Andhra Pradesh Capital: આંધ્ર પ્રદેશની નવી રાજધાની હશે વિશાખાપટ્ટનમ, મુખ્યમંત્રી જગન રેડ્ડીએ કરી જાહેરાત
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ મંગળવારે જાહેરાત કરી કે વિશાખાપટ્ટનમ શહેર રાજ્યની રાજધાની બનવા જઈ રહ્યું છે.
Andhra Pradesh New Capital: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ મંગળવારે જાહેરાત કરી કે વિશાખાપટ્ટનમ શહેર રાજ્યની રાજધાની બનવા જઈ રહ્યું છે. દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, "હું તમને બધાને વિશાખાપટ્ટનમમાં આમંત્રિત કરવા આવ્યો છું જે આગામી દિવસોમાં આપણી રાજધાની બનવા જઈ રહી છે. હું પણ આવનારા મહિનામાં વિશાખાપટ્ટનમ શિફ્ટ થઈશ."
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, "અમે 3 અને 4 માર્ચે વિશાખાપટ્ટનમમાં વૈશ્વિક સમિટનું આયોજન કરી રહ્યા છીએ... હું તમને બધાને સમિટમાં વ્યક્તિગત રીતે આમંત્રિત કરવા આવ્યો છું." રેડ્ડીએ વિદેશી અને સ્થાનિક રોકાણકારોને વિનંતી કરી કે અમારી પાસે આવો અને જુઓ કે આંધ્ર પ્રદેશ રાજ્યમાં વેપાર કરવો કેટલો સરળ છે.
અગાઉ, રેડ્ડીએ વિશાખાપટ્ટનમને રાજ્ય વહીવટીતંત્રની બેઠક તરીકે પ્રસ્તાવિત કર્યો હતો, જે સ્પષ્ટ કરે છે કે રાજ્યનું ભાવિ વિકેન્દ્રિત વિકાસ પર આધારિત છે. મુખ્ય મથક તરીકે, તે રાજ્યના રાજ્યપાલનો આધાર પણ હશે, જ્યારે વિધાનસભા અમરાવતીથી કાર્ય કરશે. તેમણે કહ્યું હતું કે 1956માં તત્કાલીન મદ્રાસ રાજ્યમાંથી આંધ્રના અલગ થયા બાદ હાઈકોર્ટને કુર્નૂલમાં ખસેડવામાં આવશે, જે એક સમયે રાજધાની હતી.
#WATCH | "Here I am to invite you to Visakhapatnam which will be our capital in the days to come. I will also be shifting to Visakhapatnam in the months to come": Andhra Pradesh CM YS Jagan Mohan Reddy at International Diplomatic Alliance meet in Delhi pic.twitter.com/wANqgXC1yP
— ANI (@ANI) January 31, 2023
રેડ્ડીનું માનવું છે કે સમગ્ર રાજ્યમાં કાર્યકારી અને ન્યાયિક કાર્યોની સીટોનુ વિતરણ, સમાન પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપશે. જ્યારે દેશમાં તેની કોઈ સમાનતા નથી. યુવજવ શ્રમિક રાયથુ કોંગ્રેસ (વાયએસઆરસી) પાર્ટીમાં તેમના કટ્ટર સમર્થકો કહે છે કે આ અનેક રાજધાની શહેરોના અનુભવોથી પ્રેરિત છે.
મુખ્યમંત્રી રેડ્ડીએ કહ્યું કે તેઓ તેમની ઓફિસ વિશાખાપટ્ટનમ શિફ્ટ કરશે. 23 એપ્રિલ, 2015ના રોજ, આંધ્ર સરકારે અમરાવતીને તેની રાજધાની જાહેર કરી. પછી 2020 માં, રાજ્યએ ત્રણ પાટનગર બનાવવાની યોજના બનાવી. જેમાં અમરાવતી, વિશાખાપટ્ટનમ અને કુર્નૂલનો સમાવેશ થાય છે.
માર્ચમાં વિશાખાપટ્ટનમમાં યોજાનારી 'ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ' માટેની તૈયારીની બેઠકને સંબોધતા રેડ્ડીએ જણાવ્યું હતું કે તેઓ આગામી મહિનાઓમાં તેમની ઓફિસને શહેરમાં શિફ્ટ કરશે.