Mehsana: 1 લાખના ચંદનની ચોરી, માલિકની જાણ બહાર ખેતરમાંથી 5 ચંદનના વૃક્ષો અજાણ્યા શખ્સો ચોરી ગયા......
મહેસાણામાં આજે ચંદનની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. એક ખેતરમાંથી માલિકની જાણ બહાર અજાણ્યા શખ્સો ખેતરમાંથી પાંચ ચંદનના વૃક્ષો ચોરીને ફરાર થઇ ગયાની ઘટના ઘટી છે.
![Mehsana: 1 લાખના ચંદનની ચોરી, માલિકની જાણ બહાર ખેતરમાંથી 5 ચંદનના વૃક્ષો અજાણ્યા શખ્સો ચોરી ગયા...... Mehsana: more than one lakh sandalwood trees has theft by thieves in kheralu farm Mehsana: 1 લાખના ચંદનની ચોરી, માલિકની જાણ બહાર ખેતરમાંથી 5 ચંદનના વૃક્ષો અજાણ્યા શખ્સો ચોરી ગયા......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/24/05f9e3490e5c04199c02d3062414c7bb168758276332177_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mehsana: મહેસાણામાં આજે ચંદનની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. એક ખેતરમાંથી માલિકની જાણ બહાર અજાણ્યા શખ્સો ખેતરમાંથી પાંચ ચંદનના વૃક્ષો ચોરીને ફરાર થઇ ગયાની ઘટના ઘટી છે. માહિતી પ્રમાણે, મહેસાણા જિલ્લાના ખેરાલુના ચાલસોણ ગામની સીમમાં ખુશાલજી હરિજી રાણા નામના ખેડૂતના ખેતરમાં ચંદનના વૃક્ષો વાવ્યા હતા. પરંતુ જ્યારે ખુશાલજી ખેતરમાં ન હતા તે સમયે અજાણ્યા શખ્સોએ હાથ ફેરો કર્યો હતો, ખેતરમાં આવીને ચંદનના 5 વૃક્ષો કાપીને લઇ ગયા હતા. આ ચોરાયેલા પાંચ વૃક્ષોની કિંમત અત્યારે 1 લાખ રૂપિયાથી પણ વધુની છે. હાલમાં ખેતર માલિકે આ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નર્મદા કેનાલમાંથી મળ્યો મૃતદેહ, હત્યા કરી લાશને ફેંકી દીધી હોવાની આશંકાઓથી તપાસ
મહેસાણામાંથી એક અજાણી વ્યક્તિનો મૃતદેહ મળતાં લોકોમાં ચર્ચા શરૂ થઇ ગઇ છે. મહેસાણામાં મોઢેરા પાસે આવેલી નર્મદા કેનાલમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો, આ પછી પોલીસે આ યુવાન કોણ છે તે અંગે તપાસ શરૂ કરી દીધી છે. માહિતી પ્રમાણે મહેસાણામાં મોઢેરા પાસેની નર્મદા કેનાલમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે, તપાસમાં બહાર આવ્યુ હતુ કે આ વ્યક્તિ કડીના કુંડાલ ગામના રહેવાસી હતો. આ પછી કોઈએ વ્યક્તિની હત્યા કરી મૃતદેહને કેનાલમાં ફેંકી હોવાની શંકાય સેવાઇ રહી છે. હાલમાં આ મૃતદેહને પૉસ્ટમૉર્ટમ માટે અમદાવાદ લઇ જવાયો છે, પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. મહેસાણા જિલ્લામાં બની હિટ એન્ડ રનની બે અલગ અલગ ઘટના
મહેસાણા જિલ્લામાં હિટ એન્ડ રનની બે ઘટના બની હતી. મહેસાણા જિલ્લામાં બનેલી બે અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, મહેસાણા અમદાવાદ હાઈવે પર સંકુઝ વોટર પાર્ક નજીક બાઈકને ટક્કર મારી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયુ હતું. જ્યારે કાર ચાલક બાઇકને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. હિટ એન્ડ રનમાં મોતને ભેટેલો યુવક પાટણના કમળીવાળાનો હતો. લાંઘણજ પોલીસે ગુનો નોંધી ફરાર કાર ચાલકને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી.મહેસાણા જિલ્લામાં બનેલી અન્ય હિટ એન્ડ રન ઘટનામાં પણ બાઇક સવારનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, ઉનાવા પાસે ટ્રકની ટક્કરે બાઇક ચાલકનું મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ બાઇક ચાલક વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial
-
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)