Israel-Gaza War: શરણાર્થી કેમ્પ પર ઇઝરાયલની એરસ્ટ્રાઇકમાં 50થી વધુ લોકોના મોત, હમાસનો દાવો
Israel Gaza Attack: કથિત હુમલા અંગે હજુ સુધી ઈઝરાયેલ તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
Israel Gaza Attack: હમાસ વિરુદ્ધ ઈઝરાયેલનું સૈન્ય અભિયાન ચાલુ છે. સમાચાર એજન્સી એએફપી અનુસાર, મંગળવારે હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે શરણાર્થી શિબિર પર ઇઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા 50 લોકો માર્યા ગયા છે.
કથિત હુમલા અંગે હજુ સુધી ઈઝરાયેલ તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. ગાઝાના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયેલી હવાઈ હુમલાઓએ ઉત્તરી ગાઝામાં જબાલિયા શરણાર્થી શિબિરના રહેણાંક વિસ્તારમાં એપાર્ટમેન્ટ બ્લોક્સને નિશાન બનાવ્યું હતું, જેમાં સેંકડો લોકો માર્યા ગયા હતા અને ઘાયલ થયા હતા. ઇન્ડોનેશિયાની હોસ્પિટલના નિર્દેશકે પણ કહ્યું છે કે 50 લોકોના મોત થયા છે.
#UPDATE The health ministry in the Hamas-run Gaza Strip said at least 50 people were killed on Tuesday in Israeli bombardment of a refugee camp in the Palestinian territory ➡️ https://t.co/ZL5LHUqhGB pic.twitter.com/yNmd68gKx2
— AFP News Agency (@AFP) October 31, 2023
ગાઝા સિટીના સૌથી મોટા શરણાર્થી કેમ્પ પર હુમલાનો દાવો
બીબીસીના અહેવાલ મુજબ ગાઝા શહેરની ઉત્તરે આવેલ જબાલિયા કેમ્પ આઠ શરણાર્થી શિબિરોમાં સૌથી મોટો છે. જુલાઈ 2023 સુધીમાં, યુનાઈટેડ નેશન્સે ત્યાં 116,000 થી વધુ શરણાર્થીઓ નોંધ્યા હતા. 1948ના યુદ્ધ પછી શરણાર્થીઓએ અહીં કેમ્પમાં સ્થાયી થવાનું શરૂ કર્યું. આ વિસ્તાર નાનો છે પરંતુ ગીચ વસ્તી ધરાવતો છે, જે માત્ર 1.4 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. તેમાં મોટા પાયે રહેણાંક મકાનો છે. જબાલિયા એ વિસ્તારમાં છે જેને ઇઝરાયલે ઇવેક્યુએશન ઝોન જાહેર કર્યો છે.
AFP વિડિયો ફૂટેજ દર્શાવે છે કે ગીચ વસ્તીવાળા કેમ્પ પર હુમલાના કાટમાળમાંથી ઓછામાં ઓછા 47 મૃતદેહો મળી આવ્યા હતા. અલ જઝીરાના અહેવાલ મુજબ, 7 ઓક્ટોબરથી ઇઝરાયેલના હુમલામાં ગાઝામાં ઓછામાં ઓછા 8,525 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. હમાસના હુમલામાં 1,400 થી વધુ ઇઝરાયલીઓએ જીવ ગુમાવ્યા છે.