શોધખોળ કરો
Recruitment: 1300 થી વધુ નૉન-ટીચિંગ જગ્યાઓ પર નોકરી માટે NVSમાં આ તારીખ સુધી કરો અરજી, લાસ્ટ ડેટ લંબાવાઇ....
NVS ની આ બિન-શૈક્ષણિક પૉસ્ટ્સ માટે અરજી કરવાની વિસ્તૃત છેલ્લી તારીખ 7 મે, 2024 નક્કી કરવામાં આવી છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/7

Government Job: NVS માં બમ્પર ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. હવે તમે આ પૉસ્ટ માટે 7 મે 2024 સુધી અરજી કરી શકો છો. જાણો શું છે આ અંગેનું લેટેસ્ટ અપડેટ. નવોદય વિદ્યાલય સમિતિએ થોડા સમય પહેલા નૉન-ટીચિંગ પોસ્ટ માટે ભરતી બહાર પાડી હતી. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30મી એપ્રિલ નક્કી કરવામાં આવી હતી, જે હવે લંબાવવામાં આવી છે.
2/7

NVS ની આ બિન-શૈક્ષણિક પૉસ્ટ્સ માટે અરજી કરવાની વિસ્તૃત છેલ્લી તારીખ 7 મે, 2024 નક્કી કરવામાં આવી છે. આ અંતર્ગત કુલ 1377 નૉન-ટીચિંગ પોસ્ટ માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.
3/7

આ ભરતીઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 7મી મે કરવામાં આવી છે. અરજીમાં સુધારા કરવાની છેલ્લી તારીખ 9 મે થી 11 મે નક્કી કરવામાં આવી છે. આ દરમિયાન તમારી એપ્લિકેશનમાં સુધારો કરો.
4/7

અગાઉ અરજી સુધારણાની તારીખ 2 થી 4 મે હતી, પરંતુ છેલ્લી તારીખ લંબાવવાને કારણે સુધારાની છેલ્લી તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અરજી કરવાથી માંડીને આ પોસ્ટની વિગતો જાણવા સુધી, તમારે NVSની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે.
5/7

આ કરવા માટે નવોદય વિદ્યાલય સમિતિની સત્તાવાર વેબસાઇટનું સરનામું છે – navodaya.gov.in. આ સાથે, તમે exams.nta.ac.in/NVS પર પણ જઈ શકો છો.
6/7

આ સંદર્ભમાં જાહેર કરાયેલી નૉટિસમાં NTAએ કહ્યું છે કે ભૂતકાળમાં ટેકનિકલ ખામીને કારણે ઘણા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શક્યા ન હતા. તેને ધ્યાનમાં રાખીને અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી રહી છે.
7/7

NVS માં મેસ હેલ્પર, MTS, જૂનિયર સચિવાલય મદદનીશ, ઇલેક્ટ્રિશિયન, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, ઓડિટ આસિસ્ટન્ટ, સ્ટેનોગ્રાફર વગેરેની જગ્યાઓ ભરવામાં આવશે. લાયકાત પોસ્ટ મુજબ છે. પસંદગી પરીક્ષા દ્વારા કરવામાં આવશે.
Published at : 01 May 2024 12:38 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
