શોધખોળ કરો
Skin Superfood: ગ્લોઇંગ સ્કિન મેળવવા માટે નિયમિત ખાઓ આ ફુડ, જીવનભર રહેશે ખૂબસૂરત ત્વચા
સુંદર અને યંગ દેખાવવું કોને ન ગમે? દરેક વ્યક્તિ ઈચ્છે છે હોય છે કે તેમની ત્વચા દાગ વગરની, પિમ્પલ્સ વગરની હોવી જોઈએ. જો કે, આ માટે તમારે તમારી ત્વચાની કાળજી લેવાની જરૂર છે.

સ્કિન કેર ટિપ્સ
1/6

સુંદર અને યંગ દેખાવવું કોને ન ગમે? દરેક વ્યક્તિ ઈચ્છે છે હોય છે કે તેમની ત્વચા દાગ વગરની, પિમ્પલ્સ વગરની હોવી જોઈએ. જો કે, આ માટે તમારે તમારી ત્વચાની કાળજી લેવાની જરૂર હોય છે. ત્વચાને લાંબા સમય સુધી સ્વસ્થ અને યંગ રાખવા માટે તમારા આહારમાં કેટલાક સુપરફૂડનો સમાવેશ કરવો જરૂરી છે. જાણો કયા એવા સુપરફૂડ્સ છે જે ત્વચાને ગ્લોઇંગ બનાવે છે.
2/6

પાલક- લીલા શાકભાજી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પાલક થાક, એનિમિયા અને ડાર્ક સર્કલની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. પાલકમાંથી શરીરને ભરપૂર માત્રામાં આયર્ન, વિટામિન કે અને સી મળે છે.
3/6

બદામ અને સીડ્સ - સ્વસ્થ ત્વચા મેળવવા માટે, તમારે તમારા આહારમાં બદામ અનેસીડ્સનો સમાવેશ કરવો જોઈએ. બદામ, કાજુ, કિસમિસ, અખરોટનો આહારમાં સમાવેશ કરવો જોઈએ. ફ્લેક્સ સીડ્સ, કોળાના બીજ, ચિયા સીડ્સને પણ તમારા આહારનો ભાગ બનાવો. તેમાંથી વિટામિન ઈ મળે છે, જે ત્વચાના મોશ્ચરને જાળવે છે.
4/6

દહીં અને ઓટમીલ- તમારે તમારા આહારમાં વિટામિન બીથી ભરપૂર દહીં અને ઓટ્સ જેવી વસ્તુઓ પણ સામેલ કરવી જોઈએ. ત્વચામાં ભેજ જાળવી રાખવા માટે વિટામિન બી ખૂબ જ જરૂરી છે. આ માટે તમારે દહીં ખાવું જ જોઈએ.
5/6

ટામેટા- યંગ સ્કિન માટે ટામેટા ખૂબ જ સારો વિકલ્પ છે. જો તમે દરરોજ એક ટામેટું ખાશો તો શરીરને વિટામિન એ, વિટામિન સી અને પોટેશિયમ સારી માત્રામાં મળશે. ગ્લોઈંગ સ્કિન માટે ડાયટમાં ટામેટાંનો સમાવેશ કરો.
6/6

બેરી- ત્વચાને સ્વસ્થ રાખવા માટે ખાટાં ફળો અને બેરીનો આહારમાં સમાવેશ કરવો જરૂરી છે. સાઇટ્રસ ફળો શરીરને વિટામિન સી પ્રદાન કરે છે અને બેરી શરીરમાં કોલેજનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે. કોલેજન સ્કિનને યંગ અને સોફ્ટ રાખવામાં મદદ કરે છે.
Published at : 27 Jul 2022 08:01 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
