(Source: ECI/ABP News/ABP Majha)
Sonia Gandhi Health: કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડી, સર ગંગારામ હૉસ્પીટલમાં કરાયા ભરતી, જાણો
આ પહેલા 2023માં સોનિયા ગાંધીને બે વખત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Sonia Gandhi In Hospital: હાલમાં જ સમાચાર મળી રહ્યાં છે કે સોનિયા ગાંધીની તબિયત લથડતા તેમને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને સામાન્ય તાવના લક્ષણો છે. હાલ તેઓ તબીબોની દેખરેખ હેઠળ છે અને તેમની તબિયત સ્થિર છે.
આ પહેલા 2023માં સોનિયા ગાંધીને બે વખત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 12 જાન્યુઆરી 2023 એ તેમને શ્વસન ચેપની સારવાર માટે દિલ્હીના સર ગંગારામમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને 17 જાન્યુઆરી 2023એ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ ઉપરાંત માર્ચમાં પણ તેને તાવના કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસના નેતાએ તાજેતરમાં 31 ઓગસ્ટ-1 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાયેલી ઈન્ડિયા એલાયન્સની ત્રીજી બેઠકમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમના પુત્ર અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ તેમની સાથે હતા.
Congress Parliamentary Party Chairperson Sonia Gandhi has been admitted to Delhi's Sir Gangaram Hospital with symptoms of mild fever. She is under doctors' observation and is currently stable: Sources pic.twitter.com/9uuZz8n4ra
— ANI (@ANI) September 3, 2023
સોનિયા ગાંધી હાલમાં જ મુંબઈમાં ઈન્ડિયાની બેઠકમાં સામેલ થયા હતા. જ્યાં રાહુલ ગાંધી પણ પહોંચ્યા હતા. આ અગાઉ આ વર્ષે માર્ચમાં પણ તેઓ બીમાર પડ્યા હતા.જે બાદ તેમને ગંગારામ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા બાદ બાદમાં સ્વસ્થ થતાં તેઓ ઘરે પરત ફર્યા હતા.
Get Well Soon Mrs Sonia Gandhi ji pic.twitter.com/sFbJC8Z4nO
— Supriya Bhardwaj (@Supriya23bh) September 3, 2023
Sonia Gandhi ji's health has suddenly deteriorated, she has been admitted to Gangaram Hospital.
— Harshvardhan Tiwari (@poetvardhan) September 2, 2023
Get well soon Madam.
She is a tigress, she will overcome ✊#SoniaGandhi #RahulGandhi pic.twitter.com/TdCmEy04UN
There has been news of Mrs. Sonia Gandhi being unwell.
— Bhopal Congress (@Bhopalinc) September 3, 2023
I pray to God for speedy recovery.
All our wishes and prayers are with him. #SoniaGandhi pic.twitter.com/XhRuO0mZai
-