શોધખોળ કરો
Recruitment 2024: એન્જિનીયરિંગ કર્યુ છે તો આ સરકારી નોકરી માટે ભરો ફોર્મ, હાથમાંથી ના નીકળી જાય મોકો
આ ભરતી અભિયાન દ્વારા ટ્રેઇની એન્જિનિયરની કુલ 435 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી ઘણા સમયથી ચાલી રહી છે

(તસવીર- એબીપી લાઇવ)
1/7

Job Alert: જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમે આ ભરતીઓ માટે અરજી કરી શકો છો. રજિસ્ટ્રેશન ચાલુ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ આવતીકાલે એટલે કે 4મી જુલાઈ 2024 છે. આ ખાલી જગ્યાઓ પાવર ગ્રીડ કૉર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા તેની સબસિડિયરી કંપની ટ્રાન્સમિશન યૂટિલિટી ઓફ ઈન્ડિયા માટે બહાર પાડવામાં આવી છે.
2/7

આ ભરતી અભિયાન દ્વારા ટ્રેઇની એન્જિનિયરની કુલ 435 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી ઘણા સમયથી ચાલી રહી છે અને હવે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક આવી ગઈ છે.
3/7

જે ઉમેદવારો લાયકાત ધરાવતા અને રસ ધરાવતા હોવા છતાં કોઈ કારણસર આજ સુધી અરજી કરી શક્યા નથી, તેઓએ હવે ફોર્મ ભરવું જોઈએ. આ પછી તમને આ તક નહીં મળે.
4/7

અરજી કરવા અને આ પૉસ્ટ્સની વિગતો જાણવા માટે તમારે પાવર ગ્રીડની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે, જેનું સરનામું છે – careers.powergrid.in.
5/7

અરજી કરવા માટે ઉમેદવારે ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે BE અથવા B.Tech કરેલ હોવું જરૂરી છે. B.Sc એન્જીનિયરીંગ કરેલ ઉમેદવારો પણ અરજી કરી શકે છે.
6/7

આ સાથે, ઉમેદવાર માટે માન્ય GATE સ્કોર હોવો જરૂરી છે. વય મર્યાદા 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. આરક્ષિત વર્ગને નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળશે.
7/7

ઉમેદવારોના ગેટ સ્કૉર પસંદગી માટે ધ્યાનમાં લેવામાં આવશે. આ સિવાય ગ્રુપ ડિસ્કશન અને ઈન્ટરવ્યૂના માર્ક્સ આધારે પસંદગી કરવામાં આવશે. ફી 500 ફી છે, આરક્ષિત કેટેગરીએ ફી ચૂકવવાની જરૂર નથી.
Published at : 03 Jul 2024 12:53 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
