શોધખોળ કરો
Gujarat: આમ આદમી પાર્ટીએ નવા માળખાની કરી જાહેરાત, જુઓ લિસ્ટ

આમ આદમી પાર્ટીએ જાહેર કર્યુ ગુજરાત માળખું
1/6

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ આજે ગુજરાતનું જમ્બો માળખું જાહેર કર્યું છે. . આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી સંદીપ પાઠકે નવું માળખું જાહેર કરતા કહ્યું કે નાગરિકો આમ આદમી પાર્ટીને એક વિકલ્પ તરીકે જોઈ રહ્યાં છે.
2/6

નવા માળખામાં ઈસુદાન ગઢવી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુને કેન્દ્રીય સંગઠનમાં સમાવવામાં આવ્યાં છે. ઈસુદાનને નેશનલ સેક્રેટરી બનાવાયા છે, તો ઇન્દ્રનીલ રાજ્યગુરુને નેશનલ જોઈન્ટ સેક્રેટરી બનાવાયા છે.
3/6

કિશોર દેસાઈને મેઈન વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ (ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન) બનાવાયા છે. મનોજ સોરઠિયાને મેઇન વિંગના સ્ટેટ જનરલ સેક્રેટરી, કૈલાશ ગઢવીને મેઇને વિંગના સ્ટેટ ટ્રેઝરર, જગમલ વાળા, સાગર રબારી, રિનાબેન રાવલ, અર્જુન રાઠવાને સ્ટેટ વાઇસ પ્રેસિડેન્ટ બનાવાયા છે.
4/6

જિતેન્દ્ર ઉપાધ્યાયને એજ્યુકેશન સેલના સ્ટેટ વાઇસ પ્રેસિડેન્ટ, બિપીનભાઈ ગામિતને બિરસા મુંડા મોર્ચાના સ્ટેટ વાઈસ પ્રેસિડેન્ટ, ભેમાભાઈ ચૌધરીને કો ઓપરેટિવ વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ, મહેશભાઈ કોસાવાલાને જય ભીમ મોર્ચાના સ્ટેટ પ્રેસિડેન્ટ, રાજુભાઈ કપરાડાના કિસાને વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ, પ્રણવ ઠાકરને લિગલ વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ, આરિફ અંસારીને સ્પોટ્સ વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ ગૌરી દેસાઈને મહિલા વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ, પ્રવીણ રામને યુથ વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટની જવાબદારી સોંપવામાં આવી છે.
5/6

સંગઠનમાં 26 લોકસભા પ્રમુખ, 42 ડિસ્ટ્રીક્ટ પ્રમુખ, 679 વિધાનસભા સંગઠન મંત્રીને સ્થાન આપવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના નવા સંગઠન માળખામાં 850 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
6/6

એક વિધાનસભા વિસ્તારમાં 4 લોકોને જવાબદારી સોંપાઈ છે. દરેક ગામમાં 11 લોકોની ટીમ બનાવવામાં આવી છે. હજુ સંગઠનની બીજી બે યાદીઓ બની રહી છે. પ્રભારી સંદીપ પાઠકે કહ્યું કે આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરાશે.
Published at : 12 Jun 2022 01:09 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
અમદાવાદ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
