Vadodara : રખડતા ઢોરના માલિકને પોલીસે ધકેલ્યો પાસામાં, જાણો વિગત
વોર્ડ 1 માં છાણી વિસ્તારમાં રહેતા 19 વર્ષીય યુવકને પાસામાં ભાવનગર ખસેડાયો છે. રખડતા ઢોરના હુમલા મામલે પોલીસે કડક કાર્યવાહી કરી છે. 3 વાર કોર્પોરેશનથી પકડાયેલી ગાયને છોડાવી ગયેલા યુવકને પાસા કરાઈ છે.
વડોદરાઃ રોહિત ભરવાડ નામના પશુપાલક યુવકને પાસા કરવામાં આવી છે. વોર્ડ 1 માં છાણી વિસ્તારમાં રહેતા 19 વર્ષીય યુવકને પાસામાં ભાવનગર ખસેડાયો છે. રખડતા ઢોરના હુમલા મામલે પોલીસે કડક કાર્યવાહી કરી છે. 3 વાર કોર્પોરેશનથી પકડાયેલી ગાયને છોડાવી ગયેલા યુવકને પાસા કરાઈ છે.
છાણી પોલીસ કાર્યવાહી કરી છે. ઢોર માલિકોએ મેયર કેયુર રોકડીયાને ઢોર માલિકોને પાસા ન કરવા કરી રજુઆત. કેયુર રોકડીયાનું નિવેદન અમે ગૃહ મંત્રીને રખડતા ઢોરના થતા હુમલામાં કડક કાર્યવાહી કરવાની રજુઆત કરી હતી.
વડોદરાઃ રસ્તા પર ગાય વચ્ચે આવી જતા અકસ્માતનો મામલો ગોરવા વિસ્તારમાં સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતા પરમાર પરિવારનો અકસ્માત થયો હતો. ગઈ કાલે સવારે 5 વાગે અકસ્માતની ઘટના બની હતી. ઇકો કારમાં અજય પરમાર, પિતા જીવરાજ પરમાર અને માતા હંસા પરમાર તેમજ ડ્રાઈવર હતા.
સવારે અકસ્માત બાદ તમામ લોકો કારમાં દબાયા હતા. જોકે, તમામ હેમખેમ બહાર નીકળ્યા હતા. તમામને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. પરિવારનું નિવેદન, ગાયોનો ત્રાસ ઓછો કરવો જરૂરી. કોઈકનો જીવ જશે. મેયર કેયુર રોકડીયાના વોર્ડમાં જ ઘટના બની હતી. જવાહરનગર પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
ભાવનગરઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ છે. ભાવનગરના સરદારનગર નજીક આખલાએ એક વ્યક્તિને હડફેટે લીધા હતા. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. સરદારનગર નજીક આવેલ ઓડિટેરિયમ પાસે એક વ્યક્તિને આખલાએ હડફેટે લઈ ફંગોળીયા હતા. આસપાસ ઉભેલા લોકોને પણ આખલાએ હડફેટે લીધા હતા.
સીસીટીવીમાં જોઇ શકાય છે કે, વૃદ્ધ પોતાના ઘરમાંથી બહાર આવી રહ્યા છે. આ સમયે આખલો તેમના ઘરના દરવાજા પાસે જ ઉભેલો છે. વૃદ્ધ પોતાના એક્ટિવા પર બેસવા જાય છે તે પહેલા જ આખલો તે તરફ વળે છે અને તેમને હડફેટે લે છે. તેમજ તેમના પર હુમલો કરી દે છે. તેમના પરિવારના સભ્યો બહાર આવી તેમને છોડવવા જાય છે તો આખલો તેમના પર પણ હુમલો કરી દે છે. દરમિયાન અન્ય લોકો આવીને વૃદ્ધને છોડાવે છે. આ ઘટના પહેલા પણ સીસીટીવીમાં જોઇ શકાય છે કે, તે બાજુમાંથી પસાર થતાં બાઇક સવારને પણ હડફેટ લેવા જાય છે.
મોટી ઉંમરના વ્યક્તિને આખલાએ હડફેટે લીધા હતા. તેઓ ઘરના બહાર નીકળ્યા ત્યારે તેમને આખલાએ હડફેટે લીધા હતા. તેમને ગંભીર ઇજા થતાં હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા