કાબુલઃ એરપોર્ટ પર જોરદાર ફાયરિંગ, અમેરિકાએ એરપોર્ટની સુરક્ષા પોતાના હાથમાં લીધી, જાણો વિગતે
ઠીક વીસ વર્ષ બાદ એકવાર ફરીથી અફઘાનિસ્તાનની કમાન તાલિબાનના હાથોમાં આવી ચૂકી છે. આ તખ્તાપલટ બાદ અફઘાનિસ્તાનના ભવિષ્યને લઇને આખી દુનિયામાં ચિંતાનો માહોલ છે.
કાબુલઃ અફઘાનિસ્તાનના ઇતિહાસમાં આજથી એક નવા યુગની શરૂઆત થઇ ચૂકી છે. ઠીક વીસ વર્ષ બાદ એકવાર ફરીથી અફઘાનિસ્તાનની કમાન તાલિબાનના હાથોમાં આવી ચૂકી છે. આ તખ્તાપલટ બાદ અફઘાનિસ્તાનના ભવિષ્યને લઇને આખી દુનિયામાં ચિંતાનો માહોલ છે. એક બાજુ જ્યાં લોકો કાબુલમાંથી નીકળવા માટે એરપોર્ટ તરફ દોડી રહ્યાં છે તો વળી એરપોર્ટ પણ હવે અસુરક્ષિત દેખાઇ રહ્યું છે. કાબુલમાં એરપોર્ટ પર જબરદસ્ત ફાયરિંગ થયુ છે.
40 લોકોને હૉસ્પીટલમાં કરાવાયા ભરતી-
આ ફાયરિંગ બાદ એરપોર્ટ પર અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે. તાલિબાનની કબજા બાદ અમેરિકા જેવો દેશ પણ લાચાર દેખાઇ રહ્યો છે. એરપોર્ટ પર હુમલા બાદ ખબર અમેરિકાએ પોતાના નાગરિકોને એરપોર્ટ જવાની મનાઇ ફરાવી દીધી છે. અમેરિકાએ પોતાના નાગરિકો પાસે સુરક્ષિત જગ્યા પર શરણ લેવાનુ કહ્યું છે. ઉલ્લેખનીય છે કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમેરિકાએ પોતાના દુતાવાસ એરપોર્ટ પર જ શિફ્ટ કરી દીધુ હતુ. આની સાથે જ કાબુલના બહારના વિસ્તારોમાં દિવસભર હિંસા થઇ, અને આમાં 40 લોકોને હૉસ્પીટલમાં ભરતી કરાવવા પડ્યા હતા.
અમેરિકાએ એરપોર્ટને પોતાના કબજામાં લીધુ-
અમેરિકાએ કાબુલ એરપોર્ટટને સુરક્ષિત બનાવવા માટે પોતાના કબજામાં લેવાની જાહેરાત કરી દીધી છે. અફઘાનિસ્તાનમાંથી નીકળવાનો અત્યારે એક જ રસ્તો કાબુલ એરપોર્ટ જ દેખાઇ રહ્યો છે. કાબુલ એરપોર્ટ પર ફાયરિંગના સમાચાર છે કે અમેરિકન સેના અને લોકો, ખાસ કરીને રાજનાયિકોને કાઢવા માટે અમેરિકન સેનાએ પોતાનો કબજો લેવા જઇ રહી છે. કાબુલમાંથી લોકોને કાઢવાનુ કામ હજુ પણ યથાવત છે.
તાલિબાની લડાકુ કાબુલમાં રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસ્યા-
તાલિબાનનો રાજધાની કાલુબ પર પુરેપુરો કબજો થઇ ચૂક્યો છે. તાલિબાની લડાકુ કાબુલમાં રાષ્ટ્રપતિ ભવન સુધી ઘૂસી ચૂક્યા છે. મોડી રાત્રે રાષ્ટ્રપતિ ભવનની અંદરથી તાલિબાનીઓની તસવીરો પણ સામે આવી છે. આ પહેલા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીને દેશ છોડીને ભાગવુ પડ્યુ, ગનીએ નિવેદન જાહેર કરીને કહ્યું કે, લોકોના ખુન ખરાબાથી બચવા માટે આ પગલુ ભરવુ પડ્યુ.