શોધખોળ કરો
Ahmedabad Fire: રાજસ્થાન હોસ્પિટલમાં લાગી આગ, દર્દીઓનું આ રીતે કરાયું રેસ્ક્યુ, જુઓ તસવીરો
Ahmedabad Fire: અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં વહેલી સવારે આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. હોસ્પિટલની બેઇઝમેન્ટમાં આગ લાગી હતી.

અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આગ લાગી
1/7

અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના બેઇઝમેન્ટમાં આજે વહેલી સવારે 4 વાગ્યે આગ લાગી હતી. આગના કારણે જાનહાનિના કોઇ અહેવાલ નથી.
2/7

આગના કારણે તાબડતોબ તમામ દર્દીને અન્ય હોસ્પિટલમાં લઇ જવાયા છે.કેટલાક દર્દીઓને આનંદ હોસ્પિટલમાં,કેટલાક દર્દીઓને BAPS હોસ્પિટલમાં ખસેડાયા છે.
3/7

સદભાગ્યે કોઇપણ દર્દીના આગના કારણે કોઇ પ્રકારનું નુકસાન નથી થયું,. તમામ દર્દીઓ સલામત છે.
4/7

ઘૂમાડો વધુ હોવાથી આગ ઓલવવામાં મુશ્કેલી પડી રહી છે.જેના કારણે રોબોટ, મોટા પંખા મુકીને ધુમાડો દુર કરવામાં આવી રહ્યો છે.
5/7

આગની જાણ થતાં ફાયર વિભાગની છ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી બાદ વધુ ગાડીને પણ બોલાવાામાં આવી હતી આ હાલ ઘટના સ્થળ પર 20 ફાયરની ગાડી એકશનનમાં છે.
6/7

4 કલાકની જહેમત બાદ પણ હજુ આગ ઓલવાઇ નથી. ઓક્સિજનની સાથે ફાયર વિભાગના જવાનો બેઝમેન્ટમાં પહોંચ્યા છે અને આગ ઓલવવા માટેની કવાયત કરી રહ્યાં છે.
7/7

.રાજસ્થાન હોસ્પિટલમાં લાગેલી આગના કારણે મુખ્ય રસ્તાને પણ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે. હોસ્પિટલના સત્તાધીશો, મનપાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર સ્થિતિનો તાગ મેળવી રહ્યાં છે.
Published at : 30 Jul 2023 09:19 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
અમદાવાદ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
