શોધખોળ કરો

ટેસ્લા બાદ વધુ એક કંપની ગુજરાતમાં ઇલેક્ટ્રિક કારનો પ્લાન્ટ સ્થાપશે, સુરેન્દ્રનગર નજીક જમીનની પસંદગી કરી

કંપની પ્લાન્ટ માટે કચ્છ, ધોલેરા ઉપરાંત અન્ય સ્થળોએ નજર નાંખી હતી પણ હવે આખરે સુરેન્દ્રનગર નજીક કાર પ્લાન્ટ માટે જમીનની પસંદગી કરવામાં આવી છે.

Maruti Suzuki Electric Car Plant: ટેસ્લા બાદ હવે વધુ એક કંપની ગુજરાતમાં ઈવી કાર અને બેટરી પ્લાન્ટ સ્થાપવાની તૈયારીમાં છે. વાઈબ્રન્ટ સમિટ-2024માં મારુતિ સુઝુકી કાર પ્લાન્ટ સ્થાપવા અંગે ગુજરાત સરકાર સાથે એમઓયુ કરી શકે છે. નોંધનીય છે કે, મારુતિનો એક પ્લાન્ટ હાંસલપુરમાં કાર્યરત છે જ ત્યારે હવે બીજો પ્લાન્ટ સ્થપાવની જાહેરાત કરી શકે છે.

હારમાં ગુજરાતમાં એક પ્લાન્ટ હોવા છતાં મારુતિ પાસે ત્રણ લાખથી વધુ કારનો બેકલોગ પડ્યો છે. ગુજરાત સમાચારના અહેવાલ અનુસાર મારુતિ સુઝુકી પોતાનો કાર બિઝનેસ વિસ્તારવા માગે ચે જેના ભાગરૂપે ગુજરાતમાં જ વધુ એક કાર પ્લાન્ટ નાંખવાનું નક્કી કર્યું છે. મારુતિ સુઝુકીના અધિકારોને ટાંકીને જણાવ્યું છે કે, કંપની પ્લાન્ટ માટે કચ્છ, ધોલેરા ઉપરાંત અન્ય સ્થળોએ નજર નાંખી હતી પણ હવે આખરે સુરેન્દ્રનગર નજીક કાર પ્લાન્ટ માટે જમીનની પસંદગી કરવામાં આવી છે. છેલ્લા કેટલાંય દિવસતી મારૂતિ સુઝુકી અને ઉદ્યોગ વિભાગના અધિકારીઓ વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. હવે વાઈબ્રન્ટ 2024માં તેના ઈવી કાર પ્લાન્ટની સત્તાવાર જાહેરાત કરશે અને સરકાર સાથે એમઓયુ કરશે. નોંધનીય ચે કે, મારુતિ દર વર્ષે 10 લાખ કાર બનાવવાનો ટાર્ગેટ રાખે છે. સૂત્રો અનુસાર કંપની વધુ એક કાર પ્લાન્ટને લઈને રોજગારીના અનેક અવસર ઉભા થશે. ટાટા, મારુતિ, ઉપરાંત ટેસ્લાનું પણ આગમન નક્કી છે તે જોતા ગુજરાત આગામી દિવોમાં ઓટો હબ સ્ટેટ બની રહેશે તે નક્કી છે.

ટેસ્લા ભારતમાં આવતા વર્ષે જાન્યુઆરીમાં જ લોન્ચ થઈ શકે છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની ગાંધીનગરમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 દરમિયાન જાન્યુઆરીમાં ભારતમાં તેના પ્રવેશની જાહેરાત કરી શકે છે.

આ સમિટ રાજ્યમાં રસ ધરાવતા રોકાણકારોની વાર્ષિક વૈશ્વિક પરિષદની 10મી આવૃત્તિ હશે. ટેસ્લાના CEO અને સ્થાપક એલોન મસ્ક ભારતમાં EV ઉત્પાદકની એન્ટ્રીની જાહેરાત કરવા માટે હાજર રહી શકે છે. રાજ્યમાં અનેક મીડિયા સંસ્થાઓના અહેવાલો અનુસાર, EV નિર્માતા તેના ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે જમીન માટે સરકાર સાથે વાટાઘાટોના અંતિમ તબક્કામાં છે.

આ વર્ષની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુ.એસ.ની મુલાકાત દરમિયાન એલોન મસ્કને મળ્યા બાદ ટેસ્લાએ અગાઉ સંકેત આપ્યો હતો કે તે ભારતમાં રોકાણ યોજનાઓ પર પુનર્વિચાર કરી રહી છે. ટેસ્લાએ લગભગ એક વર્ષ પહેલા ભારતમાં ઊંચી આયાત શુલ્કને કારણે ભારતમાં રોકાણ ન કરવાનો નિર્ણય લીધો હતો. અને હવે યુએસ સ્થિત EV ઉત્પાદક આ અભિગમમાં ફેરફાર જોઈ રહ્યા છે. હાલમાં જ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પણ અમેરિકામાં ટેસ્લા પ્લાન્ટની મુલાકાત લીધી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વર્ષ વિત્યુ, વેદના યથાવતHun To Bolish : હું તો બોલીશ : મોતના માફિયાને કોઈ બચાવતા નહીંRs 300 Crore Scam: રાજકોટમાં BZ જેવું કૌભાંડ !  8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા!Khyati Hospital Scandal: મોતના માફિયા કાર્તિક પટેલની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે  હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો
SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો
Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 
Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 
Embed widget