શોધખોળ કરો
ડાયાબિટીસના દર્દીઓને ગરમીમાં હીટ સ્ટ્રોકનો વધી જાય છે ખતરો, જાણો બચવાની રીત
દિલ્હી અને ઉત્તર ભારતમાં ગરમીના કારણે લોકોની હાલત દયનીય છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ આ સીઝનમાં પોતાનું ખાસ ધ્યાન રાખવું પડશે, નહીં તો હીટ સ્ટ્રોકનો ખતરો વધી જાય છે.

પ્રતિકાત્મક તસવીર
1/6

દિલ્હી અને ઉત્તર ભારતમાં ગરમીના કારણે લોકોની હાલત દયનીય છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ આ સીઝનમાં પોતાનું ખાસ ધ્યાન રાખવું પડશે, નહીં તો હીટ સ્ટ્રોકનો ખતરો વધી જાય છે.
2/6

રાજધાની દિલ્હી સહિત ભારતના રાજ્યોમાં ગરમીના કારણે તાપમાનમાં વધારો થયો છે. હીટ સ્ટ્રોકના અનેક કેસો નોંધાઈ રહ્યા છે. એવું નથી કે બહાર જાવ તો તમને હીટ સ્ટ્રોક આવી શકે છે. ઘરમાં બેસીને પણ હીટ સ્ટ્રોકનો ખતરો રહે છે.
3/6

હીટ સ્ટ્રોકના લક્ષણોમાં ધબકારા વધવા, ચક્કર, માથાનો દુખાવો અને ઉલ્ટીનો સમાવેશ થાય છે.
4/6

નાના બાળકો અને વૃદ્ધ લોકો ઘણીવાર હીટ સ્ટ્રોકનું સૌથી વધુ જોખમ ધરાવતા હોય છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓને કલાકો સુધી એક જગ્યાએ બેસી રહેવાથી હીટ સ્ટ્રોકનો ખતરો રહે છે.
5/6

હીટ સ્ટ્રોકના કારણે દવાઓ લેતા લોકોને પણ ઘણી તકલીફ પડી શકે છે. ઉનાળામાં વધુ પડતો આલ્કોહોલ અને કેફીનનું સેવન ન કરવું જોઈએ.
6/6

જે લોકો બહાર જઇને કામ કરે છે અથવા ખૂબ જ એક્ટિવ છે તેઓને હીટ સ્ટ્રોકનું જોખમ વધારે હોય છે. આવા લોકોએ દિવસભર પુષ્કળ પાણી પીવું જોઈએ.
Published at : 27 Apr 2024 06:48 PM (IST)
આગળ જુઓ
Advertisement