(Source: ECI/ABP News/ABP Majha)
Russia-Ukraine War: રશિયા સાથે યુદ્ધમાં માર્યા ગયા યુક્રેનના 31 હજાર સૈનિકો, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો દાવો
Russia-Ukraine War: ઝેલેન્સકીએ યુદ્ધને બે વર્ષ પુરા થવા પર કિવમાં આયોજીત એક પ્રેસ કોન્ફરન્સમાં લશ્કરી નુકસાનના આંકડા રજૂ કર્યા હતા.
Russia-Ukraine War: રશિયા સાથેના યુદ્ધમાં યુક્રેનના 31 હજાર સૈનિકો માર્યા ગયા છે. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ રવિવારે આ માહિતી આપી હતી. આ પહેલીવાર છે જ્યારે તેમણે યુદ્ધ દરમિયાન યુક્રેનના સૈન્ય નુકસાન પર સત્તાવાર નિવેદન આપ્યું છે. ઝેલેન્સકીએ યુદ્ધને બે વર્ષ પુરા થવા પર કિવમાં આયોજીત એક પ્રેસ કોન્ફરન્સમાં લશ્કરી નુકસાનના આંકડા રજૂ કર્યા હતા.
#BREAKING President Zelensky says 31,000 Ukrainian soldiers killed in war with Russia pic.twitter.com/ooh5XZwRIg
— AFP News Agency (@AFP) February 25, 2024
યુક્રેનિયન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે , “મને ખબર નથી કે મને અમારા નુકસાનની સંખ્યા જણાવવાનો અધિકાર છે કે નહીં. દરેક વ્યક્તિ એક ત્રાસદી છે. આ યુદ્ધ દરમિયાન યુક્રેનિયન સૈન્યના 31,000 સૈનિકો માર્યા ગયા હતા." છેલ્લી વખત યુક્રેન દ્વારા સૈનિકોના મૃત્યુની સંખ્યા ડિસેમ્બર 2022 માં જાહેર કરવામાં આવી હતી, જ્યારે ઝેલેન્સકીના સલાહકારે કહ્યું હતું કે 13 હજાર સૈનિકો માર્યા ગયા હતા.
રશિયામાં 180,000 લોકોએ જીવ ગુમાવ્યો
યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી મૃત્યુની સંખ્યા પર નજીકથી નજર રાખી રહ્યું છે. યુક્રેન દ્વારા રશિયન સૈનિકોના મૃત્યુના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે. ઝેલેન્સકીએ કહ્યું કે બીજી તરફ રશિયાએ 500,000 જાનહાનિ સહન કરી છે, જેમાંથી 180,000 લશ્કરી કાર્યવાહી દરમિયાન માર્યા ગયા છે. જો કે રશિયા દ્વારા આ આંકડાની પુષ્ટી કરવામાં આવી નથી.
રશિયામાં બે લાખ સૈનિકો માર્યા ગયા
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુએસ ગુપ્તચર એજન્સી પેન્ટાગોન તરફથી લીક થયેલા દસ્તાવેજમાં જણાવાયું હતું કે યુક્રેનના 15,500 થી 17,000 સૈનિકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 106,500 થી 110,500 સૈનિકો ઘાયલ થયા હતા.
આ જ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે રશિયાના 35,000 થી 42,500 સૈનિકો માર્યા ગયા હતા અને 150,500 થી 177,000 ઘાયલ થયા હતા. તાજેતરમાં અમેરિકન અધિકારીઓએ કહ્યું છે કે 200,000 થી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે.