શોધખોળ કરો

ભારતમાં કેટલા શરણાર્થીઓ રહે છે? ક્યાં દેશમાંથી સૌથી વધુ શરણાર્થીઓ ભારત આવ્યાં? જાણો સમગ્ર વિગત

Refugees in India :ઘણા લોકો અન્ય દેશોમાં પોતાને સુરક્ષિત રાખવાનો માર્ગ શોધે છે. તેઓ સરહદ પાર કરીને બીજા દેશોમાં પહોંચી જાય છે. હવે સવાલ એ થાય છે કે ભારતમાં આવા લોકોની સંખ્યા કેટલી છે.

Refugees in India : શરણાર્થી એટલે એવા લોકો કે જેઓ પોતાના દેશની ખરાબ પરિસ્થિતિ, યુદ્ધ, રાજકીય ઉથલપાથલને કારણે ઉદ્ભવતા ડરથી બીજા દેશમાં આશ્રય લે છે. જ્યાં તેઓને નાગરિકતા મળતી નથી અને તેઓ પોતાના વાસ્તવિક દેશમાં જવા માંગતા નથી. ઘણા લોકો પોતાનો દેશ છોડી અન્ય દેશોમાં પોતાને સુરક્ષિત રાખવાનો માર્ગ શોધે છે. તેઓ સરહદ પાર કરીને બીજા દેશોમાં પહોંચી જાય છે. હવે સવાલ એ થાય છે કે ભારતમાં આવા લોકોની સંખ્યા કેટલી છે. ભારતમાં કેટલા નાગરિકો અન્ય દેશોમાંથી આવીને આશરો લઈ રહ્યા છે? તો જવાબ છે 46 હજાર રેફ્યુજીઓ  UNHCRના ચોપડે નોંધાયેલા છે. 

ભારતમાં 46 હજાર શરણાર્થીઓ 
યુનાઇટેડ નેશન હાઈ કમિશન ફોર રેફ્યુજી - UNHCR મુજબ, 31 જાન્યુઆરી 2022 સુધીમાં, 46,000 થી વધુ શરણાર્થીઓ અને આશ્રય શોધનારાઓ ભારતમાં નોંધાયેલા છે. આ મુખ્યત્વે મ્યાનમાર અને અફઘાનિસ્તાનના છે. ભારતમાં શરણાર્થીઓ અને આશ્રય શોધનારાઓ મુખ્યત્વે શહેરી વિસ્તારોમાં રહે છે. 46% શરણાર્થીઓ મહિલાઓ અને છોકરીઓ છે અને 36% બાળકો છે.

ભારત દાયકાઓથી વિવિધ શરણાર્થી જૂથોની યજમાની કરી રહ્યું છે અને બળજબરીથી વિસ્થાપિત થયેલા ઘણા લોકો માટે ઉકેલો શોધી કાઢ્યા છે.UNHCR 11 રાજ્યોમાં શરણાર્થીઓને મદદ કરવાના સરકારી પ્રયાસોને સમર્થન આપે છે. તે NGO સહિત વિવિધ સેવાભાવિ સંસ્થાઓ  સાથે નજીકથી કામ કરે છે.

17,933 શ્રીલંકન શરણાર્થીઓ સ્વદેશ પરત ફર્યા 
અહેવાલ મુજબ 2002થી ફેબ્રુઆરી 2022 સુધીમાં 17,933 શ્રીલંકાના શરણાર્થીઓ UNHCRની સહાયથી સ્વેચ્છાએ સ્વદેશ પાછા ફર્યા છે.ભારત અનાદિ કાળથી શરણાર્થીઓ અને આશ્રય શોધનારાઓ માટે ઉદાર યજમાન છે અને દેશમાં ઘણા શરણાર્થી સમુદાયો વિકસ્યા છે.ભારતમાં મોટી સંખ્યામાં શરણાર્થીઓની યજમાની કરવાની લાંબી પરંપરા છે.ભારત વિશ્વાસપાત્ર ભાગીદાર છે, ખાતરી આપે છે કે જેમને મદદની જરૂર છે તેઓને જગ્યા અને સુરક્ષા મળશે.

UNHCR ભારતમાં 1981 થી કામ કરી રહ્યું છે
UNHCR ભારતમાં શરણાર્થીઓ અને આશ્રય શોધનારાઓની સુરક્ષા માટે 1981 થી કામ કરી રહ્યું છે. ભારત સરકારના પ્રયાસો દ્વારા સમર્થિત UNHCR ભારતના 11 રાજ્યોમાં સ્થિત ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય, નીતિ આયોગ, NGO સાથે કામ કરે છે. તાજેતરમાં પડોશી દેશોમાં હિંસા અને અસ્થિરતાને કારણે નોંધણી અને સહાયતા મેળવવા માટે ભારતમાં UNHCR આશ્રય શોધનારાઓની સંખ્યામાં વધારો થયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar New CM: નીતિશ કુમાર જરૂરી પણ, મજબૂરી પણ! બિહારમાં BJP પાસે હાલમાં ચાર ઓપ્શન
Bihar New CM: નીતિશ કુમાર જરૂરી પણ, મજબૂરી પણ! બિહારમાં BJP પાસે હાલમાં ચાર ઓપ્શન
ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
Exclusive: દિલ્લીમાં બ્લાસ્ટ પહેલા આતંકી ઉમરે બનાવ્યો હતો વીડિયો, જાણો શું કહ્યું હતું? જુઓ Video
Exclusive: દિલ્લીમાં બ્લાસ્ટ પહેલા આતંકી ઉમરે બનાવ્યો હતો વીડિયો, જાણો શું કહ્યું હતું? જુઓ Video
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
Advertisement

વિડિઓઝ

Rajkot News : અનૈતિક સંબંધનો કરુણ અંજામ, ખેલૈયાઓ ખૂની ખેલ!
Bhavnagar Murder Case : ફોરેસ્ટ ઓફિસરે કેમ કરી પત્ની, 2 સંતાનોની હત્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ના વેચશો બાપ-દાદાની જમીન
Hun To Bolish : હું તો બોલીશ : ફરી આવશે માવઠું ?
Hun To Bolish : હું તો બોલીશ : મંત્રીજીને કેમ યાદ આવ્યો દારુ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar New CM: નીતિશ કુમાર જરૂરી પણ, મજબૂરી પણ! બિહારમાં BJP પાસે હાલમાં ચાર ઓપ્શન
Bihar New CM: નીતિશ કુમાર જરૂરી પણ, મજબૂરી પણ! બિહારમાં BJP પાસે હાલમાં ચાર ઓપ્શન
ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
Exclusive: દિલ્લીમાં બ્લાસ્ટ પહેલા આતંકી ઉમરે બનાવ્યો હતો વીડિયો, જાણો શું કહ્યું હતું? જુઓ Video
Exclusive: દિલ્લીમાં બ્લાસ્ટ પહેલા આતંકી ઉમરે બનાવ્યો હતો વીડિયો, જાણો શું કહ્યું હતું? જુઓ Video
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
Kawasaki Bikes: 55,000 રૂપિયા સુધી સસ્તી મળી રહી છે આ બાઈક્સ, 30 નવેમ્બર બાદ થઈ જશે મોંઘી!
Kawasaki Bikes: 55,000 રૂપિયા સુધી સસ્તી મળી રહી છે આ બાઈક્સ, 30 નવેમ્બર બાદ થઈ જશે મોંઘી!
Digital Arrest: છ મહિના સુધી કેમેરા સામે રાખી બંધક! બેન્કોમાં ટ્રાન્સફર કરાવ્યા 32 કરોડ રૂપિયા
Digital Arrest: છ મહિના સુધી કેમેરા સામે રાખી બંધક! બેન્કોમાં ટ્રાન્સફર કરાવ્યા 32 કરોડ રૂપિયા
Vitamin B12નો રિપોર્ટ નોર્મલ છે છતાં અનુભવો છો થાક તો તરત જ થઈ જાવ એલર્ટ
Vitamin B12નો રિપોર્ટ નોર્મલ છે છતાં અનુભવો છો થાક તો તરત જ થઈ જાવ એલર્ટ
Income Tax Act, 2025: જાન્યુઆરી સુધી નોટિફાય કરવામાં આવશે ITR ફોર્મ અને નિયમ, એક એપ્રિલથી લાગુ થશે નવો કાયદો
Income Tax Act, 2025: જાન્યુઆરી સુધી નોટિફાય કરવામાં આવશે ITR ફોર્મ અને નિયમ, એક એપ્રિલથી લાગુ થશે નવો કાયદો
Embed widget