શોધખોળ કરો

War: ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં હવે અમેરિકાની એન્ટ્રી, મહાવિનાશક હથિયારો-સૈનિકો ભરેલું પ્લેન રાતોરાત ઇઝરાયેલ મોકલ્યું ને..

છેલ્લા ચાર દિવસથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં હવે જગતજમાદાર અમેરિકાની પણ એન્ટ્રી થઇ ગઇ છે.

Israel-Hamas War: છેલ્લા ચાર દિવસથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં હવે જગતજમાદાર અમેરિકાની પણ એન્ટ્રી થઇ ગઇ છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં અમેરિકા મેદાનમાં ઉતરી ગયું છે, જે હમાસની મુસીબતોમાં વધુ વધારો કરી શકે છે. વાસ્તવમાં અમેરિકાએ પોતાના ખતરનાક અને મહાવિનાશક હથિયારો, દારૂગોળો અને સૈનિકો ઈઝરાયેલ મોકલ્યા છે. આ વાતની પુષ્ટિ ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) દ્વારા કરવામાં આવી છે.

બીબીસીના એક રિપોર્ટરના જણાવ્યા પ્રમાણે ઈઝરાયેલ પહોંચેલા આ અમેરિકન પ્લેનમાં હાઈટેક દારૂગોળો અને નવી ટેક્નોલોજીના હથિયારો છે. અમેરિકાથી ટેકઓફ કર્યા બાદ મંગળવારે મોડી રાત્રે પ્લેન ઈઝરાયેલ પહોંચ્યું હતું. આ પ્લેન ઈઝરાયેલના નેબાટીમ એર બેઝ પર લેન્ડ થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકાએ આ દારૂગોળો એવા સમયની તૈયારી માટે મોકલ્યો છે જ્યારે યુદ્ધ નિર્ણાયક તબક્કે પહોંચશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને ઈઝરાયેલને સંપૂર્ણ સમર્થન આપવાનું કહ્યું હતું. હકીકતમાં ગાઝામાં હમાસના હુમલામાં 14 અમેરિકન નાગરિકોના મોત થયા છે, જેના કારણે અમેરિકા ગિન્નાયેલું હતુ. 

ગાઝા પટ્ટીથી 300 કિલોમીટર દૂર લેબનોનમાં ઘડવામાં આવ્યું હતું ઇઝરાયલ પર હુમલાનું કાવતરુ

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધે ફરી એકવાર સમગ્ર વિશ્વને તણાવપૂર્ણ સ્થિતિમાં મુકી દીધું છે. આ યુદ્ધમાં મૃત્યુઆંક 1000ને પાર કરી ગયો છે, જેમાં ઇઝરાયેલના સૈનિકોની સંખ્યા 115 હોવાનું કહેવાય છે. પરંતુ શું ઈઝરાયેલ પર હુમલો કરવાની આ વ્યૂહરચના લેબનોનમાં તૈયાર થઈ હતી?

ઇઝરાયેલનો દાવો છે કે હમાસ હુમલાનું આ કાવતરું લેબનોનના બેરૂતમાં ઘડવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ઇઝરાયેલ પર હુમલા માટેના હથિયારો અને તમામ સાધનસામગ્રી લેબનોનથી સપ્લાય કરવામાં આવી હતી. બાદમાં હમાસના હુમલાખોરોએ ઈઝરાયેલ પર રોકેટ છોડ્યા હતા. આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ તરફથી ઈઝરાયેલ પર રોકેટ છોડવામાં આવી રહ્યા છે. ઈઝરાયેલ પણ જવાબી કાર્યવાહીમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા કરી રહ્યું છે. ગાઝા પટ્ટી અને પશ્ચિમ કાંઠે સ્થિતિ ખૂબ જ તંગ છે. આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ તરફથી ઈઝરાયેલ પર રોકેટ છોડવામાં આવી રહ્યા છે. ઈઝરાયેલ પણ જવાબી કાર્યવાહીમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા કરી રહ્યું છે. ગાઝા પટ્ટી અને પશ્ચિમ કાંઠે સ્થિતિ ખૂબ જ તંગ છે.

હિઝબુલ્લાહ ખુલ્લેઆમ હમાસના સમર્થનમાં આગળ આવ્યું છે અને ઇઝરાયેલ પર હુમલા કરી રહ્યું છે. લેબનોનમાં હિઝબુલ્લાહને ઈરાન સરકારનું સંપૂર્ણ સમર્થન છે. 50,000 હિઝબુલ્લાહ હુમલાખોરો એક્ટિવ હોવાનું માનવામાં આવે છે અને તેઓ તેઓ ઇઝરાયેલ સામે મોરચો ખોલી રહ્યા છે.

ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ સ્પષ્ટ કહ્યું હતુ કે અમે યુદ્ધના મેદાનમાં ઉતર્યા છીએ. આ કોઈ ઓપરેશન નથી. હમાસે ઈઝરાયેલ અને તેના નાગરિકો પર ઘાતક હુમલો કર્યો છે. મેં પહેલા ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓનો સફાયો કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય મોટા પાયે હથિયારો એકત્ર કરવા માટે કહેવામાં આવ્યું છે. દુશ્મનને એવી કિંમત ચૂકવવી પડશે કે તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત  
Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત  
કચ્છની કાળી સવાર: મુન્દ્રા રોડ પર ગોઝારો અકસ્માત, પાંચ જિંદગીઓ હોમાઈ, 24 ગંભીર, મૃતકોની યાદી જાહેર
કચ્છની કાળી સવાર: મુન્દ્રા રોડ પર ગોઝારો અકસ્માત, પાંચ જિંદગીઓ હોમાઈ, 24 ગંભીર, મૃતકોની યાદી જાહેર
રાજ્યમાં ફરી માવઠાની આગાહી: ઉનાળો શરૂ થાય એ પહેલા જ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યમાં ફરી માવઠાની આગાહી: ઉનાળો શરૂ થાય એ પહેલા જ અંબાલાલ પટેલની મોટી આગાહી
ચીને શોધી કાઢ્યો નવો કોરોનાવાયરસ: કોવિડ-૧૯ ની જેમ મનુષ્યને ચેપ લગાવી શકે છે
ચીને શોધી કાઢ્યો નવો કોરોનાવાયરસ: કોવિડ-૧૯ ની જેમ મનુષ્યને ચેપ લગાવી શકે છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભાષા જાય તો સંસ્કૃતિ જાયHun To Bolish : હું તો બોલીશ : દાનવRajkot Hospital Viral CCTV Video: મહિલાઓની તપાસના સીસીટીવી વાયરલ કરનાર 3 આરોપી 7 દિવસના રિમાન્ડ પરGujarat CM Announcement : મુખ્યમંત્રીએ ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમમાં શું કરી મોટી જાહેરાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત  
Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત  
કચ્છની કાળી સવાર: મુન્દ્રા રોડ પર ગોઝારો અકસ્માત, પાંચ જિંદગીઓ હોમાઈ, 24 ગંભીર, મૃતકોની યાદી જાહેર
કચ્છની કાળી સવાર: મુન્દ્રા રોડ પર ગોઝારો અકસ્માત, પાંચ જિંદગીઓ હોમાઈ, 24 ગંભીર, મૃતકોની યાદી જાહેર
રાજ્યમાં ફરી માવઠાની આગાહી: ઉનાળો શરૂ થાય એ પહેલા જ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યમાં ફરી માવઠાની આગાહી: ઉનાળો શરૂ થાય એ પહેલા જ અંબાલાલ પટેલની મોટી આગાહી
ચીને શોધી કાઢ્યો નવો કોરોનાવાયરસ: કોવિડ-૧૯ ની જેમ મનુષ્યને ચેપ લગાવી શકે છે
ચીને શોધી કાઢ્યો નવો કોરોનાવાયરસ: કોવિડ-૧૯ ની જેમ મનુષ્યને ચેપ લગાવી શકે છે
બાપ જાનવર બની ગયો! સગીર પુત્રીને ઊંઘની ગોળીઓ આપીને 3 વર્ષથી બળાત્કાર ગુજારતો હતો, ધરપકડ
બાપ જાનવર બની ગયો! સગીર પુત્રીને ઊંઘની ગોળીઓ આપીને 3 વર્ષથી બળાત્કાર ગુજારતો હતો, ધરપકડ
Ideas of India Summit 2025:  દિલ્હીના રાજકારણમાં થશે પ્રમોદ સાવંતની એન્ટ્રી? જાણો શું બોલ્યા ગોવાના CM  
Ideas of India Summit 2025:  દિલ્હીના રાજકારણમાં થશે પ્રમોદ સાવંતની એન્ટ્રી? જાણો શું બોલ્યા ગોવાના CM  
Ideas of India Summit 2025: ભારતીય ગ્રાહકથી લઈને વર્ક લાઈફ બેલેન્સ સુધી... શાશ્વત ગોયનકાએ દરેક સવાલના આપ્યા જવાબ 
Ideas of India Summit 2025: ભારતીય ગ્રાહકથી લઈને વર્ક લાઈફ બેલેન્સ સુધી... શાશ્વત ગોયનકાએ દરેક સવાલના આપ્યા જવાબ 
Ideas Of India Summit 2025: 9 વર્ષની ઉંમરે બિક્રમ ઘોષે કર્યો હતો પ્રથમ કોન્સર્ટ, ઉસ્તાદ તૌફીક કુરેશીએ સંભળાવ્યો બાળપણનો કિસ્સો  
Ideas Of India Summit 2025: 9 વર્ષની ઉંમરે બિક્રમ ઘોષે કર્યો હતો પ્રથમ કોન્સર્ટ, ઉસ્તાદ તૌફીક કુરેશીએ સંભળાવ્યો બાળપણનો કિસ્સો  
Embed widget