શોધખોળ કરો

Rajkot Game Zone Tragedy: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં યાત્રાધામ વીરપુરના યુવકનું મોત, 4 બહેનોનો એકનો એક હતો ભાઈ

રાજકોટ ગેમ ઝોનની ગોઝારી ઘટનામાં વીરપુરના યુવકના મોતથી 10 થી 12 વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. યુવાનની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Rajkot TRP Game Zone Tragedy:  રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં યાત્રાધાર વીરપુરના યુવકનું મોત થયું છે.યુવક તેની ચાર બહેનોનો એકનો એક ભાઈ અને માતાનો એકમાત્ર આધાર હતા. મૃતકનું નામ જીગ્નેશ ગઢવી છે. તે ગેમ ઝોનમાં નોકરી કરતો હતો અને 20 દિવસ પહેલા જ નોકરીએ લાગ્યો હતો. તેનો મૃતદેહ વીરપુર લાવવામાં આવતાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારજનોએ હૈયાફાટ રૂદન કરતાં માહોલ ગમગીન બન્યો હતો.

10 અને 12 વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી

રાજકોટ ગેમ ઝોનની ગોઝારી ઘટનામાં વીરપુરના યુવકના મોતથી 10 થી 12 વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. યુવાનની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મૃતકના પરિવારજનોએ દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી.

Rajkot Game Zone Tragedy: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં યાત્રાધામ વીરપુરના યુવકનું મોત, 4 બહેનોનો એકનો એક હતો ભાઈ

આ સિવાય આજે ડીએનએ સેમ્પલિંગ મેચ થયા બાદ ગોંડલના સત્યપાલ સિંહ જાડેજાનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. જ્યારે ટીઆરપી ગેમ ઝોનમાં જ 15 દિવસ પહેલાં જ નોકરીએ જોડાયેલા સુનીલ ભાઈ સિધપરાનું પણ ડીએનએ ટેસ્ટ મેચ થઇ જતાં તેમના પરિવારજનોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો. સત્યપાલ સિંહ જાડેજાની અંતિમયાત્રા વહેલી સવારે જ નીકળી હતી. આખું ગામ તેની અંતિમ યાત્રામાં જોડાયું હતું. ચારેકોર માતમ પ્રસરી ગયું હતું. લોકોની આંખો ભીની જ દેખાતી હતી. જ્યારે સુનીલભાઈની વાત કરીએ તો ગેમ ઝોનમાં જ્યારે આગની ઘટના બની હતી ત્યારે તેઓ ઘટનાસ્થળે હાજર જ હતા. તેમણે ઘણાં લોકોને બચાવવા પ્રયાસ કર્યા અને છેવટે પોતાનો જીવ ગુમાવી દીધો. તેમના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

ગોઝારી દુર્ઘટનાને લઈને રાજકોટ બાર એસોસિએશન દ્વારા મોટો નિર્ણય લીધો છે. એસોસિએશનના પ્રેસિડેન્ટ બકુલ રાજાણીએ જણાવ્યું કે, 'મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે અમે નિર્ણય લીધો છે કે કોઈ પણ વકીલ આરોપીનો કેસ લડશે નહીં. મને આશા છે કે 3500 વકીલો જોડાશે. તેમ છતાં જો કોઈ વકીલ બહારથી આરોપીઓનો કેસ લડશે તો તેમને રોકવા માટે પણ અમે પૂરતા પ્રયાસ કરીશું. તેમજ જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવવી જોઈએ. રાજકોટ બાર એસોસિએશનના વાઈસ પ્રેસિડન્ટ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે, 'રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ બાર એસોસિએશનમાં જોડાયેલા તમામ સભ્યોને જે આરોપીઓ છે, જવાબદાર છે તેવા કોઇપણ આરોપી તરફથી રાજકોટ બાર એસોસિએશનના સભ્યોએ વકીલાત કરવાની નથી. કોઈપણ પ્રકારના લાયસન્સ વગર આટલા વર્ષોથી આ ગેમ ઝોન ચાલુ હતું અને અધિકારીઓ પણ પોતાના પરિવારને લઈને ગયા છે, ત્યારે આ અધિકારીઓને પણ આવું દેખાતું નથી કે આમા કોઈપણ પ્રકારની પરવાનગી કે લાયસન્સ નથી. હમણા અમુક લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવાનો મતલબ કે આ લોકો ક્યાંકને ક્યાંક કસૂરવાર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget