MP News: ગ્વાલિયરમાં મહિલાએ 4 પગવાળી બાળકીને આપ્યો જન્મ, ડોક્ટરે આ બીમારીને ગણાવી જવાબદાર
ઘણી વખત આપણે આવા જન્મેલા બાળકોને જોતા હોઈએ છીએ, જેને જોઈને આશ્ચર્ય થાય છે આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના ગ્વાલિયરથી સામે આવ્યો છે જ્યાં એક મહિલાએ કમલરાજા હોસ્પિટલમાં ચાર પગવાળા બાળકને જન્મ આપ્યો
![MP News: ગ્વાલિયરમાં મહિલાએ 4 પગવાળી બાળકીને આપ્યો જન્મ, ડોક્ટરે આ બીમારીને ગણાવી જવાબદાર Gwalior news women gave birth to girl have four legs doctors ready to operate two legs MP News: ગ્વાલિયરમાં મહિલાએ 4 પગવાળી બાળકીને આપ્યો જન્મ, ડોક્ટરે આ બીમારીને ગણાવી જવાબદાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/16/172c21dc8afae4ab16aa0a5a58f1ccaa167117233144981_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
MP News:ઘણી વખત આપણે આવા જન્મેલા બાળકોને જોતા હોઈએ છીએ, જેને જોઈને આશ્ચર્ય થાય છે આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના ગ્વાલિયરથી સામે આવ્યો છે જ્યાં એક મહિલાએ કમલરાજા હોસ્પિટલમાં ચાર પગવાળા બાળકને જન્મ આપ્યો
ઘણી વખત આપણે આવા જન્મેલા બાળકોને જોતા હોઈએ છીએ, જેને જોઈને આશ્ચર્ય થાય છે આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના ગ્વાલિયરથી સામે આવ્યો છે જ્યાં એક મહિલાએ કમલરાજા હોસ્પિટલમાં ચાર પગવાળા બાળકને જન્મ આપ્યો. ચાર પગની આ બાળકીને જોવા માટે હોસ્પિટલમાં ભારે ભીડ ઉમટી હતી. હાલ તબીબે યુવતીને SNCUમાં દાખલ કરી છે. મળતી માહિતી મુજબ, સિકંદર કંપુની રહેવાસી મહિલાને બુધવારે લેબર પેઈનને કારણે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. તે રાત્રે મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો. બાળકીના જન્મ પછી હોસ્પિટલના તમામ ડોકટરો આશ્ચર્યચકિત કરી દીધા હતા.
પોલિમેલિયાની ફરિયાદ હોઈ શકે છે
બાળરોગ નિષ્ણાંત ડો.રવિ અંબેએ જણાવ્યું છે કે જોડિયા બાળકોના કિસ્સામાં આવા કિસ્સાઓ વારંવાર જોવા મળે છે. ડૉક્ટરે કહ્યું કે આવા કિસ્સામાં પોલિમેલિયાની કારણે હોઈ શકે છે. આ બંને પગ સર્જરી દ્વારા કાઢવા પડશે”
કમલરાજા હોસ્પિટલના બાળરોગ ચિકિત્સક ડૉ. આર.ડી. દત્તાએ જણાવ્યું છે કે નવજાત બાળકીની તેમની નીચે સારવાર કરવામાં આવી રહી છે. ડો. દત્તાએ જણાવ્યું કે બાળકીને પોલિમેલિયાની સમસ્યા છે. જેના કારણે માતાના ગર્ભમાં ઉછરી રહેલા ભ્રૂણના શરીરનો વધારાનો વિકાસ થવા લાગે છે. ડૉક્ટરે કહ્યું કે આખા દેશમાં આવા માત્ર ચાર બાળકો છે. તેમણે એમ પણ કહ્યું કે મધ્યપ્રદેશનો આ પહેલો કેસ છે. બાળકના બહાર નીકળેલા બે પગ ઉપરાંત નિતંબના ઉપરના ભાગમાં હાડકું જોડાયેલું છે, તેથી બે સર્જરી પછી બંને પગ કાઢી શકાય છે. સર્જરી પછી બાળક સામાન્ય સ્થિતિમાં આવી શકશે.
Crime News: સુરતમાં ખુલ્લેઆમ યુવકની હત્યા, ચપ્પુ વડે હુમલો કરી આરોપી ફરાર
Crime News:સુરતમાં વધુ એક હત્યાની ઘટના બની છે. અહીં એક યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જીવન મરણ વચ્ચે ઝુલતા યુવકને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો.
સુરતમાં ફરી એકવાર હત્યાની ઘટના બની છે. અહીં યુવકની ચપ્પુ વડે નિર્મમ હત્યા કરી દેવાઇ છે. અજાણ્યા યુવકે ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતાં યુવકને ગંભીર ઇજા પહોંચી હતી બાદ ઇજાગ્રસ્ત યુવકને તાબડતોબ પીપી માણીયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે ડોક્ટરે ટૂંકી સારવાર બાદ તેને મૃત જાહેર કર્યો હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)