શોધખોળ કરો

Accident : જામનગરના જોડિયા નજીક રફતારનો કહેર, સ્પીડમાં આવતા ટ્રકે પદયાત્રીને કચડ્યાં, ત્રણનાં મોત

Accident: જોડીયાના બાલંભા ગામ પાસે ટ્રક ચાલકે ત્રણ પદયાત્રી મહિલાઓને કચડી નાખતાં મોતને ભેટી

Jamnagar Accident :Accident: જામનગરના જોડિયાના બાલંભા નજીક ત્રણ પદયાત્રિના મોત થયા છે. અહીં કચ્છના પદયાત્રિઓને અજાણ્યા વાહન અડફેટે લેતા ત્રણ મહિલા પદયાત્રીના ઘટનાસ્થળે  જ મોત થયા છે. અકસ્માતની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. આ ઘટના વહેલી સવારે 4.30 વાગ્યાના અરસામાં બની હતી. પૂરપાટ ઝડપે આવતા ટ્રેક પદયાત્રી પર ફરી વળ્યો હતો.જેમાં ત્રણ મહિલાના મોત થયા છે જ્યારે અન્ય. અન્ય પાંચ પદયાત્રી મહિલાઓ ઘાયલ થઈ હોવાના અહેવાલ છે. ઘાયલોને  સારવાર માટે નજીકરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નોંઘનિય છે કે, કચ્છના સાંતલપુર જિલ્લાના બકુત્રા ગામના આઠ મહિલાઓ પગપાળા  દ્વારકાના મંદિર દર્શનાર્થે જઇ રહ્યાં હતા આ સમયે વહેલી સવારે સ્પીડમાં આવતા ટ્રેક તેમને અડફેટે લેતા ત્રણેય મહિલાના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા તો અન્ય 5ને ગંભીર ઇજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મદદે દોડ્યા હતા તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.  

આજે અકસ્માતનો સોમવાર છે કારણ કે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં અકસ્માતની હારમાળા સર્જાઈ છે. ભાવનગર, જામનગર, સુરેંદ્રનગરમાં અકસ્માતની ઘટના બની છે. સુરેન્દ્રનગરના લીંબડી- રાજકોટ હાઈવે પર અકસ્માતમાં એકનું મોત થયું છે. બોડીયા નજીક કારને અજાણ્યા વાહનનો ચાલક ટક્કર મારી ફરાર થયો હતો. જેના કારણે  એક વ્યકિતનું મોત થયું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. 

ભાવનગર જિલ્લામાં અલગ અલગ સ્થળે બે ખાનગી બસને અકસ્માત નડ્યો....લીમડા નજીક ખાનગી બસ પલટતા જતા 20થી 25 મુસાફરને ઈજા થઈ..તો સિહોરના બાજુડના પાટિયા પાસે ચાલુ બસમાં આગ લાગી...લીમડા નજીક બસ પલટી જતા ઢસા, દામનગર, રંઘોળાની એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા..ઈજાગ્રસ્તોને બહાર કાઢવા બે ક્રેઈન અને ચાર JCB મશીનની મદદ લેવાઈ...અકસ્માતની જાણ થતા લાઠીના ધારાસભ્ય પણ ઘટનાસ્થળે પહોંચ્યા.ખાનગી બસ લીલીયાથી સુરત જઈ રહી હતી..

ભાવનગરમાં જાનૈયાઓની ખાનગી બસમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો..ખાનગી ટ્રાવેલ્સ નારી ગામથી ગારીયાધાર તાલુકાના ઘોબા ગામે જાનૈયાઓને લઈને જઈ રહી હતી...ત્યારે સિહોરના તાલુકાના બાજુડના પાટીયા પાસે બસ પહોંચી...ત્યારે અચાનક બસમાં આગ લાગી...જો કે સમયસર તમામ જાનૈયાઓએ ઇમર્જન્સી બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો...આ દુર્ઘટનામાં જાનૈયાઓના લાખો રૂપિયા અને બે તોલા સોનું બળીને ખાખ થયું...બનાવની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા..

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

SRH vs RR Live Score:  હૈદરાબાદે રાજસ્થાનને જીતવા આપ્યો 287 રનનો ટાર્ગેટ, ઈશાનની અણનમ સદી
SRH vs RR Live Score: હૈદરાબાદે રાજસ્થાનને જીતવા આપ્યો 287 રનનો ટાર્ગેટ, ઈશાનની અણનમ સદી
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Weather : રાજ્યમાં  માવઠાનું સંકટ,  હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
Weather : રાજ્યમાં માવઠાનું સંકટ, હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sokhada Swaminarayan sect conflict: સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદનો અંત લાવવા યોજાઈ મૌન રેલીDeesa News : તલવાર સાથે વીડિયો બનાવવો યુવકને પડ્યો ભારે, પોલીસે મંગાવી માફીVadodara News : ડભોઇમાં પેસેન્જર ભરવા મુદ્દે ઇકા ચાલાકો વચ્ચે મારામારીGondal Big Breaking : ગોંડલમાં પટેલ- ક્ષત્રિય સમાજ સંયુક્ત પ્રેસ , ગણેશ જાડેજાએ કોને આપી ચેતવણી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SRH vs RR Live Score:  હૈદરાબાદે રાજસ્થાનને જીતવા આપ્યો 287 રનનો ટાર્ગેટ, ઈશાનની અણનમ સદી
SRH vs RR Live Score: હૈદરાબાદે રાજસ્થાનને જીતવા આપ્યો 287 રનનો ટાર્ગેટ, ઈશાનની અણનમ સદી
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Weather : રાજ્યમાં  માવઠાનું સંકટ,  હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
Weather : રાજ્યમાં માવઠાનું સંકટ, હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
Justice Yashwant Varma:  ફોનમાંથી એક પણ ચેટ ડિલિટ ન કરવાના જસ્ટિસ યશવંત વર્માને આદેશ, જાણો કેસ કાંડનું અપડેટ્સ
Justice Yashwant Varma: ફોનમાંથી એક પણ ચેટ ડિલિટ ન કરવાના જસ્ટિસ યશવંત વર્માને આદેશ, જાણો કેસ કાંડનું અપડેટ્સ
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
Embed widget