કેસ 22 હજાર પાર, જાણો વધુ અપડેટ
ગુજરાતમાં વધુ ૫,૬૭૭ને કોરોના એક્ટિવ કેસ ૨૨ હજારને પાર થયો છે. અમદાવાદમાં 26 મે બાદ 10 હજારથી વધુ એક્ટિવ કેસ નોંધાયા છે. 22901 દર્દી સારવાર હેઠળ છે. તો 25 વેન્ટિલેટર પર 85 ટકા નવા કેસમાં માત્ર ચાર જિલ્લામાં ૧૩૫૯ દર્દી સાજા થયા.
વડોદરામાં પોલીસ વિભાગમાં કોરોના ની એન્ટ્રીથી ફફડાટ, ત્રણ દિવસમાં 2 પોલીસ કર્મી સંક્રમિત
વડોદરામાં પોલીસ વિભાગમાં કોરોના ની એન્ટ્રીથી ફફડાટ, ફતેગંજ પોલીસ મથક ના પીઆઇ અને હેડ કવાર્ટર ના હેડ કોન્ટેબલ કોરોના પોઝિટિવ થયા છે. છેલ્લા ત્રણ દિવસથી બંને કર્મચારીને શરદી અને તાવ રહેતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. બંને પોલીસ કર્મી ને હોમ આઇસોલેશન માં રાખવામાં આવ્યા છે. ફતેગંજ પોલીસ મથકને સેનિટાઇઝ કરવામાં આવ્યું છે
અમદાવાદમાં હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને રાહત, અમદાવાદ મ્યુનિ. તંત્ર દ્વારા કોરોનાના દર્દીઓ માટે ટેલી મેડીસીન સેવા શરુ કરવામાં આવી હેલ્થ સેન્ટરમાં ૨૪ કલાક માટે ડોકટરોની ટીમ કાર્યરત કરવામાં આવી