Tension: અમેરિકન ચૂંટણી વચ્ચે ઉત્તર કોરિયાની મોટી એક્શન, છોડી એક-પછી-એક મિસાઇલો, જાપાન-દ.કોરિયા ટેન્શનમાં
North Korea Missiles Fires: દક્ષિણ કોરિયાએ પણ ઉત્તર કોરિયા દ્વારા આ બેલેસ્ટિક મિસાઈલ પ્રક્ષેપણ પર ચાંપતી નજર રાખી હતી અને તેની મૉનિટરિંગ સિસ્ટમને એલર્ટ કરી હતી

North Korea Missiles Fires: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી શરૂ થઇ ગઇ છે. ડેમૉક્રેટ પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ આમને સામને છે. જોકે, આ બધાની વચ્ચે મંગળવારે મતદાનની શરૂઆત પહેલા અમેરિકાથી લગભગ 10 હજાર કિલોમીટર દૂર ઉત્તર કોરિયા એક્શન લઇને દુનિયાને ટેન્શનમાં લાવી દીધુ છે. ઉત્તર કોરિયાએ પોતાના પડોશીઓને ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું છે. મંગળવારે જ ઉત્તર કોરિયા તરફથી શર્ટ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ છોડવામાં આવી હતી. આ મિસાઈલોએ કોઈપણ દેશને નિશાન બનાવ્યો ન હતો, જોકે તે તમામ કૉરિયન દ્વીપકલ્પ અને જાપાન વચ્ચેના સમુદ્રમાં પડી હતી. જેના કારણે જાપાને એલર્ટ જાહેર કરવું પડ્યું હતું.
ઉત્તર કોરિયાની આ કાર્યવાહી પર જાપાનના રક્ષા મંત્રીએ પણ નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે ઉત્તર કોરિયાની સાત મિસાઈલ લગભગ 100 કિમીની ઊંચાઈએ પહોંચી અને 400 કિમીના અંતરે પડી. જો કે, તે જાપાન સુધી પહોચી ન હતી. તેમણે કહ્યું કે ઉત્તર કોરિયાની આ એક્શન જાપાનની શાંતિ અને સુરક્ષા માટે ખતરો છે અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ચેતવણી જેવું છે.
દક્ષિણ કોરિયાએ પણ ઉત્તર કોરિયા દ્વારા આ બેલેસ્ટિક મિસાઈલ પ્રક્ષેપણ પર ચાંપતી નજર રાખી હતી અને તેની મૉનિટરિંગ સિસ્ટમને એલર્ટ કરી હતી. દક્ષિણ કોરિયાને એ વાતની ચિંતા છે કે ઉત્તર કોરિયાની મિસાઈલો તેના ક્ષેત્રમાં કેટલાય મહત્વપૂર્ણ કેન્દ્રોને નિશાન બનાવી શકે છે, જેમાં અમેરિકી સૈન્ય મથકો પણ સામેલ હોઈ શકે છે.
ઉત્તર કોરિયાના આઇસીબીએમ ટેસ્ટિંગ બાદથી તણાવનો માહોલ
ઉત્તર કોરિયા દ્વારા તાજેતરમાં જ દેશની નવી ઇન્ટરકૉન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ બેલેસ્ટિક મિસાઈલ અમેરિકા સુધી પહોંચી શકે છે. તેના જવાબમાં અમેરિકાએ દક્ષિણ કોરિયા અને જાપાન સાથે મળીને રવિવારે B-1B બૉમ્બર વિમાનો ઉડાવ્યા હતા. આનો વિરોધ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે કર્યો હતો. તેમણે વિરોધીઓ પર સૈન્ય સ્તરે ધમકીઓ દ્વારા તણાવ વધારવાનો આરોપ લગાવ્યો હતો.
દક્ષિણ કોરિયાના અધિકારીઓનું કહેવું છે કે, અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન ઉત્તર કોરિયાની આવી હરકતો માત્ર વૉશિંગ્ટનનું ધ્યાન ખેંચવા માટે છે. આ પહેલા દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીએ ગયા સપ્તાહે અનુમાન લગાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ તેના સાતમા પરમાણુ પરીક્ષણની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
આ પણ વાંચો
જો ટ્રમ્પ અને કમલા હેરિસને એકસરખા મત મળશે તો કઇ રીતે નક્કી થશે વિજેતા ? આવો છે નિયમ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
