શોધખોળ કરો

IED Blast: જમ્મુના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ  

જમ્મુના અખનૂર સેક્ટરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ફોરવર્ડ પોસ્ટ પર IED બ્લાસ્ટમાં સેનાના એક કેપ્ટન અને એક જવાન શહીદ થયા છે.

Jammu & Kashmir News: જમ્મુના અખનૂર સેક્ટરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ફોરવર્ડ પોસ્ટ પર IED બ્લાસ્ટમાં સેનાના એક કેપ્ટન અને એક જવાન શહીદ થયા છે. વિસ્ફોટમાં એક જવાન પણ ઘાયલ થયો છે. પેટ્રોલિંગ દરમિયાન સૈનિકો તેની ચપેટમાં આવ્યા હતા. એવી આશંકા છે કે આ IED આતંકવાદીઓ દ્વારા લગાવવામાં આવ્યો હતો. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના 3.50 વાગ્યે બની હતી. સૈન્ય પેટ્રોલિંગ તેના નિયમિત પેટ્રોલિંગ પર હતું. ત્યારબાદ બોર્ડર પાસે IED બ્લાસ્ટ થયો જેમાં એક અધિકારી સહિત ત્રણ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અધિકારીઓએ માહિતી આપી હતી

માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે ભટ્ટલ વિસ્તારમાં સૈનિકો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED)ના કારણે વિસ્ફોટ થયો હતો. એવું માનવામાં આવે છે કે તે આતંકવાદીઓ દ્વારા લગાવવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે વિસ્ફોટ બાદ તરત જ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

અખનૂર સેક્ટરમાં મોર્ટાર શેલ મળી આવ્યો હતો

આ પહેલા મંગળવારે (11 ફેબ્રુઆરી), જમ્મુ જિલ્લાના અખનૂર સેક્ટરમાં એક મોર્ટાર શેલ મળી આવ્યો હતો, જેને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી. અધિકારીએ જણાવ્યું કે કેટલાક સ્થાનિક લોકોએ સવારે 10 વાગ્યાની આસપાસ નામંદર ગામ પાસે પ્રતાપ કેનાલમાં મોર્ટાર શેલ જોયો હતો. તેમણે કહ્યું કે માહિતી મળ્યા બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બાદમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવી હતી.  જેણે વિસ્ફોટક પદાર્થને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કર્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Stone Pelting: ભારત-પાક મેચ બાદ જીતના જશ્નમાં ખોખરામાં પથ્થરમારો, બે જૂથો ફટાકડા ફોડવા બાબતે ઝઘડ્યા, પોલીસે 7 ઝડપ્યા

Gujarat Weather: ગરમીની શરૂઆત પહેલા અંબાલાલની ફેબ્રુઆરીમાં વરસાદની આગાહી, માર્ચમાં પણ ખાબકશે કમોસમી વરસાદ

IND vs PAK: વ્યૂઅરશીપના તૂટ્યા અનેક રેકોર્ડ, જિયોહોટસ્ટાર પર 60 કરોડથી વધુ લોકોએ જોઇ ભારત પાકિસ્તાનની મેચ

આજે PM મોદી પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો કરશે ટ્રાન્સફર, આ રીતે કરી શકશો ચેક
આજે PM મોદી પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો કરશે ટ્રાન્સફર, આ રીતે કરી શકશો ચેક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Accident : ગુજરાતમાં અકસ્માતની વણઝાર , અલગ અલગ અકસ્માતમાં 17ના મોતSurendranagar Accident : લીંબડી હાઈવે પર ટ્રાવેલર અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત, 6ના મોતAhmedabad Stone pelting : અમદાવાદમાં મોડી રાત્રે પથ્થરમારો , મેચની ઉજવણી દરમિયાન બે જૂથ વચ્ચે બબાલHun To Bolish : હું તો બોલીશ : નેતા પુત્રનું બધું માફ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stone Pelting: ભારત-પાક મેચ બાદ જીતના જશ્નમાં ખોખરામાં પથ્થરમારો, બે જૂથો ફટાકડા ફોડવા બાબતે ઝઘડ્યા, પોલીસે 7 ઝડપ્યા
Stone Pelting: ભારત-પાક મેચ બાદ જીતના જશ્નમાં ખોખરામાં પથ્થરમારો, બે જૂથો ફટાકડા ફોડવા બાબતે ઝઘડ્યા, પોલીસે 7 ઝડપ્યા
Gujarat Weather: ગરમીની શરૂઆત પહેલા અંબાલાલની ફેબ્રુઆરીમાં વરસાદની આગાહી, માર્ચમાં પણ ખાબકશે કમોસમી વરસાદ
Gujarat Weather: ગરમીની શરૂઆત પહેલા અંબાલાલની ફેબ્રુઆરીમાં વરસાદની આગાહી, માર્ચમાં પણ ખાબકશે કમોસમી વરસાદ
IND vs PAK: વ્યૂઅરશીપના તૂટ્યા અનેક રેકોર્ડ, જિયોહોટસ્ટાર પર 60 કરોડથી વધુ લોકોએ જોઇ ભારત પાકિસ્તાનની મેચ
IND vs PAK: વ્યૂઅરશીપના તૂટ્યા અનેક રેકોર્ડ, જિયોહોટસ્ટાર પર 60 કરોડથી વધુ લોકોએ જોઇ ભારત પાકિસ્તાનની મેચ
આજે PM મોદી પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો કરશે ટ્રાન્સફર, આ રીતે કરી શકશો ચેક
આજે PM મોદી પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો કરશે ટ્રાન્સફર, આ રીતે કરી શકશો ચેક
રાજકોટ હોસ્પિટલ વાયરલ સીસીટીવી ફુટેજ કેસ, સાયબર ક્રાઈમે વધુ ત્રણ આરોપીની કરી ધરપકડ

હવે આ દેશમાં ઇ-વીઝા મારફતે જઇ શકશે ભારતીય, જાણો સમગ્ર પ્રક્રિયા

Champions Trophy: પાકિસ્તાન પર જીત બાદ પણ ટીમ ઇન્ડિયા થઇ શકે છે બહાર, જાણો સમીકરણ

13-17 વર્ષના બાળકોના મગજ પર મોબાઇલની થઇ રહી છે ખરાબ અસર, સ્ટડીમાં થયો ખુલાસો

Embed widget